________________
નગરીમાં બનાવી દીધું. એવી રીતે ઇન્દ્રપુરી જેવી દ્વારિકા નામની નગરી દેવતાઓએ નિર્માણ કરેલી વાસુદેવને પ્રાપ્ત થઇ.
પછી બીજા દિવસે પ્રાતઃકાળે કુબેરે આવીને બે પીળા વસ્ત્રો, નક્ષત્રમાળા (હાર), મુગટ, કૌસ્તુભ નામે મહારત્ન, શાર્ક ધનુષ્ય, અક્ષય બાણવાળા બે ભાથાં, નંદક નામે ખડ્ગ કૌમોદકી ગદા અને ગરુડની ધ્વજાવાળો રથ એ સર્વ કૃષ્ણને આપ્યું. વનમાળા, મુશળ, બે નીલ વસ્ત્રો, તાલધ્વજ રથ, અક્ષય બાણવાળા બે ભાથાં ધનુષ્ય અને હળ રાજાને આપ્યાં. કંઠાભરણ, બાજુબંધ, ત્રૈલોક્યવિજય હાર, ચંદ્ર, સૂર્ય નામે બે કુંડલ, ગંગાના તરંગ જેવા નિર્મલ બે શ્વેત વસ્ત્રો અને સર્વતેજોહર નામે રત્ન કુબેરે હર્ષથી શ્રી અરિષ્ટનેમિ પ્રભુને આપ્યાં. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે સમુદ્રવિજયને ચંદ્રહાસ ખડ્ગ, બે સુંદર વસ્ત્ર અને દિવ્યરથ આપ્યો. મોટી ધ્વજાવાળો ૨થ, સહસ્રમુખા શક્તિ અને બે કૌસુમ્બી વસ્ત્રો મહાનેમિને આપ્યા. અક્ષય બાણવાળું ધનુષ્ય અને હાર રથનેમિને આપ્યા. તે સિવાય તેમના બીજા બંધુઓને યોગ્યતા પ્રમાણે વસ્ત્રો અને અસ્ત્રો આપ્યા. પછી કુબેર પ્રમુખ દેવતાઓએ અને સર્વ યાદવોએ મળી બલભદ્ર સહિત કૃષ્ણનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. કૃષ્ણ બલરામની સાથે દશાર્ણોનું માન સાચવીને સમુદ્રવિજયની આજ્ઞા પ્રમાણે સારી રીતે રાજ્ય કરવા લાગ્યા.
દશ ધનુષ્યની ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. તથાપિ જન્મથી કામદેવને જીતનારા હોવાથી તેમનું મન અવિકારી રહેલું હતું. તેવામાં એક વખત સ્વર્ગમાં ઇન્દ્રે દેવતાઓની આગળ સભા વચ્ચે શ્રી નેમિનાથ પ્રભુનું અદ્ભૂત સત્વ આ પ્રમાણે વર્ણવ્યું; ‘ત્રણ લોકમાં સત્વ, શૌર્ય, બળ, દાન, રૂપ અને ગુણમાં શ્રી નેમિનાથ ભગવંતની ઉપમાને યોગ્ય થાય તેવો કોઇપણ પુરુષ નથી.'
દેવો દ્વારા નેમિનાથ ભગવાનની સત્ત્વ પરીક્ષા :
આ સાંભળી કેટલાક મિથ્યાત્વી દેવતાઓ ઇન્દ્રનાં વચનને મિથ્યા કરવા માટે તત્કાળ પૃથ્વી ઉપર આવ્યા. રૈવતાચળની નીચેની ભૂમિ ઉપર સુરધાર નામે એક નગર વસાવી, તેઓ મનુષ્યરૂપે થઇ તેમને અસ્વસ્થ કરવા માટે રહ્યા. તેઓ દ્વારિકાનગરીના ઉદ્યાનની વૃક્ષશ્રેણીને લીલામાત્રમાં ઉખેડી નાખવા લાગ્યા. ગરીબ ભાર ઉપાડનારા લોકોનો પરાભવ કરવા લાગ્યા, પાણી ભરનારા તથા અન્ય લોકોની ઉપર પણ બહુ પ્રકારે જુલમ કરવા લાગ્યા અને દ્વારિકાના કિલ્લા સુધી પોતાની દુઃસહ
આજ્ઞા ચલાવવા લાગ્યા.
આ પ્રમાણે તેઓએ નગરમાં મોટો કોલાહલ કર્યો. તે સાંભળી વાસુદેવના પ્રથમ પુત્ર અનાવૃષ્ટિને કોપ ચડ્યો અને ક્રોધ વડે રાજા સમુદ્રવિજયની આજ્ઞા લીધા શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૩