________________
તૈયાર થયેલા છે, પણ તેમને ધર્મકુમાર અટકાવે છે. નીતિ સહિત પરાક્રમ આવું હોય છે. માટે હે દુર્યોધન ! તારા કુળને સળગાવવામાં અંગારા સમાન આ પતિવ્રતા દ્રૌપદીને તું છોડી દે. તારો પિતા બાહ્ય અંધ છે અને તું બાહ્ય અને અંદર બંને સ્થાનકે અંધ છે.
તે સાંભળી દુર્યોધન બોલ્યો, “આ પાંડવો બાર વર્ષ સુધી વનમાં જાય અને એક વર્ષ ગુપ્ત રહે. એ તેરમાં વર્ષમાં જો કોઈ ઠેકાણે રહેલા મારા જાણવામાં આવે તો ફરીવાર બાર વર્ષ સુધી વનમાં જાય.' ધર્મરાજા તે પ્રમાણે અંગીકાર કરી, ગુરુજનને નમી, દ્રૌપદી અને અનુજબંધુની સાથે હસ્તીનાપુરમાં આવ્યા. ત્યાં માતા-પિતાને નમીને યુધિષ્ઠિરે દુર્યોધન સંબંધી બધો વૃત્તાંત મનમાં જરાપણ ખેદ પામ્યા વિના જણાવ્યો.
આ વૃત્તાંત સાંભળી પાંડુ રાજા ક્ષણવાર મૌન રહ્યા પછી મનમાં સંસારની સ્થિતિ વિચારવા લાગ્યા. એટલે સત્ય પ્રતિજ્ઞાવાળા ધર્મપુત્ર બોલ્યા, “પિતાજી ! ખેદ કરશો નહીં. હું વનવાસમાં રહીને મારું નામ સાર્થક કરીશ. “
રાજ્યના ત્યાગમાં કે રાજ્યની પ્રાપ્તિમાં, વનમાં કે નગરમાં, જે પુરુષ પોતાનો બોલ પાળે છે, તેને સર્વ ઠેકાણે સમૃદ્ધિ મળે છે.” હે તાત ! તમે ધીર અને વીર છો અને કુરુવંશના કુલગિરિ છો, માટે અમને અમારો બોલ પાળવા વનમાં જવાની આજ્ઞા આપો. • પાંડવોનું વનવાસ માટે પ્રયાણ :
આ પ્રમાણેના તેનાં વચન સાંભળી પાંડુ રાજા સંમતિ આપવાના અને નિષેધ કરવાના સંકલ્પ વિકલ્પમાં પડ્યા ત્યારે પિતાએ નિષેધ નથી કર્યો માટે રજા આપી છે, એમ કલ્પીને તેઓ માતા પાસે આવ્યા. માતા-પિતાની આજ્ઞા લઈને જાણે લક્ષ્મીને પરણવા જતા હોય તેમ ધર્મકુમાર, પોતાના ચાર બંધુઓ અને પત્ની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. તેમની પાછળ સ્નેહને લીધે પાંડુ, કુંતી, મદ્રી, સત્યવતી, અંબા, અંબાલા અને અંબિકા પણ બહાર નીકળ્યા. પાંડવોને જતા જોઈને પ્રજાજનો ખૂબ રડ્યા.
નગરની બહાર આવ્યા પછી સત્ત્વશીલ ધર્મકુમાર ઊભા રહી પિતા અને માતાઓ પ્રત્યે નમસ્કારપૂર્વક અંજલી જોડીને બોલ્યા, “હે પિતા ! તમે કુરુવંશના આભૂષણ છો. માટે સત્ત્વને ધારણ કરો. અજ્ઞની જેમ પુત્રના સ્નેહથી કેમ આંસુ પાડો છો ? અમે તમારા પુત્રો પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થયા છીએ. તેમાં અમારું શ્રેય, તમારી કીર્તિ અને કૌરવનું મંગલ રહેલું છે. તે પિતા ! ધૃતરાષ્ટ્રના પુત્રોએ રાજયલુબ્ધ થઈને આવું હિત ન કર્યું હોત તો મારું સત્યપુત્રપણું ભાવિમાં સાચું શી રીતે જણાત ? માતાઓ ! તમે જે કાયર થઈ ગયા છો તે સ્નેહની ચેષ્ટા છે. માટે તમે પોતાનું વીરપત્નીપણું તથા વીરમાતાપણું સંભારીને હમણાં ધૈર્ય રાખો. તમારે
માહામ્ય સાર • ૨૩૮