________________
લક્ષ્મી ચાલી જશે. દ્રવ્ય જવા છતાં તેમાંથી સત્ત્વ કદી જશે નહીં. ‘પુરુષોને મનવાંછિત સર્વ ક્રિયા સત્ત્વથી જ સાધ્ય થાય છે.' અલ્પ (સામાન્ય) વેષ ધરનારો, અલ્પ (નાના) ગૃહમાં રહેનારો અને અલ્પ દ્રવ્યવાળો થવા છતાં ભાવડ ધર્મમાં અનલ્પ ભાવ ધરીને નાની દુકાન કરીને દ્રવ્ય ઉપાર્જન કરશે. દરરોજ ત્રિકાલ જિનપૂજન ગુરુમહારાજને વંદન અને બંને સંધ્યાએ પ્રતિક્રમણ કરતો હશે.
એક વખત કોઈ મુનિઓ વિહાર કરતાં તેને ઘેર આવી ચડશે. ત્યારે ભાવલા શ્રાવિકા તેઓને દ્રવ્ય મળવા સંબંધી પ્રશ્ન કરશે. તેઓમાંથી એક મુનિ જ્ઞાનથી જાણીને તેને કહેશે કે, “આજે એક ઘોડી વેચાવા આવશે તે ખરીદવી. તેનાથી તમને બહુ ધનની પ્રાપ્તિ થશે.' આ કથન સાવદ્ય છે. તો પણ પરિણામે બહુ શુભનું હેત હોવાથી અમે કહ્યું છે. કેમ કે તે દ્રવ્યથી તમારો પુત્ર શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરનારો થશે.”
મુનિનાં આવાં વચન સાંભળીને ભાવલા ઘેરથી હાટે આવીને ઘોડી વેચનાર પુરુષને જોઈને પોતાના પતિને મુનિનું વચન કહેશે. એટલે ભાવડ કેટલાંક રોકડ અને કેટલાંક ઉધાર દ્રવ્યથી તે ઘોડીને ખરીદશે. અનુક્રમે સગર્ભા થયેલી તે ઘોડી સમય આવતાં સર્વલક્ષણોથી લક્ષિત અશ્વ કિશોરને જન્મ આપશે. તે અશ્વ કિશોર ત્રણ વર્ષનો થતાં લોકોના કહેવાથી રાજાની સ્પૃહાનું પાત્ર થશે. પછી તપન નામે રાજા ઉત્સુક થઈ પોતે જ ભાવડને ઘેર આવી ત્રણ લાખ દ્રવ્ય આપીને તે અશ્વ લઈ જશે. ભાવડ તે દ્રવ્યથી ઘણી ઘોડીઓનો સંગ્રહ કરશે. તે ઘોડીઓ તેવા તેવા અશ્વરત્નોને પ્રસવનારી થવાથી અશ્વો અનુક્રમે શુભલક્ષણવાળા થશે. • ભાવને મધુમતી નગરીની પ્રાપ્તિ :
તે સમયે વિક્રમ રાજાને સર્વના અધિપતિ જાણી ભાવડ તે એકવર્તી ઘોડાઓને લઇને વિક્રમ રાજા પાસે જઈ, તેને ભેટ કરશે. તેની અપૂર્વ ભેટથી વિક્રમ રાજા સંતોષ પામીને તેને સૌરાષ્ટ્ર દેશમાં બીજા બાર નગર સાથે મધુમતી (મહુવા) નગરી ભેટ આપશે. તેથી સામૈયાપૂર્વક ભાવડ શ્રેષ્ઠી લોકોના વૃંદથી અને અશ્વોના સમૂહથી પરિવરેલો પોતાની મધુપુરીમાં પ્રવેશ કરશે. તે જ સમયે તેની સ્ત્રી ભાવલા શુભલક્ષણથી પરિપૂર્ણ એક પુત્રને જન્મ આપશે. પુત્ર જન્મની વધામણી સાંભળીને ભાવડ દીનજનોને પુષ્કળ દાન આપી, દયા વડે સંતુષ્ટ કરશે. પછી ભાવડ તે પુત્રનું પોતાના ગોત્રને મળતું જાવડ એવું નામ પાડશે.
એક વખત નિમિત્તિયાએ બતાવેલા શુદ્ધ પૃથ્વી ભાગ ઉપર પોતાના વૈભવના ઉદયથી ભાવડ તે પુત્રના નામથી એક નગરી વસાવશે. “પુણ્યથી ઇષ્ટ ફળ થાય છે અને પુણ્યને આપનારા જિનેશ્વરો છે. તેમાં પણ મહાવીર ભગવંત નજીકનાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૨૨