________________
મારી તેવી વિડંબના કરી તેને પણ આર્યપુત્રોએ સહન કરી ! અને આપણે રાજ્ય છોડી વનનો આશ્રય કર્યો તો પણ ધૃતરાષ્ટ્રના પુત્રો વૈરથી વિરામ પામતા નથી.' દ્રૌપદીનાં આવા વચન સાંભળી ભીમસેન જાણે મૂર્તિમાન વી૨૨સ હોય તેમ પોતાનો હાથ પૃથ્વી પર પછાડતો ઉભો થયો. અર્જુને મેઘની જેમ ગર્જના કરીને ક્રોધથી ધનુષ્યનો ટંકાર કર્યો. જાણે તેમના પ્રતિબિંબ હોય તેવા નકુળ અને સહદેવ પણ રાતાં નેત્ર કરીને ખડ્ગ ઉછાળવા લાગ્યા. તેઓને ક્ષોભ પામેલા જોઇ ધર્મકુમારે કહ્યું, ‘હે મહાવીરો ! શાંત થાઓ. શત્રુઓને હરે તેવું તમારું બળ હું જાણું છું. યુદ્ધમાં ઉદ્યત થયેલા એવા તમારાથી મારું વચન મિથ્યા ન થાય માટે આપણે સ્વીકારેલી પ્રતિજ્ઞામાં બાકી રહેલો કાળ પૂરો થતાં સુધી રાહ જુઓ.'
આવી જ્યેષ્ઠબંધુની આજ્ઞા થતાં સર્વે અનુજો પાછા શાંત થઇ ગયા. યુધિષ્ઠિરે પ્રિયંવદને સામો સંદેશો કહી, તેનું સન્માન કરી હૃદયમાં વિદુરના વચનો ધારી લઇને વિદાય કર્યો. પછી પાંડવો દ્વેતવનને છોડી ગંધમાદન પર્વતમાં રહેવા ગયા. ત્યાં આગળ ઇન્દ્રકિલ નામનો પર્વત તેમણે જોયો. એટલે અર્જુન સમય આવેલો જાણી યુધિષ્ઠિરને જણાવીને તત્કાળ એકાગ્રમને વિદ્યા સાધવા માટે તે ગિરિમાં ગયો. ત્યાં શ્રી યુગાદિપ્રભુને નમી પવિત્ર થઇને મણિચૂડ વગેરે ખેચરો પાસેથી પ્રાપ્ત કરેલી વિદ્યાઓ સાધવા તે સ્થિર થયો. કમલાસન પર બેસીને ધ્યાન ધરતો અર્જુન મેરૂની જેમ નિષ્કપ અને શ્વાસોશ્વાસરહિત પાષાણની જેમ નિશ્વળ થઇ ગયો. એક મને રહેલા તે અર્જુનને ભૂત, વેતાળ, શાકિની, સિંહ, વ્યાઘ્ર અને હાથી વગે૨ે કોઇપણ પ્રાણી ધ્યાનથી જરાપણ ચલાયમાન કરી શક્યા નહીં. યોગ્ય સમયે સર્વ વિદ્યાદેવીઓ પ્રસન્ન થઇ તેની આગળ આવીને કહેવા લાગી કે, ‘અમે સર્વે તુષ્ટમાન થયેલ છીએ. માટે વરદાન માંગો.' અર્જુને ઉઠીને તેમને નમસ્કાર કર્યો. એટલે ઉજ્જવળ કાંતિવાળી તે વિદ્યાઓ અર્જુનના શરીરમાં સંક્રમિત થઇ.
·
અર્જુન તથા શિકારીનું યુદ્ધ
દેવ પ્રગટ ઃ
વિદ્યા સિદ્ધ કરી અર્જુન આનંદથી પર્વતના શિખર પર બેઠો હતો. ત્યાં કોઇ શિકારીથી હણાતો એક વરાહ તેણે જોયો. અર્જુને તેની પાસે આવીને કહ્યું, ‘અરે શિકારી ! આમ ન કર. આ તીર્થમાં મારા દેખતાં આ વરાહને કેમ મારે છે ? આ શરણ રહિત એવા નિરપરાધી ડુક્કરને મારે છે. તેથી તારું બળ, તારું જ્ઞાતાપણું અને તારું કુળ સર્વ વૃથા છે.'
આવી રીતે તેણે તિરસ્કાર કર્યો તેથી શિકારી બોલ્યો, ‘અરે વટેમાર્ગુ ! આ અરણ્યમાં સ્વેચ્છાથી વિચરતા એવા મને શા માટે વારે છે ? આ વનવાસી જીવોનો
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૪૫