________________
પરિશિષ્ઠ
શ્રી શગંજય ગિરીરાજનાં ગુણગર્ભિત સાન્વર્થ ૨૧ નામોનાં | ઉંડા પેટાળમાં કયા કારણો હતા ? તે અંગે બનેલા પ્રસંગો
| (૧) “વિમલગિરિ' નામનું આલંબન સૂરરાજા.
(આ દૃષ્ટાંતો પૂ. મહોદયસાગરજી મ. સંકલિત શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ ભાષાંતર ભાગ-૧ના આધારે ઉદ્ધરેલા છે.) લીલી હરિયાળીવાળું સુંદર ઉપવન છે. ચારેબાજુ વનરાજી ખીલી છે. વાતાવરણ ખૂબ આલ્હાદક છે... આવા વાતાવરણમાં ક્રીડા કરવાની ઇચ્છા સહજ ઉદ્ભવે જ. આથી રાજા ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા છે.
આ ઉદ્યાન છે પાપુરનગરનું.. ! ત્યાંના રાજા છે મદનદેવ ! તેમને પ્રેમવતી નામે રાણી છે અને સૂર નામે રાજકુમાર છે. રાજા ક્રીડારસમાં નિમગ્ન છે... એ સમયે તેમણે શ્વેત વસ્ત્રવાળી એક સ્ત્રી જોઈ. આશ્ચર્યચકિત થયેલા રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, “હે શુભૂ...! તમે કોણ છો ?'
તે સ્ત્રી બોલી, ‘તમારે પ્રયોજન છે ?” રાજા બોલ્યો, “હું રાજા છું, તેથી સર્વને શરણ આપું છું.”
સ્ત્રી બોલી, “સારું.. તો આવતી કાલે હું તમારા મહેલે આવીશ.'
રાજા ક્રિીડા કરીને મહેલે પાછો ગયો. બીજે દિવસે સવારે નિત્યકર્મમાંથી નિવૃત્ત થયો ત્યાં તો... સમાચાર આવ્યા કે શત્રુ રાજા સિંહરથ ચડાઈ કરવા આવે છે. રાજાએ યુદ્ધની તૈયારી કરી. પરંતુ... નગર બહાર જોતાં જ ખ્યાલ આવ્યો કે શત્રુસૈન્ય ઘણું અને બળવાન છે. તેથી, “જીવતો નર ભદ્ર પામે' એ ઉક્તિ વિચારી રાજાએ ગુપ્ત રીતે ત્યાંથી નીકળી જવા વિચાર્યું.
પોતાનો નિશ્ચય મંત્રીઓને જણાવી, પત્ની, પુત્ર અને થોડા રત્નો વગેરે સારભૂત સામગ્રી લઈ રાજા નગરના ગુપ્ત દ્વારેથી જંગલમાં જતો રહ્યો. સિંહરથ રાજાએ સ્વામીથી શૂન્ય નગર જોઈ હર્ષથી રાજસિંહાસન શોભાવ્યું.
જંગલમાં આગળ વધતો રાજા અનુક્રમે એક પલ્લી પાસે પહોંચ્યો. એટલામાં ચારે બાજુથી ભીલ લોકોએ તેને ઘેરી લીધો અને રાજાનું સર્વ ધન લૂંટી લીધું. રાજારાણી અને કુમાર જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યા. આગળ જતાં ઉમાપુર નામે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૯