________________
એમ જણાય છે. ત્રણે જગતમાં એવો કોઈ પુરુષ નથી કે જે તારા ક્રોધને સહન કરી શકે. તેથી હે દેવી ! સ્વયમેવ જ મરેલા આ સર્વને મારવાથી તારું કાંઇપણ પરાક્રમ ગણાશે નહીં.” આ પ્રમાણે દ્રૌપદીએ ભક્તિસહિત યુક્તિ વડે તેને સમજાવી. એટલે તે પોતાને કૃતકૃત્ય માનતી અને હાસ્ય કરતી કરતી પાછી ચાલી ગઇ.
તેના ગયા પછી દ્રૌપદી પાસે આવી પાંડવોને જોવા લાગી ત્યારે તેમને મૃતપ્રાયઃ જાણી મૂચ્છિત થઈ ફરી ચૈત્યન્ય પામી વારંવાર ઊંચે સ્વરે વિલાપ કરવા લાગી. ત્યારે ત્યાં ઊભેલી ભિલ્લની સ્ત્રીએ તેના આંસુ લૂછીને કહ્યું, “હે સુશીલા ! આ સર્વે માયાથી મૂચ્છ પામેલા છે, તેઓને મણિકાળા નદીના જળથી પાછા સજીવન કર.” તે સાંભળી દ્રૌપદી ખુશ થઇ, અને પાસેની મણિકાળા નદીનું જળ લાવી, તેનું સિંચન કરીને તેઓને સજીવન કર્યા. અકસ્માત્ સૂઈને ઊઠ્યા હોય તેમ ઊઠીને પાંડવો આશ્ચર્ય પામી દ્રૌપદીનાં વચનથી બધી હકીકત સાંભળી, વિચાર કરવા લાગ્યા કે, અહીં સૈન્ય સાથે ક્યો રાજા આવ્યો? દ્રૌપદીનું હરણ કોણે કર્યું? વિષમય જળવાળું સરોવર ક્યાંથી થયું ? આ પ્રિયા દ્રૌપદી ભિલ્લ સ્ત્રીના વચનથી અહીં સ્વયમેવ ક્યાંથી આવી? વળી તેણે અમૃત જેવા મણિકાળા નદીના જળથી આપણને શી રીતે જીવાડ્યા ? અહો ! શું આ વિધિનો વિલાસ છે ? કે ચિત્તનો ભ્રમ છે ? અથવા શું દૈવનું ચેષ્ટિત છે ? કે સ્વપ્ન છે ?
આવી રીતે પાંડવો વિચારતા હતા, તેવામાં તેજથી પ્રકાશ પાથરતો કોઈ દેવ ત્યાં આવી શુદ્ધવાણી વડે તેમને કહેવા લાગ્યો, “હે ધર્મકુમાર ! આ કાર્યથી તમે ચિત્તમાં કેમ આશ્ચર્ય પામો છો ? આ સર્વ માયા કૃત્યાને ઠગવા માટે મેં કરી હતી. તમે કરેલા અહંનાં ધ્યાનથી સંતુષ્ટ થયેલો હું ઇન્દ્રનો સેનાપતિ હરિર્ઝેગમેલી દેવ છું અને મેં માયા કરીને ત્યાને ઠગી છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે મને સંભારજો .” એમ કહી તેણે પાંડવોને કેટલાંક આભૂષણો આપ્યા. પછી તે પરમદ્ધિક દેવ પોતાના સ્થાને ગયો.
પૂર્વના વિશેષ પુન્યથી, સર્વ દુઃખ અને ઉપાધિથી મુક્ત થયેલા પાંડવો સમાધિ સહિત વિશેષ રીતે પ્રભુના ધ્યાનમાં તત્પર થયા. એક વખત મધ્યાહ્ન કાળે રસોઈ તૈયાર થઈ હતી. તેવા અવસરે કોઈ માસખમણના તપસ્વી મુનિ પારણા માટે ત્યાં આવ્યા. સાક્ષાત્ સમતારસરૂપ તે મુનિને જોઇ પાંડવોએ હર્ષના ઉત્કર્ષથી તેમને નમસ્કાર કર્યો. પછી રોમાંચ ધારણ કરતા અને હર્ષથી પોતાને ભાગ્યશાળી માનતા તેઓએ ભક્તિથી મુનિને દાન આપ્યું. તે વખતે આકાશમાં દુંદુભિ વાગી, સુવર્ણની વૃષ્ટિ થઇ, વસ્ત્રોની વૃષ્ટિ થઈ અને જય જયારવ થયો. પછી શાસનદેવીએ આકાશમાં રહીને કહ્યું, “હે વત્સો ! હું શાસનદેવી છું અને તમારા દાનનાં માહાભ્યથી સંતુષ્ટ થયેલી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫ર