________________
જો બધાની સાથે યુદ્ધ કરવા તુ સમર્થ ન થઈ શકે, તો તારી ઇચ્છા પ્રમાણે ગમે તે એક વીરની સાથે તારું ઇચ્છિત યુદ્ધ કર. આ કથન તારા મનમાં વિચારી જો.” - તે સાંભળી મનસ્વી દુર્યોધન બોલી ઊઠ્યો, “હું પરાક્રમી ભીમની સાથે ગદાયુદ્ધથી યુદ્ધ કરીશ.' પાંડવોએ તેમ કરવું અંગીકાર કર્યું એટલે દુર્યોધન મોટા જલચર પ્રાણીની જેમ યુદ્ધની ઇચ્છાથી સરોવરમાંથી બહાર નીકળ્યો. બીજાઓ સભ્ય થઇને જોવા ઊભા રહ્યા અને ભીમસેન તથા દુર્યોધન ગદા લઈને પરસ્પર યુદ્ધ કરવા દોડ્યા. ગદાયુદ્ધ કરતા તેઓ દેવોને પણ દુ:પ્રેક્ષ્ય થઈ પડ્યા. છેવટે દુર્યોધનને ચરણમાં ગદા મારીને ભીમસેને પૃથ્વી પર પછાડ્યો અને જીર્ણ કરી નાખ્યો. તે જોઈ બલદેવના મનમાં રોષ આવ્યો અને પાંડવોને ત્યાં જ છોડી રીસાઇને જતા રહ્યા. તત્કાલ પાંડવો ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીને સૈન્યની રક્ષા માટે રાખી કૃષ્ણને સાથે લઇને બલદેવને શાંત કરવા તેમની પાછળ ગયા.
તે સમયે કૃતવર્મા, કૃપાચાર્ય અને અશ્વત્થામા એ ત્રણે વીરો દુર્યોધનને જોવા રણક્ષેત્રમાં આવ્યા. દુર્યોધનની તેવી અવસ્થા જોઈ તેઓ બોલ્યા, “અમને પ્રસન્ન થઈને આજ્ઞા આપો, જેથી અદ્યાપિ અમે પાંડવોને હણી નાખીએ.” “પાંડવોને હણીએ” એ વચન સાંભળતાં જ દુર્યોધન ઉચ્છવાસ પામ્યો અને હાથ વડે સ્પર્શ કરી પાંડવોના વધને માટે આજ્ઞા કરી. તેઓ પાંડવરહિત શૂન્ય સૈન્યમાં જઈ ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી સાથે ચિરકાલ યુદ્ધ કરી તેમને મારીને પાંડવોના બાલપુત્રોને હરી લાવ્યા અને તેમનાં મસ્તક લઇને દુર્યોધનની સામે મૂક્યાં. તે બાલપુત્રોના મસ્તકો જોઇ દુર્યોધને તેઓને કહ્યું કે, “અરે ! ધિક્કાર છે તમને ! આ બાળ પાંડવપુત્રોના મસ્તક અહીં મારી આગળ કેમ લાવ્યા? પરંતુ આમ કરવાથી કાંઈ પાંડવોને ક્ષય થયો નહીં. આ પ્રમાણે બોલતો દુર્યોધન દુઃખથી પીડાતો મરણ પામ્યો અને કૃપાચાર્ય વગેરે લજ્જા પામી શોક કરતા કરતા કોઇ ઠેકાણે ચાલ્યા ગયા. અહીં પાંડવો બલભદ્રને ભક્તિવચનથી અનુકૂલ કરી પોતાના સૈન્યમાં આવ્યા, ત્યાં પોતાના બાળપુત્રોને મારેલા સાંભળીને શોકાતુર થયા પછી પાંડવોએ સરસ્વતી નદીને કાંઠે કૌરવોના અને પોતાના પુત્રોના પ્રેતકાર્ય કર્યા. • દુર્યોધનના મૃત્યુના સમાચારથી જરાસંઘને ખેદ :
દુર્યોધન મૃત્યુ પામ્યો તે સાંભળી, મગધ દેશના રાજા જરાસંઘે ક્રોધથી પ્રજવલિત થઈ સોમક રાજાને મોકલ્યો. તેણે આવીને પાંડવોની સાથે રહેલા સમુદ્રવિજયને ધીરવાણીએ જરાસંઘનો સંદેશો આ પ્રમાણે કહ્યો કે, “તમારા બળથી અને સહાયથી મારા મિત્ર દુર્યોધનને પાંડવોએ મારી નાંખ્યો છે, તેથી કંસનો વધ કરતા પણ મને ઘણું માઠું લાગ્યું છે. માટે હવે રામ, કૃષ્ણ અને પાંડવો મને સોંપી દો, નહીં તો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૩