________________
પાછા વળતાં માર્ગમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમીને પુનઃ કાશીનગરીમાં આવ્યો. ત્યાં તેણે અનેક ચૈત્યો બંધાવ્યાં.
શ્રી પાર્શ્વનાથ પરમાત્માનો પરિવાર અને મોક્ષગમન :
પૃથ્વી પર વિહાર કરતાં પ્રભુને વીશ હજારને નવસો સાધુઓ, આડત્રીસ હજાર સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખને સિત્યોતેર હજાર શ્રાવિકાઓનો સ્વહસ્તે ધર્મ પામેલો પરિવાર હતો. અનુક્રમે સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં એક માસના અનશનથી નિઃશેષ કર્મનો ક્ષય કરી, તેત્રીશ મુનિઓની સાથે અષાઢ માસની શુક્લ અષ્ટમીએ અનુરાધા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. હસ્તિસેન રાજા પણ પોતાનાં પુત્ર મહારથનાં શિરે રાજ્યભાર મૂકી, દીક્ષા લઇ શત્રુંજયગિર ઉપર મુક્તિ પામ્યાં.
શ્રી મહાવીર પ્રભુ ઇન્દ્રને કહે છે, ‘હે ઇન્દ્ર ! આ અવસર્પિણી કાળમાં અત્યાર સુધી આ તીર્થમાં સિદ્ધિપદ પામેલા મુનિઓ અને તીર્થોદ્ધાર કરનારા સંઘપતિઓ જે થઇ ગયા છે. તેઓમાંના મુખ્ય મુખ્ય મેં તને કહી બતાવ્યાં. હવે મારા પછીના દુઃષમ પંચમકાળમાં જે થનારા છે તે પુણ્યશાળીઓનું વર્ણન મારી પાસેથી ભાવપૂર્વક તું સાંભળ.
આ શત્રુંજય ગિરિરાજનું ચરિત્ર શ્રોતા અને વક્તાને ત્રણ પ્રકારની શુદ્ધિ વડે બુદ્ધિને વધારનારું, અજ્ઞાનરૂપ અંધકારને ભેદનારું, રોગ, દારિદ્રય, વિષ અને અપમૃત્યુને શમાવનારું, તેમજ સર્વ કર્મને હણનારું છે. તે સાંભળવાથી પ્રાણીઓ મોક્ષ મેળવે છે. • તેરમા ઉદ્ધારક : જાવડશા
રક : જાવડશા .
શ્રી મહાવીર પ્રભુ ઇન્દ્રને કહે છે કે, ‘વૈભારગિર પર અમને વંદન કરવા આવેલાં શ્રેણિકરાજા અમારા વચનથી આ તીર્થની યાત્રા કરીને આ મહાતીર્થ ઉપર અને પોતાના નગરમાં ચૈત્યો કરશે તથા હે ઇન્દ્ર ! અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ ગયા પછી પાંચમા આરાનો પ્રવેશ થશે. ત્યાર પછી ચારસો છાસઠ વર્ષ અને પીસ્તાલીશ દિવસે વિકમાર્ક રાજા આ પૃથ્વી પર રાજ્ય કરનારો થશે. તે સિદ્ધસેનસૂરિના ઉપદેશથી અત્યંત પરોપકારી જીવન જીવશે અને સર્વ દેશને ઋણમુક્ત કરશે. તેથી તેના નામનો સંવત્સર પ્રવર્તશે. (અર્થાત્ હમણાં જે વિક્રમ સંવત ચાલે છે તે.)
જાવડશાનું ચરિત્ર :
તે સમયે કાંપિલ્યપુર નામના નગરમાં વ્યાપારીઓમાં શિરોમણી ભાવડ નામે એક શ્રેષ્ઠિ થશે. શીલને ધરનારી ભાવલા નામે તેને સ્ત્રી થશે. શ્રાવકધર્મને પાળતાં તે બંનેના સુખમાં દિવસો પસાર થશે. પછી અચાનક અશુભના ઉદયથી તેના ઘરમાંથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૧