________________
એક નાનકડા ગામમાં આવી પહોંચ્યા. ત્યાં નાની ઝૂંપડી બાંધી, લાકડા કાપી લાવીને રાજા નિર્વાહ કરવા લાગ્યા. આ રીતે... આઠ વર્ષ પસાર થયા.
એક વખત રાજા જંગલમાં લાકડા કાપવા ગયેલો... ત્યારે ત્યાં પૂર્વની જેમ એક સ્ત્રીને ફરતી જોઇ. તે સ્ત્રી સ્વયં રાજાની નજીક જઇને બોલી, “રાજન્ ! જો તમને ગમતું હોય તો હું તમારા ઘરમાં આવીશ અને તમારું રાજ્ય પણ તમને અપાવીશ.”
રાજા બોલ્યો, ‘પૂર્વે હું એક સ્ત્રી વડે ઠગાયો છું. તેથી તમારી વાતનો વિશ્વાસ કેમ કરું ? અને તમે મને રાજ્યભ્રષ્ટ રાજા કેવી રીતે જાણ્યો ?'
સ્ત્રી બોલી : જે સ્ત્રી વડે રાજય ગુમાવાયું તે તારા કર્મથી દરિદ્રિણી દેવી આવી હતી. હમણાં તો હું તારા પુન્યોદયથી તારા રાજયની અધિષ્ઠાત્રી દેવી તને તારું રાજ્ય પાછું અપાવવા આવી છું. તું તારા નગરમાં પાછો જા અને ગુપ્તપણે ત્રણ મહિના રહે. ત્રણ મહિના પછી શુક્લ પંચમીના દિવસે સાંજના સમયે તારો શત્રુરાજા અપુત્રીયો મૃત્યુ પામશે. તે વખતે તને ત્યાં આવેલો જાણી, તારા મંત્રીઓ તને રાજા બનાવશે.
આ રીતે વિશ્વાસનીય વચનો સાંભળી રાજા પરિવાર સહિત પોતાના નગરમાં ગયો. ત્યાં ગુપ્તપણે ત્રણ મહિના પસાર કર્યા. તે જ સંધ્યાએ શત્રુરાજા મૃત્યુ પામ્યો. આથી રાજા પ્રગટપણે મહેલમાં ગયો. મંત્રીઓએ ઓળખીને ફરી રાજ્ય ઉપર સ્થાપન કર્યો.
રાજ્યાધીન રાજાના આનંદપૂર્વક દિવસો પસાર થતાં હતાં... તેવામાં.. કોઇક જ્ઞાની મુનિ વિચરતાં ત્યાં પધાર્યા. રાજા પરિવાર સહિત તેમને વંદન કરવા ગયા. મુનિની દેશના સાંભળી દેશના અંતે રાજાએ વિનયપૂર્વક કહ્યું, “ભગવન્! કયા કર્મના ઉદયથી મેં રાજય ગુમાવ્યું ?' | મુનિભગવંતે કહ્યું : રાજન્ ! તારો પૂર્વભવનો અપરાધ આમાં કારણ છે. તું પૂર્વભવે ભીમ નામે ક્ષત્રિય હતો. કોઈ સ્ત્રીનું એક રત્ન તે ચોરી લીધું હતું. પછી દયા આવવાથી પાછું આપ્યું. વચ્ચે આઠ પ્રહર પસાર થયા. તેનાથી બંધાયેલ કર્મના ઉદયે આઠ વર્ષ સુધી તું રાજયભ્રષ્ટ રહ્યો. તે સ્ત્રી મૃત્યુ પામીને તારો શત્રુરાજા સિંહરથ થયો. ભીમ ક્ષત્રિય મરીને તું મદન રાજા થયો છે.
પૂર્વભવ અને કર્મનો વિપાક સાંભળીને મદન રાજા વૈરાગ્ય પામ્યો. પોતાના પુત્રને રાજય ઉપર બેસાડી એ જ મુનિભગવંત પાસે દીક્ષા લીધી. અંતે અનશન કરી દેવલોકમાં ગયા.
હવે સૂર રાજા થયો. તે કુસંગના દોષથી સાતે વ્યસને પૂરો થયો. એમાં પણ શિકારનો વિશેષ વ્યસની થયો. એક વખત એક ભૂંડનો શિકાર કરતાં, ભૂંડે રાજાને સામો પ્રહાર કર્યો અને જોરદાર બચકું ભર્યું. તેનાથી રાજાને ભયંકર, રસી ઝરતો
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૪૦