________________
સાથે રમવાની ઇચ્છા કરતી વસંતલક્ષ્મી ઉત્કંઠિત થઇને રાહ જુવે છે. મંત્રીની તેવી મર્મ વાણી સાંભળી રાજા માંડ માંડ ત્યાંથી આગળ ચાલ્યો.
રાજાની પીડિત અવસ્થા જોઇ સુમતિ મંત્રી ભક્તિથી બોલ્યો, ‘હે સ્વામી ! સર્વ પૃથ્વી ઉપર તમારી આજ્ઞા માન્ય છે, તે છતાં તમે સર્વસ્વ અપહરણ થયું હોય તેમ કેમ ખેદ કરો છો ? તે મને કહેવાય એવું હોય તો કહેવાની કૃપા કરો.' મંત્રીના વચનો સાંભળીને રાજા કાંઇક નિઃશ્વાસ મૂકીને બોલ્યો, ‘હે મંત્રી ! તમે જાણકાર હોવા છતાં હમણાં અજાણ્યા થાવ છો. આજે સર્વ સ્ત્રીઓના રૂપને લૂંટનારી એક સુંદર સ્ત્રી મારા જોવામાં આવી છે. તેણીએ મારું મન હરી લીધું છે. તેથી હું ચેતન રહિત થઇ ગયો છું.’ તે સાંભળી મંત્રીએ હાસ્ય કરીને કહ્યું, ‘હે રાજન્ ! તમને દુઃખ આપનાર તે કારણ મારા જાણવામાં આવ્યું છે. સુંદરી વનમાળા નામે વીરકુવિંદની સ્ત્રી છે. તે હું તમને મેળવી આપીશ. માટે તમે સુખેથી પધારો.' મંત્રીના વચનથી હર્ષ પામેલો રાજા તેની પીઠ ઉપર હાથ ફેરવી પરિવાર સાથે રાજમંદિરમાં ગયો.
આ બાજુ મંત્રીએ તેને મેળવવાના ઉપાયનો નિશ્ચય કરીને એક આત્રેયિકા નામની પરિવ્રાજિકાને વનમાળાની પાસે મોકલી. આત્રેયી તરત જ તેને ઘેર ગઇ. વનમાળાએ તેને વંદના કરી. એટલે તેણે કહ્યું, ‘વત્સે, તું ફીકી કેમ જણાય છે ?’ વનમાળા તેની ઉપર વિશ્વાસ લાવી નિઃશ્વાસ મૂકીને બોલી, ‘હે માતા ! માર્ગમાં જતા અહીંના રાજા મારા જોવામાં આવ્યા. તેઓ મારા પતિ નથી, પણ મારી તેમના ઉપર પ્રીતિ થઇ છે. પરંતુ સર્વપ્રકારના દૈવતવાળા અને ઉત્તમ કુલવાન એ રાજા ક્યાં અને હીનજાતિવાળી હું ક્યાં ? દૈવસ્થિતિ વિષમ છે. ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોવાથી મંદ ભાગ્યવાળી મને હવે મરણનું જ શરણ છે.'
આ પ્રમાણે કહેતી વનમાળાને આત્રેયીએ કહ્યું, ‘વત્સે ખેદ ક૨ નહીં, મંત્રયંત્રાદિક વડે હું તારો મનોરથ પૂર્ણ કરીશ.' એવી રીતે વનમાળાને ધીરજ આપી આત્રેયી હર્ષ પામતી મંત્રીના ઘેર આવી અને કાર્યસિદ્ધિ કહી સંભળાવી. મંત્રી રાત્રે એ સ્ત્રીને ગુપ્ત રીતે આત્રેયીની મારફત રાજાના સ્થાનમાં લાવ્યો અને પ્રીતિથી રાજાએ તેને પટ્ટરાણીપદે સિંહાસન ઉપર સ્થાપન કરી. સુમુખ રાજા તે વનમાળાની સાથે ઉદ્યાનોમાં, વાપિકાઓમાં, મહેલોમાં, સરિતાના નીરમાં અને ગિરિના શિખર ઉપર યથેચ્છપણે રમવા લાગ્યો.
અહીં વનમાળાના વિયોગથી તેનો પતિ વીરકુવિંદ જાણે ભૂતે પ્રવેશ કર્યો હોય અને સર્વસ્વ હરાઇ ગયું હોય તેવો થઇ ગયો. એ વિયોગથી તૃષા, ક્ષુધા, નિદ્રા, છાયા કે તડકો, મહેલ કે લોકમાં કોઇ ઠેકાણે પણ પ્રીતિ રહી નહીં. મલીન શરીર
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૯૮