________________
બીજે દિવસે સૂર્યનો ઉદય થતાં આકાશમાંથી ઊતરીને પાંડવોએ વેગથી આવી માતાને નમસ્કાર કર્યો. એટલે કુંતી માતાએ કાયોત્સર્ગ પારીને, નમી રહેલા પુત્રોને કિંચિત્ નેત્રાશ્રુ વડે હર્ષથી નવરાવી દીધા. તેવામાં કોઇ છડીદારે આવી નમસ્કાર કરીને વિસ્મય ઉત્પન્ન કરતાં કુંતીને કહ્યું, “હે માતા ! કેવળજ્ઞાનીનો ઉત્સવ કરવા માટે આ રસ્તેથી ઇન્દ્ર જતા હતા. તેવામાં તમારી ઉપર આવતાં તેમનું વિમાન અલિત થઈ ગયું. તેથી તેનું કારણ જાણવા માટે ઇન્દ્ર પ્રહિત નામના તેના સેવક એવા મને મોકલ્યો. મેં અહીં આવી તમને જોઈને તેમને નિવેદન કર્યું. તમારું પરમેષ્ઠી નમસ્કારરૂપ મહામંત્રનું ધ્યાન જ પોતાનાં વિમાનને અલિત કરનાર છે એમ જાણી ઇન્દ્ર તમે શા માટે ધ્યાન કરો છો ? તે વિષે ચિંતવન કરી મને કહ્યું કે, “પાંચાલીના વચનથી પાંચે પાંડવો સુવર્ણકમલ લેવાને માટે મોટા સર્પોવાળા સરોવરમાં પ્રવેશ્યા હતા. તેથી તે સરોવરનો સ્વામી શંખચૂડ તેમને નાગપાશથી દઢ રીતે બાંધીને પાતાળમાં લઈ ગયો છે. તે પાંડવોને માટે આ બંને સતીઓ પરમેષ્ઠીની સ્તુતિ અને
મૃતિરૂપ ધ્યાન કરે છે, માટે મારી આજ્ઞા વડે તું પાતાળમાં જઈ શંખચૂડ પાસેથી તેમને છોડાવી સતીઓની પાસે લાવી તેમનું ધ્યાન મૂકાવ.'
આવો ઈન્દ્રનો આદેશથવાથી હું પાતાળમાં ગયો અને તે નાગપતિને આક્ષેપથી કહ્યું, “રે શંખચૂડ ! આ નિરપરાધી અને શસ્ત્ર વગરનાં પાંડવોને તે કેમ બાંધી લીધા છે ?' તેણે કહ્યું કે, “મારા સરોવરમાંથી કમળ લેવાની તેઓએ ઇચ્છા કરી, તેથી મેં બાંધી લીધા છે. પછી મેં તેને ઇન્દ્રનો નિર્દેશ કહી બતાવ્યો. એટલે તરત જ ઇન્દ્રની આજ્ઞાથી શંખચૂડે તેમનો સત્કાર કરીને પોતાના રાજ્યાસન ઉપર બેસાડ્યા. કેમ કે, સુર, અસુર અને મનુષ્યોને ઇન્દ્રની આજ્ઞા માન્ય છે. તમારા ચરણકમળમાં ભ્રમરરૂપ પાંડવોએ તેનું રાજય લેવામાં નિઃસ્પૃહ થઈ રણસંગ્રામમાં અર્જુનને સહાય કરવાની તેની પાસે માંગણી કરી. સર્પપતિએ તેમ કરવાનું અંગીકાર કરી અર્જુનને એક ઉત્તમ હાર, ધર્મકુમારને રત્નમય બાજુબંધ અને બીજાઓને હર્ષથી વિદ્યાઓ આપી. ‘હે માતા ! પછી તેણે મારી સાથે આ તમારા ન્યાયનિષ્ઠ પુત્રોને મોકલ્યા છે. હવે ઇન્દ્રના અખંડ ગમન માટે મને જલ્દી જવા રજા આપો.” પુત્રો આવવાથી થયેલા હર્ષથી કુંતીએ હર્ષવચનથી તે દેવનેવિદાય કર્યો અને કરકમળથી પુત્રોના અંગ પર સ્પર્શ કર્યો. એટલે પાંડવોએ પણ ફરીથી જનનીના ચરણકમલમાં વિનયપૂર્વક વંદના કરી. • પાંડવો દ્વારા દુર્યોધનની રક્ષા :
આવી રીતે છ વર્ષ પસાર કરીને પાંડવો ફરીથી પાછા વૈતવનમાં આવ્યા. દુર્યોધન, પાંડવોને ત્યાં આવેલા જાણીને વેગથી ત્યાં આવ્યો અને પોતાના સૈન્યને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૪૮