________________
કોઢ થયો. જેમ જેમ રાજા દવા કરે છે તેમ તેમ રોગ વધુને વધુ વિસ્તરે છે. આખરે રોગથી કંટાળેલો રાજા બળીને મરવા તૈયાર થયો. તેથી તે સ્મશાન તરફ ચાલ્યો. સ્મશાન નજીક તેને કોઇક જ્ઞાની મુનિ મળ્યા. મુનિ ભગવંતે કરુણાળુ હૈયે રાજાને કહ્યું, “રાજા ! તું આમ મર નહિ.”
રાજા બોલ્યો : હું કોઢથી પીડાયેલો છું, તેથી એક ક્ષણ પણ જીવવા માંગતો નથી. જો મારા શરીરમાંથી કોઢ જાય તો જ મારે જીવિત છે, નહિ તો મારે મરણને શરણ છે. | મુનિભગવંત બોલ્યા : ચૈત્રીપૂર્ણિમાના દિવસે સવારે શત્રુંજયમાં જઇને મનોહર એવા ચંદ્રકુંડના પાણી વડે સ્નાન કરીને, રાયણના ઝાડ નીચે રહેલી માટી શરીર ઉપર લગાડવી અને હંમેશા શ્રી યુગાદિદેવનું ધ્યાન કરવું. તો પંદરમા દિવસે અવશ્ય તારો કોઢ દૂર થશે.
મુનિભગવંતની વાત સાંભળી હર્ષિત થયેલો રાજા તત્કાળ ત્યાંથી શત્રુંજયગિરિએ ગયો અને મુનિએ કહ્યા પ્રમાણે સર્વ વિધિપૂર્વક ભાવથી કર્યું. આથી તેનો દેહ વિમલ=નિર્મલ થયો. તે જોઈ આનંદિત થયેલા રાજાના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે આ તો શત્રુંજયગિરિ નહિ પણ વિમલગિરિ છે... અર્થાત્ આને વિમલગિરિ પણ કહી શકાય.
ત્યારબાદ સૂર રાજાએ હજારોની સંખ્યામાં સંઘ સહિત આવીને સેંકડોવાર તીર્થયાત્રા કરી. શત્રુંજયની યાત્રા કરતાં કરતાં પોતાનું ઘણું ખરું દુષ્કર્મ ક્ષય કર્યું. અંતે વૈરાગ્યવાસિત થઇ પોતાના પુત્રને રાજય સોંપી શત્રુંજય ઉપર આવી અતિદુષ્કર તપ કર્યું. તીવ્ર તપ કરતાં સૂરરાજર્ષિ કેવલજ્ઞાન પામ્યા અને ત્રણ હજાર સાધુઓ સહિત સુરમુનિ વિમલગિરિ ઉપર જ મોક્ષે ગયા.
એ રૂત્તિ વિમન્નરઃ નાગ સૂરVIનાથા છે | (૨) મુક્તિનિલય નામનું આલંબન વીરસેનરાજા (૧) પધા, (૨) રામા, (૩) રમા, (૪) લક્ષ્મી, (૫) કમલા, (૬) વિમલા, (૭) અચલા અને (૮) શ્રીમતી આ આઠ રાજકુમારીઓ એક ઉદ્યાનમાં ભેગી મળી હતી. આ આઠે આઠ અત્યંત બુદ્ધિશાળી હતી. તે બધી જ પરસ્પર બહેનો હતી. પદ્મપુર નગરના રાજા વૈરિસિંહને ચંદ્રલેખા વગેરે આઠ રાણીઓ હતી. તે દરેકે એક એક પુત્રીરત્નને જન્મ આપ્યો હતો. પૂર્વભવના સ્નેહને લીધે અથવા સમાન સ્વભાવના કારણે તે આઠેને પરસ્પર અતિપ્રેમ હતો. તેઓ આખો દિવસ વિદ્ધગોષ્ઠીમાં સમય પસાર કરતી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૧