________________
ધર્મરાજાનું સૈન્ય ગ્લાનિ પામ્યું. તેથી ધૃષ્ટદ્યુમ્ન દ્રોણની સામે આવ્યો અને ધૃષ્ટદ્યુમ્ન અને દ્રોણાચાર્યનું ચિરકાલ યુદ્ધ થયું તે જોઇ આકાશમાં રહેલા ખેચરો પણ ભય પામ્યા. • દ્રોણાચાર્યનું અનશન તેમજ કર્ણને સેનાપતિ પદ :
એવે સમયે માલવદેશના રામનો અશ્વત્થામા નામે હાથી મરાયો, તે સાંભળી સર્વ સૈન્યમાં “અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો' એવો અદ્ભુત ધ્વનિ પ્રસરી ગયો. તે વાણી સાંભળી, “પોતાનો પુત્ર અશ્વત્થામાં હણાઈ ગયો’ એવું માનતા દ્રોણાચાર્યગુરુ યુદ્ધ કરવામાં મંદ થઈ ગયા અને શું કરવું ?” એ વિચારમાં જડ જેવા થઈ ગયા. તે વખતે અવસર જોઇને છલમાં બળવાળા ધૃષ્ટદ્યુમ્ન બાણથી વીંધેલા દ્રોણાચાર્ય પીડાથી વ્યથિત થતાં અનશન લઈને બ્રહ્મલોકમાં ગયા. પોતાના પિતાના મરણના ખબર સાંભળી અશ્વત્થામાએ પાંડવોની સેનાનો ઘણો વિનાશ કર્યો અને સર્વ સેનાનો વિનાશ કરવા તેણે રોષથી નારાયણી અસ્ત્ર છોડ્યું. કૃષ્ણના કહેવાથી વિનય વડે નમ્ર એવા પાંડવોએ તે અસ્ત્રને નિષ્ફળ કરી નાંખ્યું. ‘વિનયથી શું સિદ્ધ ન થાય ?' એવ રીતે અવિચ્છિન્ન બાર પહોર સુધી યુદ્ધ પ્રવર્તતાં ઘણા વીરો અને ઘણા શત્રુઓનો ક્ષય થયો. પછી કૌરવોએ અંગદેશના રાજા કર્ણને સેનાપતિના પદ ઉપર નીમ્યો. એટલે સમાન ભુજપરાક્રમવાળા અર્જુન અને કર્ણ પરસ્પર બાણોથી યુદ્ધ કરવા લાગ્યા. પૂર્વના કોપથી પ્રેરાયેલા ભીમે દુઃશાસનને રૂંધી લીધો અને સૂર્યાસ્ત સમયે તેને મારી નાંખ્યો.
પ્રાતઃકાળે અર્જુનના વધની અપેક્ષા કરતો કર્ણ શલ્યરાજને સારથી કરી શંખધ્વનિના બહાનાથી ગર્જના કરતો રણભૂમિમાં આવ્યો. સર્વ મંત્રાસ્ત્રોને જાણનારા અર્જુને કણે મૂકેલા નાગાસ્ત્રને ગરુડાસ્ત્રથી નિવારી દીધું. તેમજ બીજાં પણ તેના અસ્ત્રોને પ્રત્યસ્ત્રો વડે નિષ્ફળ કર્યા. છેવટે પન્નગેન્દ્રની સહાયથી અર્જુને કર્ણને મારી નાંખ્યો.
બીજે દિવસે શલ્યને સેનાપતિ કરી કૌરવો મંદ ઉત્સાહે રણમાં આવ્યા, ત્યારે ઉત્તમકુમારને શલ્ય મારેલો તે વૈરને સંભારીને ધર્મરાજાએ શલ્યરાજાને મારી નાંખ્યો. સૂર્ય જયારે અસ્ત પામ્યો, ત્યારે પોતાના કામથી લજ્જા પામેલો દુબુદ્ધિ ભીરુ દુર્યોધન ક્રોધથી નાસીને સરોવરમાં પેસી ગયો. અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય પણ દુર્યોધનની પદશ્રેણી જોતાં તે સરોવર પાસે આવ્યા અને સરોવરમાં રહેલા દુર્યોધનને બોલાવતા હતા, તેવામાં જ તેમની પાછળ પાંડવો ત્યાં આવી પહોંચ્યા.
એક અક્ષૌહિણી સેનાથી શત્રુઓને ક્ષોભ કરતા પાંડવો તે સરોવર પાસે આવી જળમાં તિરોહિત થયેલા દુર્યોધનને કહેવા લાગ્યા, “દુર્યોધન ! આ તે કરેલું પલાયન તને યુક્ત નથી. વળી અર્જુનના રોષ આગળ શું તું આમ સંતાઈને રહી શકીશ?
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૭૨