________________
પ્રભુનું નવીન બિંબ પ્રાસાદની અંદર રહો અને પૂર્વબિંબની સાથે તમે પણ સ્થિર થાઓ. ત્યારબાદ પહેલાં નવા મૂળનાયકના બિંબને નમસ્કાર, સ્નાત્રપૂજા, અભિષેક, ધ્વજ અને આરાત્રિક મંગળ કરીને પછી પૂર્વબિંબને પણ એ પ્રમાણે ક૨શે.
ત્યારબાદ તેઓ કહેશે કે આ મુખ્ય મૂળનાયકની જ આજ્ઞા સદા સ્થિર થાઓ. આ રીતે સ્થાપિત કરેલા મૂળનાયકની મર્યાદાને જે તોડશે તેનાં મસ્તકને કપર્દી યક્ષ ભેદી નાંખશે. આવી શુભ પરિણામવાળી આજ્ઞા કરીને વજસ્વામીજી પૂર્વના સર્વ અધિષ્ઠાયક દેવતાઓને સ્વસ્થ ક૨શે. પછી જય જય ધ્વનિપૂર્વક મંગળ વાંજિત્રોના નાદ સહિત પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ થશે.
તે વખતે સંઘપતિ જાવડશા સ્ત્રી સહિત ધ્વજા ચડાવવા માટે તે પ્રાસાદના અગ્રભાગ ઉપર ચડશે. તે વખતે ત્યાં રહીને ‘અહો ! આ સંસારમાં હું ધન્ય છું. મારું ભાગ્ય અદ્ભૂત છે. જેથી અન્યને મહાદુષ્કર અને નિર્દોષ એવો તીર્થના ઉદ્ધારનો લાભ મને મળ્યો. તેમાં પણ મારા ભાગ્યથી લબ્ધિવાળા સંસાર સમુદ્રમાંથી તારનારા અને વિઘ્નના સમૂહને હરનારા શ્રી વજસ્વામીજી જેવા મને ગુરુ મળ્યાં. વળી જેનું બાહુબલિએ ધ્યાન કરેલું છે, તે મહાપ્રાભાવિક પ્રભુનું બિંબ મને પ્રાપ્ત થયું. આજે મારો જન્મ સફળ થયો. હવે તો આ સંસા૨વાસ છોડી, જિનધ્યાનમાં પરાયણ થઇ હું સર્વ કર્મ ખપાવવામાં જ પુરુષાર્થ કરીશ.' આ પ્રમાણે જાવડ સંઘપતિ અને તેની સ્ત્રીનું શુભ ભાવનાથી ચિંતન કરતાં અત્યંત હર્ષઉલ્લાસ સહિત આયુષ્ય પૂર્ણ થવાથી હૃદય બંધ પડતાં તેઓ ત્યાં જ મૃત્યુ પામી ચોથા દેવલોકમાં જશે. ત્યાં રહેલાં તીર્થરક્ષાને કરનારા, વ્યંતર દેવતાઓ તે બંનેના ઉત્તમ દેહને લઇને ક્ષીરસાગરમાં નાંખશે. તે જાવડ સંઘપતિ ત્યાં દેવલોકમાં રહ્યો પણ શુદ્ધ મન, વચન, કાયાથી શત્રુંજય મહાતીર્થનું સ્મરણ કરશે અને તીર્થનો મહિમા વિસ્તા૨શે.
આ બાજુ સંઘપતિ જાવડનો પુત્ર જાજનાગ અને સર્વ સંઘ તે બંનેને નહીં જોવાથી ઘણો ખેદ પામશે. પછી ચક્રેશ્વરી દેવી આવીને તેમને હર્ષદાયક વૃત્તાત જણાવી અત્યંત આનંદ પમાડશે. પછી જાજનાગ ગુરુમહારાજનાં કહેવાથી સંઘને લઇને રૈવતાચલ પ્રમુખ તીર્થોએ જઇ જિનેશ્વર દેવોને હર્ષથી વંદન કરશે તથા સર્વ ઠેકાણે ચૈત્યો કરાવીને સર્વ કાર્યોમાં પિતાનો આચાર પાળશે. વિક્રમાદિત્યની પછી એકસો આઠ વર્ષે જાવડ સંઘપતિનો આ રીતે શત્રુંજય મહાતીર્થ ઉપર આ ઉત્તમ ઉદ્ધાર થશે. (ઇતિ ત્રયોદશમો ઉદ્ધાર:)
ત્યારબાદ કેટલોક કાળ ગયા પછી બૌદ્ધ લોકો રાજાઓને બોધ કરી બીજા ધર્મનો લોપ કરાવી જગતમાં પોતાનો ધર્મ સ્થાપન કરી સર્વ તીર્થોને પોતાને આધીન શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૮