________________
મુક્તિ પામ્યા. સદ્ભદ્ર નામના શિખર ઉપર એ રીતે સાડા આઠ ક્રોડ મુનિઓ મુક્તિ પામ્યા છે, તેથી તે શિખર ત્યાં જનારા પ્રાણીઓનાં દુષ્ટ મનનું દહન કરે છે. • પાંચે પાંડવોને વૈરાગ્ય - સંયમ ગ્રહણ :
આ બાજુ જરાકુમાર પાંડવોની પાસે આવ્યો અને કૃષ્ણ આપેલ કૌસ્તુભમણિ બતાવીને દ્વારિકાનાં દહન વગેરેનો વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી પાંડવો શોકાતુર થયા. ત્યારે સર્વજ્ઞ એવા શ્રી નેમિનાથ પ્રભુએ તરત જ પાંડવોના બોધને માટે ધર્મઘોષ નામના મહામુનિને પાંચસો મુનિઓની સાથે ત્યાં મોકલ્યા. પાંડવોએ પણ પરિવારની સાથે તેમની દેશના સાંભળી. પછી તેઓએ ધર્મઘોષ મુનિને નમીને આદરથી પોતાના પૂર્વભવો પૂછુયા, એટલે મુનિએ જ્ઞાન વડે જાણીને તેઓના પૂર્વભવો જણાવ્યા. • પાંડવોના પૂર્વભવ :
આસન્નચલ નામે નગરમાં પૂર્વે સુરતિ, શાંતનુ, દેવ, સુમતિ અને સુભદ્રક એવા નામના પાંચ ભાઇઓ કૃષિકાર હતા. ત્યાં દારિદ્રતા વડે તમે બધાએ સંસારથી ઉદ્વેગ પામીને યશોધર મુનિના વચનથી દીક્ષા ગ્રહણ કરી. પહેલા મુનિએ કનકાવલી, બીજાએ રત્નાવલી, ત્રીજાએ મુક્તાવલી, ચોથાએ સિંહનિકેતન અને પાંચમા મુનિએ વર્ધમાન તપ એમ જુદાં જુદાં તપ કર્યા. અનુક્રમે ઘણા કર્મ ક્ષય કરી અનશન વડે મૃત્યુ પામી, અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે અહીં પાંડુ રાજાના પુત્રો પાંચ પાંડવ થયા છો અને આ ભવમાં જ તમે મુક્તિ પામશો.
આ પ્રમાણે પોતાના પૂર્વભવ સાંભળી સંવેગથી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજય ઉપર સ્થાપન કરીને ધર્મઘોષ ગુરુની પાસે દીક્ષા લીધી. કુંતી અને દ્રિૌપદીએ પણ દીક્ષા લીધી. દીક્ષા સ્વીકાર્યા બાદ પાંચે પાંડવો વિવિધ અભિગ્રહ ધારીને તપશ્ચર્યા કરવા લાગ્યા.
આ બાજુ દ્વારિકા નગરીનો દાહ થયા પછી યાદવોએ પરીક્ષિત રાજાને સાથે લઈ મહાનેમિના પુત્ર મેહિનીમલ્લને સૂર્યપુરમાંથી લાવી રૈવતાચલની નીચે રહેલા ગિરિદુર્ગ (જૂનાગઢ) નગરના રાજ્ય ઉપર તેનો અભિષેક કર્યો. પછી પરીક્ષિત રાજા હર્ષથી શત્રુંજય અને ઉજ્જયંત તીર્થની યાત્રા કરી પોતાના નગરમાં આવ્યો.
નેમિનાથ પ્રભુ અનુક્રમે પૃથ્વીને પવિત્ર કરતા ઢંકાપુરમાં આવ્યા. ત્યાં ધૂમકેતુ નામના બ્રાહ્મણને પ્રતિબોધ કર્યો અને અભ્રપુરમાં દુષ્ટ વૈતાલ શંકબ ને અસારા નામની દુષ્ટદેવી સાથે પ્રતિબોધ આપીને તેને સમ્યક્ત્વથી વાસિત કર્યો. કોરંટક વનમાં પ્રાણીઓનો ઘાત કરનાર કર્કોટક નાગ અને સિદ્ધવડમાં રહેલા સિદ્ધનાથ યોગીને પ્રતિબોધ કર્યો. નાગરકોટમાં નાગ નામના અસુરને અને ઇન્દ્રકીલગિરિમાં ઇન્દ્રકેતુ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૪