________________
પાછુ પોતાની મૂળ પ્રકૃતિમાં સ્થિર થયું. ત્યારપછી નેમિનાથ પ્રભુ ભ્રષ્ટ થયેલી દુકાનોની શ્રેણી અને મણીમય દીવાલો તેમજ ત્રાસ પામેલા ઘોડા અને ગજેન્દ્રોના ટોળાને જોતા જોતા વેગથી કૃષ્ણની સભામાં આવ્યા. • શ્રી નેમિનાથ પ્રભુના બળની પરીક્ષા કરવા કૃષ્ણની ઇચ્છા :
નેમિનાથને ત્યાં આવેલા જોઈ તત્કાલ કૃષ્ણ લજ્જાથી નમ્ર થઇ ગયા અને બીજાઓ પણ મૌન થઈ ગયા. તે વખતે કૃષ્ણ ક્ષણવારમાં સંભ્રમથી નેમિકુમારને બોલાવી પ્રભુને કહેવા લાગ્યા, “હે ભાઈ ! તમને સંભાર્યા તેવા જ તમે આવ્યા છો. હે ભ્રાતા ! શસ્ત્રગૃહમાં રહેલા પંચજન્ય શંખને તમે કાંઇપણ કારણ વિના શા માટે ફૂંક્યો? નેમિનાથ પ્રભુએ ચિત્તમાં ક્ષોભ પામ્યા વગર સહજ ક્રીડાથી શંખ ફૂંક્યો હતો !' એવો પ્રત્યુતર આપ્યો. પ્રભુનું તેવું બળ અને ધીરતા જોઈ જાણે આશંકા પામ્યા હોય, તેમ કૃષ્ણ બલભદ્રના મુખ સામું જોઈ નેમિકુમાર પ્રત્યે બોલ્યા. આ બલભદ્ર મારા બળથી જેમ સર્વ રાજાઓને તૃણ સમાન જાણે છે, તેમ હું તમારા બળથી વિશ્વને તૃણસમાન જાણું છું. હે બંધુ ! તમારા આવા બળથી મને સમૃદ્ધિ તથા હર્ષ થયો છે. તો પણ પ્રસન્નતા માટે મને આપની ભુજાનું બળ બતાવો.” પ્રભુએ ઉચિત કાર્ય પાણી, તે અંગીકાર કર્યું.
પછી તે બંને ભાઈ સિંહાસનથી ઉઠી બીજા બંધુઓની સાથે જનસમૂહ વડે જોવાતા આયુધશાળા તરફ ચાલ્યા. બીજાઓનો નાશ કરવામાં શક્તિને નહીં વાપરનારા કૃપાળુ નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે, “અહા ! આ મારા બંધુ કૃષ્ણ મારા પ્રત્યે શંકા કરે છે. હું કૃષ્ણને મન, વચન અને કાયાની શુદ્ધતાથી કહું છું કે, “મારે જગતનાં આધિપત્યની સ્પૃહા નથી. તો પણ કૃષ્ણ તે માનતા નથી. ભુજા, છાતી, કરતલ અને ચરણથી હું તેને મારીશ, તો તેનું શું થશે ? તેથી જે રીતે મારાથી એને કાંઈ અનર્થ પ્રાપ્ત ન થાય અને તે અંશથી પણ મારું બળ જાણી લે, તેમ જ તેના માનની પણ સિદ્ધિ થાય, તેવી રીતે મારે આ કાર્ય કરવાનું છે.”
આ પ્રમાણે મનમાં વિચારી પ્રભુએ કૃષ્ણને કહ્યું, “હે બંધુ ! ચરણના પ્રહારથી અને પૃથ્વી પર પડવાથી રજસમૂહને ઉડાડવા વડે થતું પામર જનને હર્ષ આપનારું યુદ્ધ તે ઉત્તમ વીર પુરુષને યુક્ત નથી. વળી શત્રુઓ ઉપર યોજવા યોગ્ય આ દિવ્ય અને લોહમય શસ્ત્રોથી પણ આપણે યુદ્ધ કરવું સારું નથી. કારણ કે, તે યુદ્ધ તો વિશેષ ખેદ કરનાર છે. માટે આપણે પરસ્પર ભુજાને નમાડીને જ જય-પરાજયની કલ્પના કરીએ, જેથી ક્રીડામાત્રમાં આપણને માનની સિદ્ધિ થશે અને લજ્જાકારી દેહપીડા નહીં થાય.'
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૦