________________
હું આવું છું તમે સત્વર યુદ્ધ કરવામાં અગ્રેસર થાઓ.” આવો રોષયુક્ત જરાસંઘનો સંદેશો સાંભળી રામ તથા કૃષ્ણ તેને ધિક્કાર આપ્યો. તેથી સોમકે પોતાના રાજા જરાસંઘને તે સર્વ વૃત્તાંત જણાવ્યો.
તે સમયે જરાસંઘના હંસ નામના મંત્રીએ કહ્યું, “હે રાજન્ ! ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિ કરતાં પણ મંત્રશક્તિ બલવતી છે. મંત્રશક્તિથી જ કંસ અને કાલ વગેરે પરાભવ પામી ગયા છે. મંત્રશક્તિવાળાઓને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. માટે વિચારી જીવો કે યાદવો હમણાં સર્વ પ્રકારે ઉદયવાળા છે. વળી તેઓનું પરાક્રમ પૂર્વે આપે જોયેલું છે. તે કરતાં પણ અત્યારે રામ-કૃષ્ણ સર્વથી અધિક પરાક્રમવાળા થયા છે અને તેમના પુત્રો પ્રદ્યુમ્ન અને શાંબ પણ તેવા જ પરાક્રમી છે. વળી તેમના કુળમાં ઉત્પન્ન થયેલા એક નેમિકુમાર જ ત્રણ લોકનો વિજય કરવા સમર્થ છે. ઇન્દ્રોથી પણ પૂજાયેલા તે નેમિની સાથે યુદ્ધ કરવાની ઇચ્છા પણ કોણ કરે ? વળી પરાક્રમવાળા પાંડવો પણ તેના સૈન્યમાં છે. આ રીતે કાલબલ અને શત્રુઓની ઉન્નતિ જાણીને આપને હાલ તેમની સાથે યુદ્ધ કરવું ઘટતું નથી. હમણાં સાહસ કરવાથી ઊલટો આપણા તેજનો ક્ષય થવાનો છે.
હંસ મંત્રીના આવા વચન સાંભળી જરાસંઘ ક્રોધથી રાતા નેત્ર કરી બોલ્યો કે, “હે મૂઢ મંત્રી ! જરૂર તને યાદવોએ ખૂટવ્યો છે. તે મંત્રી ! તારા વિચારની સાથે એ ગોવાળિયાના સૈન્યને રણમાં મારીને હમણાં જ મારી પુત્રીની પ્રતિજ્ઞાને હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને જરાસંઘે પોતાના બીજા મંત્રીઓની પાસે ચક્રવ્યુહ રચાવ્યું અને પ્રાત:કાળે શનિપલી ગામની પાસે યુદ્ધ કરવા માટે આવવા યાદવોને નિમંત્રણ કર્યું. પછી જરાસંઘે સર્વની સંમતિથી પોતે પટબંધ કરીને હિરણ્યનાભને પોતાના સૈન્યમાં સેનાપતિ કર્યો. પ્રાતઃકાળે યાદવો પણ ગરુડબૂહ રચી શુભ શકુનથી ઉત્સાહ ધરતા રણાંગણમાં આવ્યા. સમુદ્રવિજયે પોતાના સૈન્યમાં બળવાનું પુરુષોમાં મુખ્ય એવા અનાદષ્ટિને સેનાપતિ તરીકેનો અભિષેક કર્યો.
એ અવસરે માતલિ સારથી ઇન્દ્રની આજ્ઞાથી એક રથ લઈને ત્યાં આવ્યો. શ્રી નેમિપ્રભુ તેમાં વિરાજમાન થયા. પરસ્પર અસ્ત્રોના સંઘટ્ટથી નીકળતા અગ્નિકણ વડે પ્રજવલિત એવા તે બંને યૂહ જાણે સામસામા મળી ગયા. તેઓના વાજિંત્રોના શબ્દોથી, ઘોડાના હણહણાટથી, રથોના ચિત્કારથી અને સુભટોના સિંહનાદથી આખું જગત બહેરું થઈ ગયું. જરાસંઘના હુંકારયુક્ત તિરસ્કારોથી અને ચક્રવ્યુહના અગ્રેસર વીરોથી પ્રથમ કૃષ્ણના સૈનિકો ભાંગી ગયા. એટલે ભૂહના દક્ષિણ પામભાગ તરફ મહાનેમિ અને અર્જુન અને ભૂહના મુખભાગ તરફ અનાદષ્ટિ દોડી આવ્યા. સિંહનાદ
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૭૪