________________
તત્કાલ રથ છોડી દઈને પ્રભુ ઇન્દ્રની આજ્ઞાથી દેવતાઓએ લાવેલા દ્રવ્ય વડે સંવત્સરી દાન આપવા ઘર તરફ ચાલ્યા.
આ સમાચાર સાંભળી રાજીમતી જાણે વજનો પ્રહાર થયો હોય તેમ અચેતન થઈને પૃથ્વી પર પડી ગઈ. સખીઓએ લાવેલા શીતદ્રવ્યોથી મૂચ્છ રહિત થયેલી તે આ પ્રમાણે અત્યંત વિલાપ કરવા લાગી. “હે નાથ ! મારા પૂર્વોપાર્જિત ભાગ્યની મંદતાથી મેં તમને પ્રથમ દુર્લભ જ જાણ્યા હતાં, પણ વાક્યથી મારો સ્વીકાર કર્યા છતાં છેવટે તમે આ સારું કર્યું નહી. સપુરુષો જે કાર્ય બની શકે નહીં તેવું કાર્ય કરવાને અંગીકાર જ કરતા નથી, અને શુભ કે અશુભ જો અંગીકાર કર્યું, તો પછી તે અવશ્ય પાળે જ છે. તે સ્વામી ! જેવો રાગ મારી ઉપર કર્યો હતો, તેવો મુક્તિ ઉપર કરશો નહીં. કેમકે મારો ત્યાગ કરીને તો મુક્તિને પામશો, પણ મુક્તિનો ત્યાગ કરીને તો કાંઇપણ પામશો નહીં.” આવો વિલાપ કરતાં કરતાં જ રાજીમતીનું ભોગ્યકર્મ તૂટી ગયું. ત્યારબાદ સખીઓએ સાંત્વન આપીને તેના દુઃખને કાંઇક ઓછું કર્યું. • શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા :
પ્રભુએ એક વર્ષ સુધી યાચકોને યથાર્થ દાન આપ્યું પછી અવધિજ્ઞાનથી દીક્ષાનો અવસર જાણી દેવલોકમાંથી ઇન્દ્રોએ હર્ષથી ત્યાં આવી, જન્માભિષેકની જેમ પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પછી સુરાસુરોએ રચેલી ઉત્તરકુરુ નામની શિબિકામાં પ્રભુ આરુઢ થયા અને રૈવતગિરિના સહસામ્ર નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકામાંથી ઊતરીને પ્રભુએ આભૂષણાદિક ત્યજી દીધાં. જન્મદિવસથી ત્રણસો વર્ષ ગયા પછી શ્રાવણ માસની શુક્લ પછીએ, દિવસના પ્રથમ પ્રહોરે, છઠ્ઠ તપ કરી, પંચમુષ્ટિ લોચ આચરી, પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા. લોચ કરેલા પ્રભુના કેશ ઇન્દ્ર ક્ષીરસાગરમાં નંખાવ્યા અને પ્રભુના ખભા ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. પછી ઈન્દ્ર કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. ત્યારે તત્કાળ મન:પર્યવ નામે ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. તેમની સાથે બીજા એક હજાર રાજાઓએ સંયમ સ્વીકાર્યું. પછી ઇન્દ્ર અને કૃષ્ણ પ્રમુખ રાજાઓ પ્રભુને નમન કરી પોતપોતાનાં સ્થાનકે ગયા.
નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન :
બીજે દિવસે નજીકના ગોષ્ઠની અંદર વરદત્ત બ્રાહ્મણના ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુએ કર્મનો ક્ષય કરવા માટે ત્યાંથી બીજે વિહાર કર્યો. વ્રત લીધા પછી ચોપ્પન દિવસ ગયા ત્યારે પ્રભુ પાછા સહસાવનમાં પધાર્યા. ત્યાં નેતરના ઝાડ નીચે ધ્યાનમાં રહેલા પ્રભુને અશ્વિન માસની અમાવસ્યાએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં ઘાતકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૮૬