________________
શંકા કર્યા વિના પહેલા શમીવૃક્ષ ઉપર શબાકારે આચ્છાદિત કરેલા મારાં ધનુષ્ય અને ભાથાં અહીં લઈ આવ.” એવી રીતે પોતાનું અને બંધુઓનું સ્વરૂપ કહીને ધનંજય અસ્ત્રો લઇ. તે ઉત્તરકુમારને સારથી કરી રથમાં બેસીને શત્રુઓની સન્મુખ ચાલ્યો.
અહીં ભીખે ભયંકર શંખધ્વનિથી અર્જુનને ઓળખી દુર્યોધનને કહ્યું કે, “આ સ્ત્રીનો વેષ ધારણ કરનાર અર્જુન છે. આજે યોગ્ય સમયે પ્રાપ્ત થયેલા તને તે જરૂર મારશે, માટે ત્રણ જગતને હર્ષ કરવા માટે હમણાં તેની સાથે સંધિ કર, નહિ તો સૈન્યના ચોથા ભાગથી રક્ષિત થઈ ગાયોના સમૂહ સાથે તું ગુપ્તપણે ચાલ્યો જા. રાજાનું રક્ષણ કરવું જોઈએ એવી નીતિ હોવાથી અમે તારા આંતરામાં રહીશું.' ભીષ્મપિતામહનો આ વિચાર સાંભળી ભીરુ દુર્યોધને સૈન્યના ચોથા ભાગ સાથે ગાયોને લઇને સત્વર ત્યાંથી પલાયન કરવા માંડ્યું. તે જોઈ અર્જુને ઉત્તરકુમારને કહ્યું, “જુવો કુમાર ! આ દુર્યોધન મારા ભયથી નાસી જાય છે, માટે તેની પાછળ ઘોડાને હાંકો.' તત્કાલ ઉત્તરકુમારે પ્રેરેલો રથ દુર્યોધનના સૈન્યની પાસે આવી પહોંચ્યો. પછી અર્જુને પોતાનો શંખ એવો ફૂંક્યો કે તેના નાદથી મોહિત થયેલી ગાયો ઊંચા પૂછડા લઇને સ્વયમેવ વિરાટનગર તરફ પાછી વળી.
ત્યારબાદ અર્જુને હવે તું શું જઈ શકીશ? માટે ઊભો રહે અને ધનુષ્યને સાધ.” એમ કહી અર્જુને ધનુષ્ય ચડાવ્યું. બાણોની વૃષ્ટિથી ક્રોડો સુભટોનો ક્ષય થતો જોઇને દયા આવવાથી અર્જુને સ્વપ્નદશા પમાડવા સંમોહનાસ્ત્ર છોડ્યું. તે વખતે દુર્યોધનની ચતુરંગસેના મોહ પામી ગઈ. ભીખવ્રતવાળા એક ભીષ્મ વિના સર્વે નિદ્રા પામી ગયા. ત્યારે અર્જુને ઉત્તરકુમારને કહ્યું કે, “હે કુમાર ! દુર્યોધનનાં, કર્ણનાં અને બીજાઓનાં જે વસ્ત્રો છે તે વેગથી ઊતારી અહીં લઈ આવ.” તેણે તત્કાળ તેમ કર્યું. પછી બાણ વડે ભીષ્મના ઘોડાને મારીને અર્જુન નગરમાં આવ્યો અને શત્રુનું સૈન્ય ઉપદ્રવિત થઇ નાસી ગયું.
અહીં વિરાટ રાજા વિજય મેળવીને હર્ષ ધરતા નગરમાં આવ્યા. તે વખતે તેમણે જાણ્યું કે, “ઉત્તરકુમાર શત્રુઓની પાછળ ગયો છે તેથી જરા મનમાં કચાવવા લાગ્યા. પછી પુત્રની પાછળ જવાની ઇચ્છા કરીને જોવામાં સૈન્યને તૈયાર કરતા હતા, તેવામાં દૂતોએ આવીને ઉત્તરકુમારના વિજયના ખબર આપ્યા. રાજાએ હર્ષથી નગરમાં ઉત્સવ કરાવ્યો અને પોતે આનંદથી રાજસભામાં કંકમુનિની સાથે સોગઠાબાજી રમવા લાગ્યા. રાજાએ પુત્રના વિજયની પ્રશંસા કરવા માંડી એટલે કંકમુનિએ રાજાને કહ્યું, “જેનો સારથી બૃહન્નડ થયો છે, એવા કુમારને વિજય કેમ સુલભ ન હોય ? ' અહીંયા નગરમાં આવતાં જ અર્જુન રથમાંથી ઊતરી પોતાના સ્થાનકે ગયો અને ઉત્તરકુમાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫૭.