________________
• પ્રધુમ્નનો પ્રભાવ :
આ પ્રમાણે હકીકત સાંભળી પ્રદ્યુમ્ન નારદને સાથે લઈ પ્રજ્ઞપ્તિ વિદ્યાએ રચેલા વિમાનમાં બેસી તત્કાળ દ્વારિકા નગરીમાં આવ્યો. વિમાન સહિત નારદને બહારના ઉદ્યાનમાં મૂકી બીજો વેશ પહેરીને તે નગરમાં ચાલ્યો. ત્યાં ભાનુને અર્થે આવેલી જાન તેના જોવામાં આવી. તેમાંથી જેનો વિવાહ થવાનો હતો તે કન્યાને હરી લઈને નારદ પાસે મૂકી. પછી પ્રદ્યુમ્ન વિદ્યા વડે કૃષ્ણના ઉદ્યાનને પુષ્પફલથી રહિત કર્યું. સર્વ જળાશયમાંથી જળ શોષી લીધું અને આખું નગર તૃણરહિત કરી દીધું. થોડીવાર રહીને સોદાગરનો વેષ કરી એક ઘોડા પર બેસી નગરની બહાર તે ખેલવા લાગ્યો. તેના ઉત્તમ ઘોડાને જોઇ સત્યભામાના પુત્ર ભાનુને મૂલ્યથી તે ઘોડા લેવાની ઇચ્છા થઇ. તેથી તે અશ્વની ઉપર બેસી ભાનુ તેને ખેલાવવા લાગ્યો. તત્કાલ પ્રદ્યુમ્નની માયાથી તે અશ્વ ઉપરથી પડી ગયો. એટલે લોકોએ હાસ્ય કરવાથી તે શરમાઇને નગરમાં ચાલ્યો ગયો.
પછી પ્રદ્યુમ્ન બ્રાહ્મણનો વેષ લઈ વેદ ભણતો નગરમાં આવ્યો. ત્યાં સત્યભામાની કુબ્બા (કુબડી) દાસીને વિદ્યાથી સરલ કરી અને તે માયાવવિખે કુળ્યા દાસીની પાસે યથેચ્છ ભોજન માગ્યું. દાસીએ પોતાની સાથે આવવા કહ્યું, એટલે તે દાસીની સાથે સત્યભામાના મંદિરમાં ગયો.
સત્યભામાએ તેને આસન ઉપર બેસાડ્યો. પછી કહ્યું, “હે દ્વિજ ! મને રૂક્મિણીથી અધિક રૂપવંતી કર.” કપટી બ્રાહ્મણે કહ્યું, ‘જો એવી ઇચ્છા હોય તો તત્કાલ વિરૂપા થઈ જા.” તેના વચનથી સત્યભામાં માથું મુંડાવી, જીર્ણ વસ્ત્ર પહેરી અને અંજન લગાડી કુરૂપ થઈ ગઈ. પછી કુલદેવી પાસે જઈ માયાવિપ્રના શીખવ્યા પ્રમાણે બડબડ વાણી બોલવા લાગી અને કપટી વિપ્રને ભોજન કરવા બેસાડ્યો. તેણે વિદ્યાશક્તિથી ભોજન કરતાં સર્વ અન્નપાન ખૂટાડી દીધાં, એટલે દાસીઓએ ‘તું ઊભો થા’ એ પ્રમાણે કહ્યું.
ત્યારપછી પ્રદ્યુમ્ન બાલમુનિનાં વેષે રૂક્મિણીને ઘેર ગયો. તેના દર્શન માત્રથી રૂક્મિણીને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને માટે આસન લેવાને રૂક્મિણી ઘરમાં ગઇ એટલે પાછળથી તે કૃષ્ણના રમણીય સિંહાસન ઉપર બેસી ગયો. તેને ત્યાં બેઠેલ જોઇ રૂક્મિણી બોલી, “આ સિંહાસન ઉપર કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના બીજો કોઈ પુરુષ બેસે તો દેવતાઓ તેને સહન કરી શકતા નથી.” તે બોલ્યો, “તપના પ્રભાવથી મારા ઉપર દેવતાની શક્તિ ચાલતી નથી. હું સોળ વર્ષ પર્યત તપ કરીને આજ અહીં પારણાંને માટે આવ્યો છું. માટે મને ભિક્ષા આપો અને જો ભિક્ષા આપી શકો તેમ ન હોય તો કહો એટલે હું સત્યભામાને ઘેર જાઉં.'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૦