________________
વગર એ વીરમાની કુમાર રથમાં બેસી પ્રૌઢ પરાક્રમ વડે સર્વ આયુધો સાથે લઇ તેઓને જીતવાની ઇચ્છાથી તત્કાલ ત્યાં દોડી ગયો. રૈવતાચળની આગળ જઇને તેણે જોયું તો ત્યાં ઉત્તમ સમૃદ્ધિવાળું નવીન નગર જોવામાં આવ્યું. આ શું ? એ રીતે વિસ્મય પામ્યો. પણ તેમાં અપરાધીઓ રહે છે, તેવું જાણી ક્રોધથી ઉદ્ધર એવા અનાવૃષ્ટિએ શંખ ફૂંક્યો અને ધનુષ્યનો ટંકાર કર્યો. તેનો નાદ સાંભળી તત્કાળ દેવો ક્રોધથી નગર બહાર નીકળ્યાં અને માયાથી અનાવૃષ્ટિને જીતી લઇ, ક્રોધથી આકુળ થયેલા તેને તેઓ નગરમાં લઇ ગયા.
તે વૃત્તાંત જાણી રાજા સમુદ્રવિજયે સર્વ સુભટોને બોલાવ્યા. આવી તૈયારી જોઇ, મહાબળવાન રામ અને કૃષ્ણે આવી રાજાને કહ્યું, ‘પિતાશ્રી ! આ સંરંભ તમે જાતે કેમ કરો છો ? જે કાર્ય હોય તે અમને કહો. રામ અને કૃષ્ણના આવા વચન સાંભળી સમુદ્રવિજયે લોકોના ઉપદ્રવથી માંડીને અનાવૃષ્ટિના પરાભવ સુધીનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી કૃષ્ણ હસીને બોલ્યા, જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી હે તાત ! આપને પુરુષાર્થ કરવો યુક્ત નથી. આપની આજ્ઞાથી શત્રુઓને હું જીતી શકીશ. માટે આપ આજ્ઞા આપો.' પછી સમુદ્રવિજયની આજ્ઞાથી મહાભુજ રામ અને કૃષ્ણે પંચજન્ય શંખ વગેરેના નાદથી ઘણા સુભટોને એકઠા કર્યા અને તે બંને વીરોએ પોતપોતાનાં આયુધોને લઇ રથમાં બેસી તે નગર પાસે આવીને તે માયાવી દેવોને યુદ્ધ માટે બોલાવ્યા. એટલે તે દેવોએ વેગથી બહાર આવી, પોતાની માયા બતાવીને રામ અને કૃષ્ણને જીતી લીધા અને બંનેને રથ સહિત પોતાના નગરમાં લઇ ગયા. શ્રી નેમિનાથ ભગવંતને યુદ્ધ માટે પ્રેરણા :
•
રામ અને કૃષ્ણના હરણથી દ્વારિકાનગરીમાં મોટો કોલાહલ થયો. રામ, કૃષ્ણ જેવા વી૨ કે જેઓ દેવોને પણ પૂજ્ય અને અજેય છે, તેઓને જીતી લીધા. તો હવે શું થશે ? પ્રજાવર્ગ એવી ચિંતામાં પડ્યો. તે વખતે શ્રી નેમિપ્રભુ પોતાના મહેલમાં લીલા વડે ફરતા હતા. તેમને કૃષ્ણની સ્ત્રીઓએ ઉપહાસમાં કહ્યું કે, ‘હે અરિષ્ટનેમિ ! અમે સાંભળ્યું છે કે, ‘સર્વજ્ઞ ભગવંતો અનંતવીર્યવાળા હોય છે. તેઓ મેરુનો દંડ અને પૃથ્વીનું છત્ર કરવાને સમર્થ હોય છે.' તમે પણ આપણા કુળમાં અર્હત્પણે અવતર્યા છો. તેથી કાંઇપણ તમારું અખંડિત પરાક્રમ પ્રગટ કરી બતાવો. તમે હોવા છતાં શત્રુઓ તમારા ભાઇઓનો પરાભવ કરે છે, તેથી શ્રી તીર્થંકરભગવંત એવા તમારું બળ આજે આમ વૃથા થઇ રહ્યું છે.
આ સમયે ક્રોહુકિ નિમિત્તજ્ઞે સમુદ્રવિજયને કહ્યું કે, ‘સ્વામી ! આ વખતે યુદ્ધ ક૨વાનો તમારો પ્રયાસ નિષ્ફળ છે. કેમ કે વિશ્વમાં વીર એવા રામ, કૃષ્ણને જેઓએ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૨૪