________________
છું. તમે વનમાં બાર વર્ષ પસાર કર્યા છે, હવે તેરમું વર્ષ વેષ પરાવર્તન કરી મત્સ્ય દેશમાં રહીને નિર્ગમન કરો.' એમ કહી શાસનદેવી અંતહિત થયા. પછી પાંડવો પોતાની કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવાને માટે એકઠા થઇ વિચાર કરવા લાગ્યા. • પાંડવોનો ગુખવાસ - કીચકનો વધ :
તે અવસરે ધર્મરાજ બોલ્યા, “હું કંક નામે બ્રાહ્મણ વેષ લઇ વિરાટ રાજાનાં ઘેર રહીશ.” ભીમે કહ્યું, “હું વલ્લવ નામે રાજાનો રસોઇઓ થઇને રહીશ.' અર્જુન બોલ્યો, “હું ખૂહુન્નટ નામે નાટ્યકળાનો શિક્ષક થઈને રહીશ.' નકુલે કહ્યું, “હું ગાંધિક નામે અશ્વપાળ થઈશ.” સહદેવ બોલ્યો, “હું તંત્રપાળ નામે ગોપાળ થઈને રહીશ.” દ્રૌપદી બોલી, “હું સૈરઘી નામે રાજાની પત્નીની અનુચરી થઈશ.' કારણ કે તે કામ મારે સુખદાયક અને યોગ્ય છે. પરસ્પર આવો વિચાર કરી પોત-પોતાના ધારેલા વેષને ધારણ કરીને તેઓ અનુક્રમે વિરાટ દેશમાં આવ્યા. નગરમાં નજીક ભાગમાં સ્મશાનની અંદર શમીવૃક્ષની ઉપર પાંડવોએ પોતાના ધનુષાદિ શસ્ત્રો સ્થાપન કર્યા. સભામાં આવતાં તેમને વિરાટ દેશના રાજાએ તેમના ઇચ્છિત કામ ઉપર નીમી દીધા.
ત્યાં સન્માનપૂર્વક તેઓ ગુપ્તવૃત્તિએ સુખે રહેવા લાગ્યા. કુંતીને કોઇના ઘરમાં ગુપ્ત રાખ્યાં. રસોઈના કામ પર રહેલા ભીમે રણભૂમિમાં મલ્લ સુભટોને મારી નાખ્યાં, તેથી તે રાજા પાસે વિશેષ માન પામ્યો.
વિરાટ રાજાની રાણી સુદૃષ્ણાને એકસોને છ ભાઇઓ હતા. જેઓ રાજાના સાળા થતા હતા તેઓમાં કીચક નામે મુખ્ય હતો. તે કીચકે એકવાર પોતાની બહેન સુદેખ્તાના મહેલમાં રૂપવાન દ્રૌપદીને જોઈ. તેથી મોહ પામી ગયો. સમય મેળવી કીચકે ચતુર વાણીથી દ્રૌપદીની પ્રાર્થના કરી. દ્રૌપદીએ તેને ધિક્કારીને કાઢી મૂક્યો. તેથી કીચકે દ્રૌપદી સંબંધી અભિલાષ પોતાની બહેન સુદૃષ્ણાને જણાવ્યો. કીચકને સુદેષ્માએ કહ્યું કે, “હું કોઇ ન્હાનું કરી સૈરઘીને તારા આવાસમાં મોકલીશ. એટલે ત્યાં તું તેની પ્રાર્થના કરજે.” એવી રીતે સુદૃષ્ણાએ કીચકને આશ્વાસન આપ્યું.
ત્યારપછી સુષ્માએ કોઈ ન્હાનું કાઢીને બળાત્કારે દ્રૌપદીને કીચકના ઘેર મોકલી. પૃથ્વી પર લોચન રાખીને પોતાને ઘેર આવતી તેને જોઈ કીચક ઉત્કંઠિતપણે તત્કાળ ઊભો થઈ પહોળા હાથ કરીને બોલ્યો, “હે કાતરાણી ! અહીં આવ, અહીં આવ, મને આલિંગન આપ. હે પ્રિયા ! કામદેવથી પીડિત એવા મને પ્રસન્ન કર.” એવાં તેના શ્રુતિકટુ વચન સાંભળી દ્રૌપદી બોલી, “રે મૂઢ ! તું આવું પાપી વચન બોલ નહીં. મારા પાંચ પતિઓ ગુપ્ત રીતે રહ્યા છે, તેઓ તને મૃત્યુ પમાડી દેશે.” આવી રીતે કહેતી દ્રૌપદીને કીચકે કેશમાંથી પકડી અને આર્તપોકાર કરતી બાળા ઉપર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૫૩