________________
સંઘપતિ જાવડ ! તમને સ્ત્રી સહિત આદિનાથ પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરી અને પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરી, પ્રતિમાના રથની નીચે તેના ચક્રની પાસે પ્રતિમાને સ્થિર કરવા માટે સૂઇ જાઓ. તે મિથ્યાત્વી દેવો સમર્થ છતાં પણ તમને જરાપણ ઉલ્લંઘી શકશે નહીં અને અમે બાળક-સ્ત્રી આદિ સર્વ સંઘ સહિત આદિનાથ ભગવાનનું સ્મરણ કરતાં પ્રાતઃકાળ સુધી કાયોત્સર્ગ કરીને રહીશું. આવા ગુરુમહારાજના વચન સાંભળી સર્વ લોકો પોતપોતાના કાર્યમાં ત્વરા કરશે અને વજ્રસ્વામી ધ્યાનમાં નિશ્ચળ થઇને રહેશે. પછી શબ્દ સાથે ફુંફાડા મારતા તે પાપી અસુરો ત્યાં આવશે પણ ધ્યાનના પ્રભાવથી કોઇ રીતે પ્રવેશ કરી શકશે નહીં. પ્રાતઃકાળે સૂર્યનો પ્રકાશ થશે. એટલે પુણ્ય પ્રકાશક વજસ્વામી ધ્યાન પૂર્ણ કરીને જોશે ત્યારે પ્રતિમાને હેમખેમ દેખશે. તેથી મંગળ વાંજિત્ર વગાડતા સર્વ યાત્રાળુઓ અત્યંત હર્ષથી તે પ્રતિમાજીને પ્રાસાદમાં લઇ જશે. પછી વજસ્વામી, સંઘપતિ, તેની પત્ની, સંઘ સહિત ચૈત્યમાં પ્રવેશ કરી યત્નપૂર્વક સર્વત્ર અશાતના દૂર કરીને આખા ચૈત્યને શુદ્ધ કરશે. પછી દુષ્ટ દેવતાઓના નાશ માટે વજ્રસ્વામી સર્વઠેકાણે, વાસક્ષેપથી મંત્રિત અક્ષતોને નાંખીને શાંતી કરશે.
જાવડશા દ્વારા નવા આદિશ્વર દાદાની પ્રતિષ્ઠા :
આ બાજુ પ્રથમનો જે મિથ્યાત્વી કપર્દી યક્ષ હતો તે કેટલાક અસુરો સહિત અનર્થ કરવાની ઇચ્છાએ કોપ કરીને પ્રથમની મૂર્તિમાં અધિષ્ઠિત થઇ રહેશે. જીર્ણ થયેલી આ મૂર્તિને બહાર કાઢીને સાથે લાવેલી નવીન મૂર્તિને અંદર સ્થાપિત કરું. એવી બુદ્ધિથી જાવડ સંઘપતિ પ્રથમની મૂર્તિ બહાર લઇ લેશે. તે વખતે શ્રી વજ્રસ્વામીએ મંત્રથી સ્થંભિત કરેલો અસુર સમૂહ તેને ઉપદ્રવ કરવાને અશક્ત થઇ દારુણ સ્વરે પોકાર કરશે. તેના ધ્વનિથી સર્વ ખેચરો ભય પામીને દૂર નાસી જશે. પૃથ્વી, પર્વતો સહિત કંપાયમાન થશે. સમુદ્રમાં તરંગો ઉછળશે. એ ગિરિરાજના પણ દક્ષિણ અને ઉત્તરમાં બે વિભાગ થઇ જશે. માત્ર વજસ્વામી, જાવડ અને તેની પત્ની વિના બીજા સર્વે મરેલાની જેમ જમીન પર આળોટતા અચેતન જેવા થઇ જશે. આ પ્રમાણે તે અવસરે ત્યાં સર્વ લોકોની તેવી સ્થિતિ જોઇ વજસ્વામીએ પ્રતિબોધેલો નવો કપર્દી યક્ષ હાથમાં વજ્ર લઇ અસુરોનો અત્યંત તિરસ્કાર કરતો તે અસુરોની ઉપર આક્રમણ કરશે. તેને જોઇ પૂર્વનો કપર્દી યક્ષ ત્યાંથી નાસીને સૌરાષ્ટ્રના દક્ષિણ સમુદ્રના તીર ઉપર આવેલા ચંદ્રપ્રભાસ તીર્થની અંદર જઇ બીજું નામ ધારણ કરીને રહેશે. પછી વજસ્વામી લોકોને શુદ્ધિમાં લાવવા માટે પ્રથમની પ્રતિમાના અધિષ્ઠાયકોને ઉદ્દેશીને શાંત વાણીથી આ પ્રમાણે કહેશે કે, ‘જાવડે લાવેલું શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૨૭