________________
સભામાં આવી રાજાને નમીને બેઠો. કુમાર બોલ્યો, ‘હે પિતાશ્રી ! જેનાથી મેં વિજય મેળવ્યો છે તે આજથી ત્રીજે દિવસે બંધુઓ સહિત સ્વયમેવ પ્રગટ થશે.'
ત્રીજો દિવસ આવ્યો, એટલે યુધિષ્ઠિરે શુદ્ધ વસ્ત્ર પહેરી અર્હતની પૂજા કરી ક્ષુદ્ર દેવતાને બલિદાન આપ્યું. પછી ચારે ભાઇઓએ પોત-પોતાનું સ્વરૂપ ધારણ કરી હર્ષથી આવીને સિંહાસન પર બેઠેલા ધર્મપુત્રને નમસ્કાર કર્યો. વિરાટ રાજાએ પણ ત્યાં આવીને પ્રણામ કર્યા અને ‘આ રાજ્ય, આ સંપત્તિ અને બીજું જે કાંઇ અહીં છે, તે સર્વ તમારું જ છે.' એમ કહી વિરાટ રાજાએ વિજ્ઞપ્તિ કરી, એટલે ધર્મરાજા કેટલાક દિવસો સુખે ત્યાં રહ્યા.
એક વખત વિરાટ રાજાએ પોતાની પુત્રી ઉત્તરા અર્જુનના પુત્ર અભિમન્યુને યોગ્ય છે, એવું ધર્મપુત્રને જણાવ્યું. તેથી ધર્મપુત્રે દૂત મોકલીને દ્વારિકામાં રહેલા અભિમન્યુને બોલાવ્યો. પોતાના ભાણેજને લઇ કૃષ્ણ પણ ત્યાં આવ્યા. પછી મત્સ્યદેશના વિરાટ રાજાને અને પાંડવોને હર્ષ આપતા એવા કૃષ્ણે શુભ દિવસે આનંદપૂર્વક અભિમન્યુ અને ઉત્તરાનો વિવાહ મહોત્સવ કર્યો. પછી વિરાટની આજ્ઞા મેળવીને હર્ષિત થયેલા કૃષ્ણ પોતાની ફઇને અને પાંડવોને દ્વારિકામાં લઇ ગયા.
કૃષ્ણપુત્ર પ્રધુમ્નકુમારનો જન્મ :
એક વખત રૂક્મિણીએ સ્વપ્નામાં શ્વેત વાદળની ઉપર રહેલા વિમાનમાં પોતે બેઠેલી હોય તેવું જોઇ કૃષ્ણને કહ્યું. કૃષ્ણે કહ્યું, ‘તમારે પુત્ર થશે.’ તે સાંભળી કોઇ દાસીએ તે ખબર સત્યભામાને આપ્યા. એટલે સત્યભામા કૃષ્ણની પાસે આવી કહેવા લાગી. મેં સ્વપ્નમાં એક મોટો હાથી જોયો છે.' તેની ચેષ્ટા ઉપરથી તેનું વચન ખોટું જાણી કૃષ્ણે કહ્યું, ‘તું ખોટો ખેદ કર નહીં.' સત્યભામા બોલી, ‘જો આ ખોટું હોય તો, જેનો પુત્ર પ્રથમ પરણે તેને બીજીએ પોતાના કેશ આપવા. આવી પ્રતિજ્ઞા કરી પૂર્ણ સમયે બંનેને પુત્રો જન્મ્યા. રૂક્મિણીનો પુત્ર પ્રદ્યુમ્ન નામે થયો અને સત્યભામાને ભાનુ નામે પુત્ર થયો.
પૂર્વના વૈરથી ધૂમકેતુ નામનો કોઇ દેવ રૂક્મિણીનો વેષ લઇ કૃષ્ણ પાસે આવી પ્રદ્યુમ્નને લઇને વૈતાઢ્યગિરિ પર ચાલ્યો ગયો. ત્યાં એક ટંકશિલા ઉપર તેને મૂકી તે દેવ અંતર્ધાન થઇ ગયો. તેવામાં કાલસંવર નામનો કોઇ ખેચર ત્યાંથી નીકળ્યો. તે બાળકને લઇને પોતાના નગરમાં આવ્યો. તેણે કનકમાલા નામની પોતાની પત્નીને પુત્રપણે અર્પણ કર્યો અને ‘આજે મારે પુત્ર થયો.' એવી નગરમાં ઘોષણા કરાવી. ત્યાં પુત્રવત્ પ્રીતિથી લાલન પામતો તે કુમાર મોટો થયો. સુવર્ણ જેવી કાંતિવાળા તે પુત્રનું ત્યાં પણ પ્રદ્યુમ્ન નામ પડ્યું. પુત્રના વિયોગથી કૃષ્ણને દુઃખી થયેલા જાણી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૫૮