________________
હું આ પાપને દૂર કરીશ અથવા આવી વ્યર્થ ચિંતા કરવી શા કામની છે ? આ અપરાધમાં આ સ્થિતિ પામેલા મને શ્રી નેમિનાથ પ્રભુનું જ શરણ હો.” • પ્રતિમા પ્રાપ્તિ માટે અંબિકાદેવી સાથે રત્નશ્રેષ્ઠીનું ગમન :
આ પ્રમાણે વિચારી, બધા લોકો વારશે તો પણ એ રત્ન શેઠ સત્વવાનું થઈ મારું સ્મરણ કરી, દઢ આસને નિરાહાર થઈને બેસશે. તેવી રીતે નિરાહાર થઈને બેસતા અને ઉપસર્ગમાં પણ નહીં કંપતા એ રત્ન વણિકની પાસે એક માસે અંબિકા આવશે. અંબિકાના દર્શનથી તે રત્નશેઠ ઊભો થશે. અંબિકા તેને કહેશે, “વત્સ ! તું ખેદ કેમ કરે છે? તું ધન્ય છે. કેમ કે તે યાત્રા કરાવીને આ સર્વ પ્રાણીઓને પુણ્યવાન કર્યા છે. આ પ્રતિમાનો પ્રાચીન લેપ બગડી જવાથી પ્રતિવર્ષ નવીન લેપ થયા કરે છે. અહીં જ એમનું પ્રતિષ્ઠા સ્થાન છે અને તેનો શંકુ અભંગ રહેલો છે. માટે ફરીવાર લેપ કરાવીને તું તેની પ્રતિષ્ઠા કરાવ.'
ત્યારે રત્નશેઠ કહેશે, “માતા ! પૂર્વે મૂર્તિના ભંગથી હું તો પાપી થયો જ છું. હવે તમારી આજ્ઞાથી હું નવો લેપ કરાવીશ, પણ મારી જેમ બીજો કોઈ અજ્ઞાની આવશે તો તેનો ધ્વંસ કરી નાખશે, માટે હે માત ! પ્રસન્ન થઈને કોઈ અભંગ મૂર્તિ મને આપો કે જેથી જળસ્નાનથી પૂજા કરનાર લોકોનાં મન પ્રસન્ન થાય.” આવી રત્ન વણિકની વાણી સાંભળી ન સાંભળી કરીને અંબિકા અંતર્ધાન થઈ જશે. એટલે તીવ્ર નિશ્ચયવાળો તે રત્નવણિક પાછો તપ શરૂ કરશે. અંબિકા તેને ક્ષોભ કરવા ઉપસર્ગો કરશે પણ તે મહાસત્વ વણિક મારું દઢ રીતે સ્મરણ કરશે. પછી જેનું સિંહ વાહન ગર્જના કરી રહેલું છે, એવી તે કુષ્માંગિની (અંબિકા) સર્વ દિશાઓમાં ઉદ્યોત કરતી તેની આગળ સ્થિરપણે પ્રત્યક્ષ થઈને કહેશે, “વત્સ ! તારા આ ઉગ્ર સત્વથી હું સંતુષ્ટ થઈ છું. માટે મારી પાસે જે તારા મનની ઇચ્છા હોય તે માંગી લે.”
આ સાંભળી રત્નશેઠ કહેશે કે, “હે માતા ! આ તીર્થના ઉદ્ધાર વિના મારો બીજો કોઇપણ મનોરથ નથી. માટે મને શ્રી નેમિનાથ પ્રભુની વજમય મૂર્તિ આપો કે જે શાશ્વત રહે અને જળના પૂરથી પૂજન કરનારા લોકો પણ હર્ષ પામે. ત્યારે અંબિકા કહેશે કે, “વીતરાગ પ્રભુએ તને તીર્થોદ્ધારક કહેલો છે, માટે તું આદરથી મારી સાથે ચાલ, પરંતુ મારા પગલાં જ્યાં પડે, તે વિના બીજે ક્યાંય દષ્ટિ નાખીશ નહીં.”
તે સાંભળી રત્નશેઠ તે દેવીની પાછળ ચાલશે. પછી અંબિકા ડાબા હાથ તરફ બીજા શિખરોને છોડતી અનુક્રમે પૂર્વ દિશામાં હિમાદ્રિપર્વત ઉપર આવીને સિદ્ધભાસ્ય નામના દેવને કહેશે કે, “કાંચન નામના આ ચૈત્યની રક્ષા માટે દેવોએ તને અહીં રાખેલો છે. માટે તું ભક્તિથી આ બંધ કરેલા દ્વારને સત્વર ઉઘાડ.' અંબિકાની
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯૬