________________
સમીપે આવ્યા. પ્રથમ ઐરાવત કુંડે ગયા, ત્યાં તેનાં તે નામનું કારણ જાણવા માટે કૃષ્ણ ઈન્દ્રને પૂછ્યું કે, “આ કુંડનું આવું નામ કેમ પડ્યું ?'
ઇન્દ્ર કહ્યું કે, “પૂર્વે જ્યારે અહીં ભરતચક્રવર્તી આવ્યા હતા, ત્યારે તે સમયના ઇન્દ્ર ઐરાવત હાથી પાસે આ કુંડ કરાવેલો છે. ચૌદ હજાર નદીઓના જળના પૂરે આ કુંડમાં પ્રવેશ કરેલો છે, તેથી આ કુંડ પવિત્ર અને પાપનો ઘાત કરનાર છે. જેણે આ કુંડના જળથી સ્નાન કરીને જિનેશ્વર ભગવંતને સ્નાન કરાવ્યું છે, તેણે પોતાના આત્માને પવિત્ર કર્યો છે. આ કુંડના જળનું પાન કરવાથી કાસ, આસ, અરુચિ, ગ્લાનિ, પ્રસૂતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાહ્યરોગો નાશ પામે છે. આ બીજો કુંડ ધરણેન્દ્ર નાગકુમારે કરેલો છે અને આ કુંડ ચમરેન્દ્રના વાહન મયૂરે રચેલો છે. એ બંને કુંડના જળથી જંગમ અને સ્થાવર વિષ તથા ક્ષય અને શ્વાસાદિક ન ખમી શકાય તેવા રોગો નાશ પામી જાય છે. આ બલીન્દ્ર, સૂર્ય અને ચંદ્ર વગેરેના રચેલા કુંડો છે, જેઓ પોતાનાં જળથી પાપને હરે છે. આ કુંડ અંબાદેવીએ ભરત ચક્રવર્તીના ઉદ્ધાર વખતે તેની મૈત્રીથી કરેલો છે. તે અંબાકુંડ હમણાં વિશિષ્ટકુંડ એવા નામથી પ્રખ્યાત થયેલો છે.” • વશિષ્ટ ફંડનો ઇતિહાસ - કૃષ્ણના દામોદર નામની પ્રસિદ્ધિ :
તે અવસરે કૃષ્ણ ઈન્દ્રને પૂછ્યું કે, “તે વશિષ્ટ મહાત્મા કોણ હતા ? કે જના નામથી આ પવિત્ર કુંડનું અંબાકુંડ નામ લોપાઈને તેમનું નામ પ્રસિદ્ધ થયું ?”
સૌધર્મપતિ બોલ્યા, “હે કૃષ્ણ ! તે વશિષ્ઠની કથા સાંભળો. આ કથા શ્રી જિનેશ્વરે કહેલી છે. જ્યારે આઠમા વાસુદેવ લક્ષ્મણ પૃથ્વીનું પાલન કરતા હતા, તે સમયમાં વિશિષ્ટ નામે એક તીવ્ર તપ કરનારો વેદ-વેદાંગોને જાણનારો અને કુટિલ કલામાં કુશલ તાપસપતિ હતો. તે કંદમૂળ, ફળ અને જળથી નિર્વાહ કરતો હતો અને લોકો પોતાના કાર્યને માટે તેની પૂજા કરતા હતા.
એક વખતે કોઈ હરણી તેની પર્ણકૂટીના આંગણામાં ઊગેલા ઘાસને ચરવા આવી. તેને જોઈ કોપથી મંદ પગલાં ભરતા આવીને તેણે એક લાકડીનો તેની પર ઘા કર્યો. તે ઘા લાગતાં જ ફાટી ગયેલા તેના ઉદરમાંથી એક બચ્ચે નીકળી પડ્યું અને મૃગલીએ ઘાની પીડાથી તત્કાળ પ્રાણ છોડી દીધા. તેમજ બચ્યું પણ મરણ પામ્યું. તે જોઈ વિશિષ્ટ તાપસ અંતરમાં ઘણું કચવાયો. લોકો તેને “બાલસ્ત્રીઘાતક' એમ કહીને હસવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત લેવાની ઈચ્છાથી એ પાપભીરુ વશિષ્ટ અનુચરોને છોડી દઈને એકલો વાદળાની જેમ નદીઓ, દ્રહો, ગિરિઓ, ગ્રામો અને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૯૯