________________
શત્રુંજયે પહોંચીને સ્નાત્રપૂજા, ધ્વજારોપણ આદિ ખૂબ ઉલ્લાસપૂર્વક કર્યું. તે સંઘ ત્યાં રહ્યો હતો ત્યારે સંઘના સાત કરોડ પુરુષો અને સાત કરોડ સ્ત્રીઓ ત્યાં મુક્તિ પામ્યા. આવી રીતે સહજમાં સિદ્ધિગતિ પ્રાપ્ત થતી જોઈ દંડવીર્યરાજાએ સિદ્ધક્ષેત્ર’ એવું નામ આપ્યું.
રાજા યાત્રા કરીને પોતાના નગરમાં ગયા. ત્યાં પોતાના પુત્રને રાજય આપી, પોતે સંયમ લીધું. અનુક્રમે કેવલજ્ઞાન પામી સિદ્ધક્ષેત્રમાં મુક્તિ પામ્યા.
સિદ્ધક્ષેત્ર: રાત્રિ ૩ વીર્થરાના II J (૫) “પુંડરીકગિરિ' નામનું આલંબન પુંડરીકસ્વામી
ચાલ આવવું છે ? તો જલ્દી કર.” એક ભાઈ પોતાના મિત્રને કહી રહ્યા છે. ત્યારે મિત્ર પૂછે છે, ક્યાં એ તો કહે.'
અરે ! તને ખબર નથી ? પ્રભુ ઋષભદેવને કૈવલ્યપ્રાપ્તિ થઈ છે. દેવો-દેવેન્દ્રો કેવલજ્ઞાન મહોત્સવ કરવા આવ્યા છે. સમવસરણની રચના થશે. પ્રભુ દેશના આપશે.'
ઓહો..! ચાલ ચાલ હું તૈયાર જ છું.” બંને મિત્રો વિશાળ જનસમુદાયની સાથે સમવસરણ નજીક પહોંચી ગયા અને છેવટે સમવસરણમાં બાર પર્ષદામાં યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયા.
પરમાત્માએ દેશના આપી. અનેક ભવ્યાત્માઓ વૈરાગ્યવાસિત બન્યા. સંયમ લીધું. તેમાં ભરત મહારાજાના પુત્ર ઋષભસેન=પુંડરીકે પણ સંયમ લીધું. પ્રભુએ ત્રિપદી આપી. પુંડરીકનો ક્ષયોપશમ તીવ્ર થયો. દ્વાદશાંગી રચી. પ્રભુએ પ્રથમ ગણધર તરીકે તેમની સ્થાપના કરી. ઋષભસેન ગણધર પુંડરીકસ્વામી તરીકે જ પ્રખ્યાત થયા. પ્રભુ સાથે વિચરવા લાગ્યા.
એક દિવસ પુંડરીકસ્વામીએ પ્રભુને પૂછ્યું... “ભગવન્! મારો મોક્ષ ક્યારે અને ક્યાં થશે ?'
ભગવાને કહ્યું, ‘તારો મોક્ષ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે, શત્રુંજયના સૌથી ઉંચા શિખર ઉપર (તંગ પર્વત પર) પાંચ કરોડ મુનિઓની સાથે થશે.”
આ સાંભળી, પ્રભુની આજ્ઞાઈ પુંડરીકસ્વામી વિચરતા વિચરતા સૌરાષ્ટ્રમાં સિદ્ધગિરિની છાયામાં પધાર્યા. ત્યાં પાંચ કરોડ મુનિઓની સાથે અનશન વ્રત લીધું. ચૈત્રી પુનમના દિવસે કેવળજ્ઞાન પામી એ જ દિવસે નિર્વાણ પામ્યા. દેવોએ આવીને મહોત્સવ કર્યો. ભરત મહારાજાએ ત્યાં પુંડરીકસ્વામીનું જિનભવન બનાવ્યું. ત્યારે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૫