________________
વખત યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં હતા, તે સમયે અર્જુન અજાણતાં ત્યાં આવી ચડ્યો. તેથી સત્ય પ્રતિજ્ઞાવાળા તેણે તરત જ ત્યાંથી પાછા ફરીને પરદેશગમન કર્યું.
અનેક તીર્થોમાં જિનેશ્વરને હર્ષથી નમતો નમતો તે અનુક્રમે વૈતાઢયગિરિ પર આવ્યો. ત્યાં તેણે આદીશ્વર પ્રભુને વંદન કર્યું. ત્યાં કોઈ દુઃખી વિદ્યાધર જોયો. તેથી અર્જુને પૂછયું કે, “તમે શોક સહિત કેમ છો ?' ત્યારે તે બોલ્યો, “વૈતાઢ્યગિરિની ઉત્તરશ્રેણીમાં રહેનારો મણિચૂડ નામે હું રાજા છું. હેમાંગદે આવીને બળાત્કારે મને રાજ્યથી દૂર કર્યો છે.” તે સાંભળી ધનુર્ધારી અર્જુને તેના રચેલા વિમાનમાં બેસી,
ત્યાં જઈ બળ વડે હેમાંગદને જીતીને પુનઃ મણિચૂડને રાજય ઉપર સ્થાપન કર્યો. હેમાંગદ અને મણિચૂડ વગેરે વિદ્યાધરોએ હર્ષથી સેવેલો અર્જુન કેટલોક કાલ ત્યાં રહીને પછી આગળ ચાલ્યો. તે વિદ્યાધરે રચેલા વિમાનમાં બેસી અષ્ટાપદાદિ તીર્થોમાં તીર્થકરોને નમન કરતો, અર્જુન શ્રી ગિરનાર તીર્થ ઉપર આવ્યો. • ગિરનારના હસ્તિપદ કુંડના માહાભ્ય ઉપર દુર્ગધાની કથા :
આ તરફ શ્રીપુર નામના નગરમાં પહેલા પૃથુ નામે ક્ષત્રિય હતો. તેને દુર્ગધથી વિખ્યાત એવી દુર્ગધા નામે પુત્રી હતી. પૃથુએ આપેલી તે કન્યાને સોમદેવ પરણ્યો. પરંતુ તેની દુર્ગધથી કંટાળો પામીને સોમદેવ ગુપ્ત રીતે કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પતિના દ્વેષથી તે પુત્રી માતા-પિતાને પણ દ્વેષનું પાત્ર થઈ પડી. “વનિતાઓ પ્રાયઃ પતિની પ્રીતિ વડે જ સર્વ ઠેકાણે પૂજાય છે. જ્યારે સર્વ સ્થાને તેનો પરાભવ થવા લાગ્યો, ત્યારે તે રાત્રે પોતાનું ઘર છોડીને પોતાનાં દુષ્કર્મોનો નાશ કરવા માટે તે દુર્ગધા પણ અનેક તીર્થોમાં ફરવા લાગી. પરંતુ કોઈ પ્રકારે તેનાં પૂર્વ કર્મોનો ક્ષય થયો નહીં. તેથી દુર્ગધાએ અતિદુઃખથી સમુદ્રમાં ઝંપાપાત કરીને મરવાની ઇચ્છા કરી. તે વિચારથી તે અરણ્યમાં ચાલી જતી હતી. ત્યાં એક વર્લ્ડલધારી જટીલ તપસ્વીને જોઇને તે નમી. તે તાપસ મુનિ પણ તેની દુર્ગધથી વિમુખ થઈ ગયા. તે જોઇ તેણે તે તાપસને કહ્યું કે, “હે મુનિ ! તમારા જેવા મમતારહિત તાપસ પણ
જ્યારે મારાથી વિમુખ થઈ જાય ત્યારે મારું પાપથી રક્ષણ કોણ કરશે ?' તાપસ બોલ્યો, “વત્સ ! અહીં અમારા કુલપતિ છે. તે તને ઉપાય બતાવશે, માટે ભક્તિથી તેની પાસે જઈને તું તારા દુઃખની વાત કહે.” આ પ્રમાણે સાંભળી તે તાપસની પાછળ પાછળ દુર્ગધા ચાલી. • હસ્તીપદ કુંડના જળથી દુર્ગધાની દુર્ગધ દૂર :
અનુક્રમે શ્રી ઋષભદેવ પ્રભુનું ધ્યાન કરતા એક જટીલ તાપસને દેખી તેની પાસે જઈને તેણે પ્રણામ કર્યો. તેની દુર્ગધથી ગુરુએ પણ પોતાની નાસિકા જરા વાંકી કરી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૩૩