________________
મુખ વાંકું કરી લોકોને ત્રાસ પમાડતી એ સ્ત્રી ક્રોધાર્તિ થઈને કહેવા લાગી, “હે વધૂ! આ તારી સ્વતંત્રાને ધિક્કાર છે ! તેં આ વસ્તુનો કાંઈ વિચાર કર્યો નહીં, જે 'હવ્ય ચક્રવ્ય વગેરે આપ્યા વગર આ અધન્ય મુનિને ધાન્ય આપ્યું. આ તારો અન્યાય છે. તારા ઘરમાં સાસુ નથી, જેથી તું આ વૈશ્યકુલને યોગ્ય એવું આચરણ કરે છે, તે યુક્ત નથી. અદ્યાપિ પિતૃઓને અને બ્રાહ્મણોને પિંડપ્રદાન પણ થયું નથી, તો ત્યાં સુધી તેનું કાંઈ ભોગ્યાદિક થાય જ નહીં. માટે આ તારો સ્વેચ્છાચાર છે.” આ પ્રમાણે ઘેલી હોય તેમ ઊંચે સ્વરે બોલતી તે પાડોશણે નજીકના ઘરમાંથી તેની સાસુને બોલાવી અંબિકાની વાતો વધારીને તેને કહી.
આ સાંભળીને વહુએ અંબિકાને કહ્યું, “અરે વધૂ ! દયાનો આધાર થઈ તે જે મુનિઓને અન્ન આપ્યું તે સારું કર્યું નથી. હું છું, છતાં તારી સત્તા કેમ ચાલી શકે ? તે વખતે પોતાની સાસુ અને પાડોશણ એ બંને વચ્ચે રહેલી અંબિકા અત્યંત ભયથી કંપવા લાગી. • માતાના સૂચનથી સોમભટ્ટ દ્વારા અંબિકાનો ત્યાગ :
એ સમયે સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને ઘેર આવ્યો. તેણે પોતાની માતાની અને પાડોશણની વાત સાંભળી કોપ પામીને પોતાની પ્રિયાનો ઘણો તિરસ્કાર કર્યો. બધાના વચનોથી દુઃખી થયેલી, અભિમાન સહિત, મૌનયુક્ત એવી તે અંબિકા પોતાના બે પુત્રોને લઈને મનમાં મુનિને સંભારતી દીનમુખે ઘરમાંથી ચાલી નીકળી. તે મનમાં ચિંતવવા લાગી કે, “મેં કદીપણ સાસુ - સસરાની આજ્ઞા ઉલ્લંઘન કરી નથી, સદા ભકતિથી પતિનું હિત કર્યું છે અને નિર્વિકારપણે ઘરનું સર્વ કામકાજ કરું છું. વળી આજે પવિત્ર પર્વનો દિવસ ધારી એ મુનિને સર્વના શ્રેયના માટે મેં દાન આપ્યું છે, તે છતાં તેઓ ફોગટ મને આવી રીતે હેરાન કરે છે. પુત્રોએ આપેલા પિંડાદિકથી જો મરેલા પ્રાણીઓ પ્રસન્નતાને પામતા હોય તો અતિશય સૂકાઈ ગયેલું વૃક્ષ જળના સિંચનથી પુનઃ કોમલ થવું જોઈએ. મિથ્યાત્વમાં મૂઢ અને અલ્પ સત્વવાળા એવા આ લોકો મારા શુભપાત્રના દાનને નીંદે છે અથવા તે વિષે મારે વિશેષ પ્રલાપ કરવો તે વૃથા છે. કારણ કે, આ સાચી રીતે તો મારા શુભ કર્મનો લાભ જ મને પ્રાપ્ત થયેલો છે. કેમ કે અત્યારથી અવશ્ય મારે ગૃહવાસનું દાસીપણું નાશ પામી ગયું છે. માટે હવે તો આ સંસારસાગરમાં શરણ કરવા યોગ્ય તે બે પવિત્ર મુનિનું મારે શરણ હો. હવે હું શ્રી રૈવતાચલ પર જઇ, શ્રી જિનેશ્વર દેવને ધારી કુકર્મ ક્ષય કરવા નિત્ય તપશ્ચર્યા કરીશ. ૧. હવ્ય : દેવતાને જે અપાય તે. ૨. ક્રવ્ય : પિતૃઓને જે અપાય તે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૮