________________
લાગ્યા. તે વખતે નાવિક હર્ષ પામીને બોલ્યો, “હે ગાંગેય ! આ કન્યાનું કુળ પ્રથમથી સાંભળો. કેમકે ચંદ્રિકા ચંદ્રમાંથી જ થાય, મેઘમાંથી થાય નહીં.'
સરસ્વતી કન્યાની ઉત્પત્તિ ઃ
આ ભરતક્ષેત્રમાં રત્નપુર નામે નગર છે. તેમાં રત્નશેખર રાજા છે. તેને રત્નાવતી રાણી છે. એક વખત તે રત્નવતીએ સ્વપ્નમાં ચંદ્રની કાંતિ જોઈને અનુક્રમે આ પુત્રીને જન્મ આપ્યો. જન્મતાં જ તેને કોઈ વિદ્યાધર હરણ કરી આ યમુનાના તટ ઉપર મૂકી અંતર્ધાન થઈ ગયો. તે વખતે “આ સર્વ લક્ષણવાળી રત્નશેખર રાજાની પુત્રી સત્યવતી શાંતનુ રાજાની સ્ત્રી થશે” એવી આકાશવાણી સાંભળી અને આ કન્યાને જોઈને હું તેને લઇને ઘેર આવ્યો. અહર્નિશ ઉત્તમ ભોજન આપીને તેને ઉછેરી. હે ગાંગેય ! દેવના બતાવેલા આ કન્યાના પતિ શાંતનુ રાજા જ છે. તેથી તમારા સત્ત્વ વડે આ મારી કન્યા સાથે ખુશીથી તેઓ વિવાહિત થાઓ.'
આ પ્રમાણે સાંભળી ખુશ થયેલા ગાંગેયકુમારે જલ્દીથી પિતા પાસે આવી તેમને હર્ષ પમાડવા માટે કન્યા સંબંધી પ્રથમથી સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તે વખતે પુત્રના સત્ત્વથી શાંતનુ રાજા અંતરમાં ચમત્કાર પામ્યો અને પોતાનાં હીનસત્ત્વપણાને માટે ક્ષણવાર કાંઇક લજ્જા પામી ગયો. પછી વિદ્યાધરોએ જેનો મહોત્સવ કરેલો છે, એવો શાંતનુ રાજા સત્યવ્રતવાળી સત્યવતી કન્યા સાથે પરણ્યો અને તેની સાથે યથેચ્છ રીતે સર્વ વિષયોને ભોગવવા લાગ્યો. શાંતનુ રાજાને સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. પછી મૃગયાના વ્યસનમાંથી વિરામ પામેલા શાંતનુ રાજાએ શત્રુંજયાદિ તીથએ જઈ પુણ્યકાર્ય કરી પોતાના જન્મને સફળ કર્યો. અનુક્રમે શાંતનુ રાજા કર્મયોગે મૃત્યુ પામ્યો. પછી સત્યપ્રતિજ્ઞાવાળા ભીષ્મ ચિત્રાંગદનો રાજયાભિષેક કર્યો. • વિચિત્રવીર્યનું પાણિગ્રહણ : પાંડનો રાજ્યાભિષેક :
એક વખત દુર્મદ ચિત્રાંગદે ભીખને અવગણીને નીલાંગદ નામના ગંધર્વની સાથે મોટું યુદ્ધ કર્યું. બળવાન નીલાંગદે ક્રોધથી ચિત્રાંગદને મારી નાખ્યો. તે વાત સાંભળી ગાંગેયે રણમાં આવી તે નીલાંગદને માર્યો. પછી ભીખે વિચિત્રવીર્યને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. તે સમય કાશી રાજાને અંબા, અંબિકા અને અંબાલિકા નામે ત્રણ કન્યાઓ હતી. કાશી રાજાએ તેનો સ્વયંવર કર્યો. તેમાં સર્વ રાજાઓને બોલાવ્યા પણ સામાન્ય જાતિના કારણે વિચિત્રવીર્યને બોલાવ્યો નહીં. તેથી ગાંગેયને ક્રોધ ચડ્યો, એટલે તેણે સ્વયંવરમાં જઈ બધા રાજાઓના દેખતા તે ત્રણે કન્યાનું હરણ કર્યું. તત્કાળ સર્વ રાજાઓ ક્રોધ કરી યુદ્ધ કરવા એકઠા થઈ શસ્ત્રો ઊંચા કરી અને કવચ ધારણ કરી ગાંગેય ઉપર ચડી આવ્યા. બળવાન ગંગાપુત્રે પોતાનાં તેજથી જ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૧૧