________________
પાંચમો પ્રસ્તાવ
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચારિત્ર | આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વાણારસી નામે શ્રેષ્ઠ નગરી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા હતા. તેમને વામા નામે રાણી હતી. એક વખત તે વામા રાણી રાત્રિના ચોથા પહોરે સુખશયામાં સૂતાં હતાં. તે સમયે ઉત્તમ સુખની ખાણરૂપ ચૌદ સ્વપ્નો જોયા. ત્યારે ચૈત્રમાસની શુક્લ ચતુર્થીએ પ્રાણત દેવલોકમાંથી ચ્યવીને પાર્શ્વજિનેશ્વરનો જીવ વામા રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે કાળે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો.
ગર્ભસમય પૂર્ણ થતાં પોષ માસની કૃષ્ણ દશમીએ સર્ષના લાંછનવાળા અને નીલવર્ણવાળા પુત્રને વામાદેવીએ જન્મ આપ્યો. પ૬ દિકુમારી દેવીઓએ અને ૬૪ ઇન્દ્રાદિ દેવોએ પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો. બીજે દિવસે સવારે અશ્વસેન રાજાએ પણ હર્ષ ધરીને પોતાના વૈભવ પ્રમાણે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ પાર્થ(પડખે)થી પસાર થતાં સર્પને જોયો હતો. તેથી પિતાએ તેમનું “પાર્થ” એવું નામ પાડ્યું. તારૂણ્યવયમાં પાર્શ્વકુમાર પિતાના આગ્રહથી નરવર્મરાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યાં. • નાગ થયો ધરણેન્દ્ર :
એકવખત શ્રી પાર્શ્વનાથ પ્રભુએ મિથ્યા તપમાં રક્ત કમઠ નામના તાપસને કાઇમાં બળતો સર્પ બતાવી ધર્મનો બોધ કર્યો. અગ્નિજવાલાથી આકુલ - વ્યાકુલ થયેલા સર્પને પ્રાણ ત્યજતી વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન થવાથી અને પાર્થપ્રભુના સેવક દ્વારા નવકાર સાંભળવાથી દેવપણું પ્રાપ્ત થયું. તે ધરણ નામે પાતાલપતિ નાગેન્દ્ર થયો.
આ પ્રસંગ બનવાથી હિંસામિશ્ર કુધર્મને આચરનાર કમઠની લોકો નિંદા કરવા લાગ્યાં. તેથી શ્રી પાર્શ્વનાથ ઉપર રોષ કરતો કમઠ મૃત્યુ પામીને મેઘમાળી નામે અસુર થયો. અનુક્રમે ત્રીશ વર્ષ સંસારીપણે પસાર કરીને લોકાંતિક દેવો દ્વારા વિનંતી કરાયેલાં પ્રભુ સંવત્સરી દાન આપી દીક્ષા લેવા ઉત્સુક થયાં. પોષ માસની કૃષ્ણ – એકાદશીએ દિવસના પ્રથમ ભાગે પ્રભુએ અઠ્ઠમ તપ કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. • કલિકુંડ તીર્થ :
બીજે દિવસે કોપકટક નામના નગરમાં ધન્ય નામનાં ગૃહસ્થનાં ઘેર પ્રભુએ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૭