________________
કરવું. (૩) ભૂમિસંથારો કરવો. (૪) દરરોજ પાંચ વિગઇનો ત્યાગ અને (૫) સ્નાન આદિ શંગારનો ત્યાગ.”
ખરેખર જગતમાં ત્યાગ વિના સિદ્ધિ નથી. સમરાશાએ હવે કાર્યસિદ્ધિ માટેનાં ચક્રો ગતિમાન કર્યા. “કપરા સમયમાં સચવાય નહિ એ દષ્ટિએ વસ્તુપાલવાળી શિલા બહાર કાઢવાની ગુરુદેવે ના કહી. સમરાશા પ્રભુની પ્રતિમાને કાજે શિલા લેવા ત્રિસંગમપુર ગયા. ત્યાંના શિવભક્ત રાજા મહીપાલને ભેટશું ધરીને મિષ્ટવાણીથી પ્રસન્ન કર્યો. રાજા મહીપાલે અનુજ્ઞા આપી. “હે શ્રેષ્ઠિ ! તમને જે પસંદ આવે તે આરસ લઈ જાવ.'
સમરાશા મમ્માણી આરસની ખાણ પાસે ગયા. કારીગરો પાસે જે જે શિલા કઢાવે તે તે કિંચિત ખંડિત નીકળે. આખરે તેમણે અઠ્ઠમ તપ કર્યો. શાસનદેવ પ્રત્યક્ષ થયા. ખાણમાંથી જે શિલા નીકળી તે સ્ફટિક સંદેશ સુંદર હતી. તે શિલા કાઢનાર કારીગરને સમરાશાએ સોનાનું કડું – રેશમી વસ્ત્રો ભેટ આપ્યાં. વીશ બળદ જોડેલા ગાડામાં તે શિલા પધરાવી તે પાલીતાણા તરફ ચાલ્યા.
અવિરત પ્રયાણ કરતાં વચમાં કુમારસેના નામે ગામ આવ્યું. ત્યાં તે ગાડું ચાલતું નથી. શાસનદેવીએ સ્વપ્નમાં કહ્યું : “સમર ! અહીં બાજુમાં ઝાંઝા નામે ગામ છે. તેની અધિષ્ઠાત્રી ઝાંઝાદેવી છે. તેનું પૂજન કરી ત્યાં એક ગાડું બે બળદયુક્ત પડ્યું છે. તેમાં આ શિલા પધરાવી લઈ જા.” સમરાશાએ પ્રભાતે તે પ્રમાણે કર્યું. ગાડું વાયુ વેગે ચાલે છે. ગામે ગામ શિલાનાં પૂજન થાય છે અને અનુક્રમે પાલીતાણા આવે છે. ૮૪ માણસો તે શિલાને શત્રુંજય પર ચડાવે છે.
ત્યાર બાદ ઉત્તમ કારીગરોને તેની પ્રતિમા ઘડવાનું કામ સોંપ્યું. ગુરુદેવે મોકલેલ શિલ્પશાસ્ત્રના જાણકાર મુનિવર્ય શ્રી બાલચંદ્રજી ખડે પગે તેનું ધ્યાન રાખે છે. એક બાજુ પ્રતિમા ઘડાય છે. બીજી તરફ મંદિરોનાં સમારકામ ચાલે છે અને એક સુવર્ણ પ્રભાતે સમરાશાને સમાચાર સાંપડ્યા : “જીર્ણોદ્ધાર અને પ્રતિમા ઘડતર પૂર્ણ થયાં છે.' તે સમાચાર લાવનારને પ્રસન્નતાથી સમરાશાએ સુવર્ણની જીભ અને કડાં ભેટ આપ્યાં. સૂરિ મહારાજ પાસે જઈ પ્રતિષ્ઠાનું મંગલ મુહૂર્ત કઢાવ્યું. સં. ૧૩૭૧ના મહા સુદ ૧૪ ને સોમવાર પુષ્ય નક્ષત્રનો દિવસ આવ્યો.
ત્યાર બાદ સમરાશાએ વિશાલ સંઘમુક્ત વિશાલ આચાર્યાદિ પરિવાર યુક્ત પોષ સુદમાં પ્રયાણ કર્યું. તે સંઘની રક્ષા કાજે અલપખાને પોતાના ચોકીદારો મોકલ્યા. તે સંઘમાં પ00 તો આચાર્ય ભગવંતો હતા. દરેક ગચ્છના મુખ્ય આચાર્યનાં નામ પણ ઉપલબ્ધ થાય છે. સૌથી આગળ આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી યુથાધિપતિ સમાન ચાલતા હતા. તે પછી શ્રી રત્નાકરસૂરિજી, શ્રી દેવસૂરગચ્છના પદ્માચાર્ય
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૩૫