________________
તેના વચન સાંભળી રૂક્મિણી બોલી, ‘ઉદ્વેગને લીધે મેં આજે કાંઇપણ રાંધ્યું નથી.’ તેણે ઉદ્વેગનું કારણ પૂછ્યું, એટલે તે બોલી, ‘મેં મસ્તકનું દાન કરી કુલદેવીની આરાધના કરી હતી. ત્યારે તેણે ‘આજે મને પુત્રનો મેળાપ થશે' એમ કહ્યું હતું. વળી તેણે પુત્રના આવવાની નિશાનીમાં આ આમ્રવૃક્ષને પુષ્પો આવવાનું કહ્યું હતું, તે પુષ્પો તો આજે આવ્યા પણ પુત્રનો મેળાપ હજી થયો નહીં, માટે હવે તમે પણ હોરાનો વિચાર કરીને કહો કે મને મારો પુત્ર ક્યારે મળશે ?' બાલમુનિ બોલ્યા, ‘ખાલી હાથે હોરા સફલ થતી નથી.’ રૂક્મિણીએ કહ્યું, ‘તમને શું આપું ?’ તેણે કહ્યું, ‘મને ખીર બનાવીને આપો.’
પછી રૂક્મિણીએ ખીર બનાવવા માટે સર્વ દ્રવ્ય ભેગાં કરાવ્યાં અને પોતે ખીર કરવા માંડી. કપટમુનિએ વિદ્યાબલથી ક્ષણવારમાં તેનાં સર્વ પદાર્થો બાળી નાંખ્યા. તેથી રૂક્મિણી ખેદ પામી ગઇ. પછી બાલ્યમુનિએ કૃષ્ણને ખાવાના મોદક માંગ્યા. રૂક્મિણી બોલી, ‘તે મોદક કૃષ્ણથી જ જીરવાય તેવા છે. બીજાઓને પચે તેવા નથી. તેથી હું તમને આપીને ઋષિહત્યા કરીશ નહીં.’ મુનિ બોલ્યા, ‘તપના પ્રભાવથી મારે કાંઇપણ દુર્જર નથી.' પછી શંકાયુક્ત ચિત્તે રૂક્મિણીએ એક એક મોદક આપવા માંડ્યો. તે બીજો ન આપે તેટલામાં તો મુનિ પેલો મોદક સત્વર ખાઇ જવા માંડ્યા. તે જોઇ આશ્ચર્યથી આનંદ પામેલી રૂક્મિણી હાસ્ય કરીને બોલી, ‘મુનિ ! તમે ખરેખર બળવાન જણાવો છો.'
અહીં કુલદેવીના નામને જપતી સત્યભામા પાસે આવીને તેના સેવક લોકો કહેવા લાગ્યા કે, ‘આપણું વન પુષ્પફળ વગરનું થઇ ગયું. ગામમાં ઘાસની દુકાનો ઘાસ વિનાની થઇ ગઇ, જળાશયો નિર્જળ થઇ ગયા, ભાનુક ઘોડા ઉપરથી પડી ગયો, જાનમાંથી કન્યાનું હરણ થયું અને પેલો વિપ્ર જતો રહ્યો.' તે સાંભળી ખેદ પામતી સત્યભામાએ ક્રોધથી હાથમાં ડાબલા આપીને દાસીઓને કેશ લેવાને માટે રૂક્મિણીને ઘેર મોકલી. કપટી સાધુએ માયા વડે તે દાસીઓના કાપેલા કેશથી જ પાત્રોને પૂરી દીધાં અને ‘રૂક્મિણી કેશ આપતા નથી' એમ કહીને તેને પાછી સત્યભામાની પાસે મોકલી. એટલે સત્યભામાએ જામીન થયેલા કૃષ્ણની પાસે રૂક્મિણીના કેશ માંગ્યા. કૃષ્ણે કહ્યું, ‘તું જ મંડિત થઇ છો, હવે બીજાનાં કેશનું શું કામ છે ?' ત્યારે તે બોલી, ‘હાસ્ય કરો નહીં, મને કેશ લાવી આપો.' પછી કૃષ્ણે કેશ લેવા માટે બલભદ્રને ‘રૂક્મિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રદ્યુમ્ને વિકુર્વેલું કૃષ્ણનું રૂપ જોઇ તેને ત્યાં આવેલા જાણી લજ્જા પામીને પાછા ગયા. ત્યાંથી સભામાં આવી ત્યાં પણ કૃષ્ણને જોઇ રામ બોલ્યા કે, ‘તમે બે રૂપ લઇ તમારી વધૂને અને મને લજવી દીધાં.' હરિએ બલભદ્રને
૧.
હોરા = નિમિત્ત જોવા માટેનું એક સાધન (આ જ્યોતિષનો વિષય છે). શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૬૧