________________
પરમાત્રથી પારણું કર્યું. ત્યાંથી વિહાર કરતાં પ્રભુએ કલિગિરિમાં કુંડ જેવા સરોવરનાં કાંઠે કાદંબરી અટવીમાં કાયોત્સર્ગ કર્યો. ત્યાં મહીધર નામે એક હાથી જળ પીવા માટે આવ્યો. પ્રભુને જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થવાથી તે પ્રભુની સેવા કરવા આવ્યો. ત્યાં પ્રભુને ન જોવાથી તે મૂચ્છ પામી ગયો. તે રાજાને મૂચ્છિત જોઈ તેની પ્રીતિને માટે દેવતાઓએ ત્યાં પ્રભુની નવ હાથ પ્રમાણ પ્રતિમા સ્થાપન કરી. અંગદેશના રાજાએ હર્ષ પામીને ત્યાં મોટો પ્રાસાદ કરાવ્યો. મહીધર હસ્તી કાળયોગે મૃત્યુ પામીને વ્યંતર દેવ થયો. તે દેવ અને બીજા દેવતાઓ તે પ્રતિમાનું ધ્યાન કરનારા પુરુષોની મનોકામના પૂરવા લાગ્યા. ત્યારથી એ તીર્થ કલિકુંડ એવા નામે વિખ્યાત થયું. તેથી કલિગિરિમાં તે કુંડને કાંઠે રહેલી જગતસ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના જે દર્શન કરે છે અને પ્રીતિથી પૂજે છે તેનું સર્વ પ્રકારનું ઇચ્છિત થાય છે. • અહિચ્છત્રા નગરી :
એ પછી પાર્શ્વનાથ પ્રભુએ શિવપુરીના કૌશાંબક નામના વનમાં કાયોત્સર્ગ ર્યો. ત્યાં ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. આ પ્રમાણે કરવાથી મારો ભવતાપ નાશ પામશે. એવું ધારી નાગેન્દ્ર પ્રભુની ઉપર આતપ નિવારે તેનું પોતાની ફણાનું છત્ર કર્યું અને તેના અંતઃપુરની સ્ત્રીઓએ આવીને પ્રભુની આગળ સંગીત કર્યું. ત્યારથી તે નગરી અહિચ્છત્રા નામે પ્રસિદ્ધ થઈ. “જ્યાં જ્યાં મહાપુરુષો વિચરે છે તે તે સ્થલો પ્રખ્યાતિ પામે છે.”
ત્યાંથી પ્રભુ રાજપુરમાં કાયોત્સર્ગ કરીને સ્થિર રહ્યાં. ત્યાં રાજા ઈશ્વરે આવીને અતિ હર્ષથી પ્રભુને વંદન કર્યું તથા પોતાનો પૂર્વભવ જાણીને રાજાએ ત્યાં મોટો પ્રાસાદ કરાવ્યો. તેમાં ઇશ્વર રાજાએ પોતાના પૂર્વભવની કૂકડાની મૂર્તિ કરાવી. તેથી એ તીર્થ કુર્કટેશ્વર નામથી પ્રખ્યાત થયું. તે તીર્થની નજીકમાં રહેલા દેવો તે તીર્થનું સાંનિધ્ય કરે છે અને તે તીર્થ ધ્યાન કરનારા પ્રાણીઓનાં મનોરથ પૂરે છે. • કમઠાસુરનો ઉપસર્ગ અને ધરણેન્દ્રની ભક્તિ :
ત્યાંથી આગળ ચાલતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ કોઇ નગરની પાસેના તાપસના આશ્રમની નજીક કાયોત્સર્ગ ધરીને રહ્યાં. તે સમયે કમઠ અસુર ત્યાં આવી છલ શોધીને પ્રભુને ઉગ્ર ઉપસર્ગો કરવા લાગ્યો. દીપડો, હાથી, સિંહ, વેતાળ, સર્પ અને વીંછીના ઉપસર્ગથી જયારે પ્રભુ ક્ષોભ પામ્યા નહીં ત્યારે તેણે આકાશમાં મેઘ વિકવ્યો. વૃક્ષોને ઉખેડી નાંખતો, પાષાણોને ઉડાડતો, દુઃસહ વાયુ વા વા લાગ્યો અને વિદુર્વેલો મેઘ પ્રભુને ક્ષોભ કરવા માટે મહાનિષ્ફર ગર્જના અને વિજય સાથે પોતાની ધારાઓથી વર્ષવા લાગ્યો. તેથી અંધકારની જેમ સર્વ તરફ પ્રસરેલું જળ ખાડાઓમાં, ખીણોમાં,
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૧૮