________________
હજી ચંદ્રશેખરનું ચિત્ત ચંદ્રાવતીમાં જ ભમતું હતું. ગમે તે રીતે એ શુકરાજનું રાજય પચાવી પાડવા માંગતો હતો, પણ એનો કોઇ દાવ લાગતો નહિ...!
અંતે એણે ફરી એ જ રસ્તો લીધો. સાધનાની ધૂણી ધખાવી ફરી એ યક્ષરાજની સિદ્ધિ કરવા બેઠો...!
આ વખતની સાધના પણ વાસનાની વેદી પર જ મંડાઈ હતી...! એ જયારે સાધનામાં બેસતો ત્યારે મંત્રદેવને નીચે ઉતાર્યા વિના જંપતો નહિ...!
ત્રણ દિવસની સાધનાને અંતે ફરી એક દેવને એણે વશ કરી લીધો...! દેવે પ્રસન્ન થઈ પૂછ્યું, “ચંદ્રશેખર ! તારે શું જોઈએ છે...? જે જોઇએ તે માંગી લે.'
ચંદ્રશેખરે કહ્યું, “મારે તો જોઇએ છે શુકરાજનું રાજ. એ માટે જ મેં તારી સાધના કરી છે.'
રાજનું ! સિંહની સામે પડી સિંહને કોઈ જીતી શકે.? શુકરાજ તો સમ્યગુષ્ટિ છે. એનું રાજ હરણ કરવાની તાકાત મારામાંય નથી. હા, જરૂર બળથી નહિ પણ કળથી તું એનું રાજ્ય ભોગવી શકે એવો એક ઉપાય બતાવું. જ્યારે રાજા શુકરાજ રાજ્ય છોડી ક્યાંક બહાર ગયો હોય ત્યારે એના રાજયમાં યુક્તિથી પ્રવેશ કરી લેવો. મારા પ્રભાવથી તારું રૂપ બરાબર શુકરાજ જેવું જ થઈ જશે. લોકો સમજશે કે તું પોતે શુકરાજ જ છે.”
આટલું કહી દેવ અદ્રશ્ય થઈ ગયો. ચંદ્રાવતીને પણ ગમે ત્યાંથી આ બધી વાતની ખબર પડી ગઈ. એટલે એ પણ રાહ જ જોતી હતી કે શુકરાજ ક્યારે બહાર જાય ને હું ચંદ્રશેખરની સાથે મનમાની મોજ માણું...!
આ બાજુ ઘણા દિવસથી શુકરાજની ઇચ્છા તીર્થયાત્રાએ જવાની હતી, પણ રાજકાજને છોડી જઈ શકતો નહિ. એમાં એક દિવસ તીર્થયાત્રાએ જવાની એની ઉત્કંઠા ખૂબ જ વધી ગઇ, એટલે કોઇને કહ્યા વિના શુકરાજ પોતાની બે પત્નીઓને સાથે લઈ વિમાનમાં બેસી તીર્થયાત્રા માટે નીકળ્યો.
બરાબર લાગ જોઇ ચંદ્રાવતીએ આ સમાચાર ચંદ્રશેખરને પહોંચતા કરી દીધા.
ચંદ્રશેખર યોગ્ય સમય જોઈ ત્યાં આવી પહોંચ્યો, કે તરત તેનું રૂપ શુકરાજ જેવું થઈ ગયું...!
એણે આવતાંની સાથે... હાહાકાર કરી મૂક્યો... દોડો... દોડો... મારી પ્રિયાનું હરણ કરી કોઈ વિદ્યાધર હમણાં જ અહીંથી આકાશમાં ઊડી ગયો છે.
શુકરાજનો પોકાર સાંભળી બધા મંત્રીઓ વગેરે ત્યાં આવી પહોંચ્યા ને પૂછયું કે... તમને તો વિદ્યાધરે કંઈ કર્યું નથી ને.?
શ્રી શત્રુંજય માહામ્ય સાર ૩૪૯