________________
આજ્ઞાથી તત્કાલ તે દ્વાર ઉઘાડશે. એટલે પ્રતિમાઓની કાંતિનો ઉદ્યોત દેખાશે. ઘડાના મુખ જેવડા તે દ્વારમાં અંબિકા પેસી જશે, તેની પાછળ સોય સાથે બાંધેલા દોરાની જેમ તે ઉત્તમ શ્રાવક રત્ન શેઠ પણ તેમાં પ્રવેશ કરશે.
પછી અંબિકા તેમાં રહેલા પ્રત્યેક બિંબોને બતાવતાં તે રત્નને કહેશે કે, “વત્સ ! આ બિંબોના જે જે કર્યા છે, તેમના નામો તત્પર થઇને તું સાંભળ. આ બિંબ સૌધર્મપતિએ નીલમણીનું બનાવેલું છે, આ બિંબ નાગકુમારના ઇન્દ્ર ધરણેન્દ્ર પારાગથી બનાવેલ છે. આ રત્નમાણિક્યનાં સાર વડે બનેલું શાશ્વત પ્રતિમા જેવું બિંબ છે, તે બ્રહ્મન્દ્રોએ ચિરકાલ સુધી પોતાના દેવલોકમાં રાખીને પૂજેલું છે અને બીજા આ બિંબો બલરામ તથા કૃષ્ણ વાસુદેવે કરાવીને પૂજેલાં છે. આ સર્વે બિંબોમાંથી તને જે રુચે, તે મારી આજ્ઞાથી ગ્રહણ કર.
ત્યારે તે રત્નશ્રાવક, મણિરત્ન અને સુવર્ણમય બિંબ ગ્રહણ કરવાની ઇચ્છા કરશે એટલે અંબિકા કહેશે કે, “વત્સ ! તે બિંબો તું ન લે. કારણ કે હવે આવનારા દુષમકાળમાં લોકો અતિ નિર્દય, સત્ય, શૌચ અને દયારહિત તથા દેવ-ગુરુ અને ધર્મના નિંદક થશે. વળી હવેનાં કાળમાં આ પૃથ્વી ઉપર અન્યાયી, પારદ્રવ્ય અને પરસ્ત્રીમાં આદર કરનારા અને ચોરવૃત્તિવાળા પ્લેચ્છ રાજાઓ થશે. તેથી કોઇવાર હું કોઇ સ્થળે ગઈ હોઉં એ સમયે શૂન્ય રહેલાં જિનમંદિરમાં આવીને તે અમર્યાદ લોકો લોભથી આ બિંબની આશાતના કરશે. તેથી જેમ “લક્ષ્મી ન હોય તે કરતાં પ્રાપ્ત થઈને સહસા ચાલી જાય તે વધારે દુઃખ થાય છે' તેમ ઉદ્ધાર કરતાં હાનિ થવાથી તને વિશેષ પશ્ચાત્તાપ થઈ પડશે. માટે હે ભદ્ર ! આ બ્રહ્મન્દ્રનું રચેલું સ્થિરબિંબ ગ્રહણ કર. તે વીજળી, અગ્નિ, જળ, લોહમય શસ્ત્ર અને વજથી પણ અભંગુર છે.”
આ પ્રમાણે કહી તેની બાર યોજન સુધી પ્રસરતી કાંતિ હતી, તેને અંબિકાદેવી પોતાની દૈવી માયાથી ઢાંકીને, સામાન્ય કરી રત્ન શ્રાવકને આપશે પછી અંબિકાદેવી શેઠને કહેશે કે, “સુક્ષ્મ તંતુઓ વડે બાંધીને આ બિંબને તું લઈ જા. સ્થાન વિના પણ જ્યાં તું મૂકીશ ત્યાં આ બિંબ પર્વતની જેમ સ્થિર થઇ રહેશે.” એ પ્રમાણે સમજાવી તે બિંબ આપીને અંબિકા ચાલી જશે અને રત્ન શેઠ બીજી કોઇપણ દિશા તરફ અવલોકન કર્યા સિવાય તે બિંબ લઇને ચાલશે.
અનુક્રમે માર્ગમાં અસ્મલિત ચરણે રૂની જેમ તે બિંબને વહન કરતો રત્નશેઠ પ્રાસાદના દ્વાર પાસે આવી આ પ્રમાણે વિચાર કરશે, “આ બિંબને અહીં રાખી મધ્યે રહેલા પૂર્વ બિંબના લેપના પડેલા ઢગલાને લઇને પછી અંદર સ્થાપન કરું.” એવો વિચાર કરી તે ઠેકાણે તે બિંબને મૂકશે, પછી અંદર જઈ બધુ પ્રમાર્જીને તે હર્ષથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૭