________________
બંનેમાં મોટો તફાવત છે.' વસુદેવે કહ્યું, “રે કૂવાના દેડકા ! તું શું જાણે છે? દેશદેશમાં પરાક્રમ બતાવી હું આદર-માન પામ્યો અને સ્વયંવરમાં આવેલી કન્યાઓને હું પરણ્યો છું, પછી સમયે બંધુઓના અતિ આગ્રહથી પુનઃ નગરમાં આવ્યો છું અને નિર્લજજ ! તું તો માયાથી કન્યાઓને પરણ્યો છે અને માતાને છેતરીને નગરમાં આવ્યો છે. કાંઈ આદરથી આવ્યો નથી.” આ પ્રમાણે પોતાના પિતામહને ક્રોધ પામેલા જાણી શાંબે પ્રણામ કરીને કહ્યું કે, “હે તાત ! આ બાળકનાં દુઃચેષ્ટિતને ક્ષમા કરો.” આવું વિનયવાળું અને મોટાઈને દૂર કરનારું સાંબનું વચન સાંભળી વસુદેવ મનમાં અતિ હર્ષ પામ્યા અને તત્કાલ તે નીતિવાન પૌત્રની પ્રશંસા કરવા લાગ્યા. • યુદ્ધ નિવારવા માટે કૌરવો પાસે મોકલાયેલ વિજય નામનો દૂત :
આવી રીતે પ્રદ્યુમ્નવગેરે યાદવરાજાના કુમારો સાથે પાંડવોના કુમારો હર્ષથી ખેલતા હતા અને યાદવોએ આપેલા સન્માનથી પાંડવો પણ રાત્રિદિવસ ઇચ્છાનુસાર મનોરથ પ્રાપ્ત કરતા ઘરની જેમ ત્યાં સુખે રહેતા હતા. તેવામાં એક વખત સમુદ્રવિજય વગેરે યાદવપતિઓ અને રામ-કૃષ્ણ વગેરે એકઠા મળી પાંડવોને કહેવા લાગ્યા કે, “સત્યપ્રતિજ્ઞાવાળા તમે શત્રુઓનું સર્વ ચેષ્ટિત સહન કર્યું. કેમ કે “સપુરુષો પ્રલયકાલમાં પણ પોતાના વચનથી ચલાયમાન થતા નથી. પરંતુ હવે તમને સમય પ્રાપ્ત થયો છે, માટે શત્રુઓને દૂર કરવા એ જ યુક્ત છે.
તે સાંભળી ધર્મપુત્રે કહ્યું, “દુઃખકારી લક્ષ્મીના લાભ માટે પોતાની પાંખો જેવા બંધુજનને મારાથી કેમ કરાય ?' તે સાંભળી દ્રૌપદીએ ભીમની સામે જોયું. એટલે અતુલ બળવાળો ભીમસેન બોલ્યો, ‘તમે કદી શત્રુઓને સહન કરો પણ હવે હું તેમના પરાભવને સહન કરવાનો નથી.” આવાં તેના વચન સાંભળીને યુધિષ્ઠિરે યાદવોને કહ્યું, “જો કે શત્રુઓ મારવાને યોગ્ય છે અને આ ભીમ વગેરે યુદ્ધ કરવા ઉત્સુક છે. તો પણ પ્રથમ તેમને સામ અને ભેદથી સમજાવવા યોગ્ય છે. તેથી સમુદ્રવિજય વગેરેની આજ્ઞાથી વિજય નામે દૂત રથમાં બેસીને હસ્તીનાપુર ગયો.
જયાં ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વગેરે બેઠા હતા તે સભામાં આવી વિજયે દુર્યોધનને કહ્યું, “હે રાજા ! દ્વારકાધીશ કૃષ્ણનો વિજય નામે હું દૂત છું. તેમનો સંદેશો મારા મુખથી તમે સાંભળો. સત્યપ્રતિજ્ઞાવાળા પાંડુપુત્રો જે તમારા બંધ થાય છે, તેઓ પોતાના કહ્યા પ્રમાણે સમય આવતાં હવે પ્રત્યક્ષ થયા છે. જેવી રીતે તેઓ પોતાનો કાળ નિર્ગમન કરી સત્ય રીતે વર્યા, તેવી રીતે તેમને તેમનો રાજ્યભાગ પાછો સોંપી તમે પણ સત્ય રીતે વર્તો. હે રાજા ! એક પૃથ્વીના લવ માટે પૂર્વની જેમ તમારે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૬૫