________________
હાથમાં ખડ્ઝ લઈને ધર્મકુમાર વેગથી આક્ષેપ કરતા દોડ્યા. તેવામાં પ્રચંડ પરાક્રમવાળા ભીમસેને પોતે જ સજજ થઈ યમરાજની જેમ હાથમાં ગદા લઈને રાક્ષસને મારી નાંખ્યો. તેને માર્યો પછી ભીમના રૂપથી મોહ પામેલી હિડંબા તેમની સેવા કરવામાં તત્પર રહેતી તેમની પાછળ ચાલવા લાગી. • ભીમ અને હિડંબાનું પાણિગ્રહણ :
એક વખતે અરણ્યમાં વિષમ માર્ગ આવવાથી તેમનાથી જુદી પડી ગયેલી દ્રૌપદી યૂથભ્રષ્ટ મૃગલીની જેમ એકલી ભમવા લાગી. પરંતુ સિંહ, ડુક્કર, હાથી, વ્યાધ્ર, સર્પ અને અજગર વગેરે શિકારી પ્રાણીઓ શીલમંત્રથી પવિત્ર એવી દ્રૌપદીને કિંચિતુ. પણ પરાભવ કરવા સમર્થ થઈ શક્યા નહીં. પાંડવો કોઇપણ સ્થાનકે તેનો પત્તો મેળવી શક્યા નહીં. જયારે તેઓ ખેદ પામીને નિરાશ થયા, ત્યારે ભીમસેનનાં કહેવાથી હિડંબા દ્રૌપદીની શોધ કરીને ત્યાં તેડી લાવી. પછી હિડંબા દ્રૌપદી અને કુંતીને અતિવાત્સલ્યથી અંધ ઉપર ઉપાડીને તેમની ઇચ્છા પ્રમાણે અન્ન-જળ આપતી માર્ગમાં સાથે ચાલી. તેની ભક્તિથી હર્ષ પામેલા કુંતી અને યુધિષ્ઠિરે તેને ભીમસેન સાથે પરણાવી. પછી ભીમસેન ઉપર અનુરાગિણી હિડંબા માર્ગમાં વિવિધ મહેલો બનાવી ઇચ્છાનુસાર રૂપ કરી ભીમની સાથે રમવા લાગી.
હિડંબાએ લાવી આપેલા અન્નપાન દ્વારા નિશ્ચિત અને શ્રમરહિત બનેલા પાંડવો બ્રાહ્મણનો વેષ ધરીને ફરતા ફરતા એકચક્ર નગરમાં આવ્યા. ત્યાં દેવશર્મા નામના બ્રાહ્મણને ઘેર નિવાસ કરીને ધર્મપુત્રે વાત્સલ્ય કરનારી હિડંબાને કહ્યું, “હે વધૂ! અમારે આવું દુઃખ બાર વર્ષ સુધી નિત્ય સહન કરવાનું છે, માટે હમણાં તમે તમારાં ઘરે જાઓ.' પોતાના જયેષ્ઠની આવી આજ્ઞાથી હિડંબા પોતાને ગર્ભ છે, એવું કુતીમાતાને જણાવી અને “સમય આવે ત્યારે મને સંભારવી” એમ સૂચના કરી અંતતિ થઈ. • બક રાક્ષસનો વધ :
દેવશર્માને ઘેર નિવાસ કરીને રહેલા પાંડવોએ એક વખત પાડોશમાં રહેતી સ્ત્રીઓના પોકાર અને હાહાકારના વચનો સાંભળ્યા. તેમના દુઃખથી દુઃખી થયેલા ભીમસેને દેવશર્માને પૂછ્યું કે, “આ તમારું કુટુંબ કેમ શોકાતુર થયું છે ?” ત્યારે દેવરાજે પોતાના લલાટ ઉપર હાથ મૂકી રુદન કરીને અરે દેવ ! એ પ્રમાણે નિઃસાસા મૂકતો “આ મારા અભાગ્યથી થયેલું છે ?” એમ કહેવા લાગ્યો. વળી બોલ્યો કે, “હે મહાભાગ્ય વિપ્ર ! આ મારી અકસ્માત પ્રાપ્ત થયેલી વિટંબનાને શરણ વગરનો હું શું કહું ? તો પણ હે વત્સલ ! સાંભળો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૨