________________
થઇ. શ્રેષ્ઠ અને યોગીઓને પણ પૂજ્ય એવા શ્રી જિનેશ્વરદેવની મુદ્રાને ધારણ કરનારા મુનિઓની નિંદા કરવી યોગ્ય નથી. હે દુર્ગંધા ! આ તીર્થના પ્રભાવથી કેટલાંક કર્મોને ખપાવતાં તને બોધિબીજ પ્રાપ્ત થયેલ છે, તો હવે આ તીર્થની વિશેષ સેવા કર કે જેથી તારા સંસારનો ક્ષય થાય.
આ પ્રમાણે કહી તે મુનિ વિરામ પામ્યા. એટલે દુર્ગંધાએ અને અર્જુને હર્ષ પામી પ્રભુને અને મુનિને વંદના કરી, પોતાના આત્માને ધન્ય માનતો અર્જુન તે તીર્થમાં શુભભાવનાથી મણિચૂડ નામના મિત્રની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો.
તે અવસરે કૃષ્ણને ખબર મળ્યા કે, ‘પાંડુકુમાર અર્જુન રૈવતાચળ પર આવેલા છે.’ એટલે તેણે હર્ષથી ત્યાં આવી ૫રસ્પર પ્રીતિની વૃદ્ધિ માટે પોતાની બહેન સુભદ્રા અર્જુન સાથે પરણાવી. ત્યાંથી અર્જુન ફરીને શત્રુંજય તીર્થ ઉપર ગયા અને ત્યાંથી નંદિવર્ધનગિરિ ઉપર તથા અષ્ટાપદ તીર્થ પર જઇને બાર વર્ષમાં બાકી રહેલાં વર્ષ તીર્થયાત્રામાં નિર્ગમન કર્યા.
એ પ્રમાણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને બાર વર્ષ બાદ ઘણા વિદ્યાધરોની સાથે તે હસ્તીનાપુરમાં આવ્યા. ત્યાં આવતાં જ અર્જુને સાંભળ્યું કે, ‘મણિચૂડ વિદ્યાધરની બહેન પ્રભાવતીને કોઇ બળવાન વિદ્યાધર બળાત્કારે હરી ગયો છે.' તે સાંભળતાં જ બળવાન પાર્થ મણિચૂડને સાથે લઇ આકાશમાર્ગે ચાલ્યો અને ત્યાં જઇ તે વિદ્યાધરને હણીને પ્રભાવતીને શીઘ્ર પાછી લઇ આવ્યો.
યુધિષ્ઠિરને રાજ્ય અર્પણ :
આ કાર્યથી અર્જુનનું વિશેષપણે અભિનંદન કરીને પછી પાંડુ રાજાએ યુધિષ્ઠિરને પોતાનાં રાજ્ય પર સ્થાપિત કર્યા. તે ધર્મપુત્રની આજ્ઞાથી પરાક્રમવાળા ભીમાદિ ચારે બંધુઓ ચારે દિશાઓમાં જઇ સર્વત્ર વિજય મેળવીને પાછા આવ્યા. પાંચાલી (દ્રૌપદી)ને પાંચે પાંડવોથી સિંહ જેવા પરાક્રમી પાંચ પુત્રો થયા. રાજા યુધિષ્ઠિરની સાથે ચારે બંધુઓ વિનયથી વર્તતા હતા. આમ, તે પાંચે પાંડવોનો કાળ સુખપૂર્વક પસાર થતો હતો.
યુધિષ્ઠિરે કરેલ પ્રતિષ્ઠા મહોત્સવ અને અમારીની ઉદ્ઘોષણા :
તે પાંડવો ઉપરની પ્રીતિથી મણિચૂડે વિદ્યાના બળ વડે ઇન્દ્ર સભા જેવી એક નવી સભા રચી આપી. તેમાં મણિમય સ્તંભો હોવા છતાં અરૂપી આત્માની જેમ જાણે સ્તંભ જ ન હોય તેમ દેખાતું હતું. તે સભામાં રત્નની કાંતિથી ભૂમિ અનેક વર્ણવાણી જણાતી હતી. દેવતાને પ્રિય અપ્સરાઓ જેવી રત્નમય પૂતળીઓ બનાવી
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૩૫