________________
પરમપાવન તીર્થાધિરાજ ઉપર આકરા તપ આદર્યા ને અંતે આત્મામાં પરમાત્મજયોતિ પ્રગટાવી દીધી...!
શુકરાજા પણ પુત્રને રાજ્ય સોંપી, બે હજાર રાજાઓ સાથે સંયમ લઇ, નિરતિચાર ચારિત્ર પાળી શત્રુંજય ઉપર મોક્ષે ગયા.
| | કૃતિ શત્રુય: નારિ ગુરાનથી II (૪) સિદ્ધક્ષેત્ર' નામનું આલંબન દંડવીર્યરાજા શત્રુંજય તીર્થે જતાં જે અહીંથી પસાર થશે તે સર્વ યાત્રિકોને ભક્તિપૂર્વક ભોજન આપી, સન્માન કરીને પછી જ મારે જમવું.' આવો અભિગ્રહ દંડવીર્ય રાજાએ ગ્રહણ કર્યો છે. આ રાજા શ્રી ભરત ચક્રવર્તીની વંશપરંપરાના આઠમા રાજા છે. ત્રિખંડ ભારતના અધિપતિ છે. એમને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કરવા દેવો પણ સમર્થ થાય નહિ એવા તે સાત્ત્વિક છે.”
આ પ્રમાણે સૌધર્મ ઇન્દ્ર પોતાની સભામાં દંડવીર્ય રાજાની પ્રશંસા કરી રહ્યા છે. તે સહન નહિ થવાથી એક દેવ તે રાજાની પરીક્ષા કરવા સ્વર્ગમાંથી અયોધ્યા નગરીમાં આવ્યો. તે સમયે..
દંડવીર્યરાજા જિનપૂજા આદિ કાર્યોથી નિવૃત્ત થઈ જમવા બેઠા. હજી કોળીયો મુખમાં મૂકવાની તૈયારી કરે છે એટલામાં કોઇક સેવકે સમાચાર આપ્યા કે નગરની બહાર શત્રુંજય તરફ જતો મોટો સંઘ આવ્યો છે. રાજા કોળીયો નીચે મૂકી, ઉભા થઇને સંઘને બોલાવવા ગયા. ભક્તિથી નિમંત્રણ કરી સંઘને જમાડ્યો. તેટલામાં વળી બીજો મોટો સંઘ આવ્યો. આ સંઘ જમાડતાં સૂર્યાસ્ત થઈ ગયો. વળી સવારે બીજો સંઘ આવ્યો. તે સંઘ જમી રહ્યો ત્યાં ફરી બીજો સંઘ આવ્યો. આમ... સંઘોને જમાડતાં જમાડતાં સૂર્યાસ્ત થયો. આ રીતે... એક, બે, ત્રણ... એમ કરતાં નહિ જમેલા રાજાના સાત દિવસ વ્યતીત થયા.
આટલું થવા છતાં દંડવીર્યરાજાને ભક્તિમાં સ્થિરચિત્તવાળા જાણી દેવ પ્રગટ થયો. રાજાની પ્રશંસા કરી, સાત ચિંતામણિરત્નો આપી સ્વસ્થાને ગયો. આ પ્રસંગથી દંડવીર્યરાજા વિશેષે કરીને શત્રુંજય પ્રત્યે ભક્તિવાળો થયો.
એક અવસરે રાજાને તીર્થયાત્રાએ જવાની ભાવના થઇ. તેથી છ'રી પાલિત સંઘ સહિત જવાની રાજાએ તૈયારી કરી. ૧૬ હજાર રાજાઓ, પાંચ કરોડ શ્રેષ્ઠીઓ, ૨૦ કરોડ મનુષ્યો, ૭૨ કરોડ સ્ત્રીઓ, ૭૦૦ સોનાના જિનાલયો, ૧૧૦૦ રૂપાના જિનાલયો, ૨૦ કરોડ રથ વગેરે સામગ્રી સહિત રાજાએ શત્રુંજય તરફ પ્રયાણ કર્યું.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૩૫૪