________________
એક કાંસાની પેટીમાં તે બાળકને મૂકીને સખીઓની પાસે તે પેટી ગંગાના પ્રવાહમાં ગુપ્ત રીતે કુંતીએ વહેતી મૂકાવી. પ્રવાહમાં વહેતી તે પેટી હસ્તીનાપુર આવી. ત્યાં સૂત નામના કોઈ સારથીએ તેને લઈને ઉઘાડી અને તેજસ્વી બાળકને તેમાં જોઈ હર્ષ પામેલા તે સૂતસારથીએ પોતાની રાધા નામની પ્રિયાને તે પુત્ર અર્પણ કર્યો. કર્ણ એવા નામથી કહેવાતો તે સારથીપુત્ર ગુણજ્ઞ હોવાથી રાજાને અતિ વલ્લભ થઈ પડ્યો.
અહીં અંધકવૃષ્ણિએ પોતાની પુત્રી કુંતીનો ભાવ જાણી તેને પાંડુ રાજા સાથે મહોત્સવથી પરણાવી. મદ્રક નામના રાજાની માદ્રી નામની પુત્રી બીજી સ્ત્રી તરીકે પાંડુ રાજાને સ્વયંવરમાં પ્રાપ્ત થઈ. તે અરસામાં ગંધાર દેશના સુબલ રાજાના પુત્ર શકુનિને ગંધારી વિ. આઠ પુત્રીઓ હતી. ગોત્રદેવીના કહેવાથી શકુનિએ પોતાની આઠે પુત્રીઓ ધૃતરાષ્ટ્રને પરણાવી. “જેવું કર્મ કર્યું હોય તેવું ફળ પ્રાણીને મળે છે.” વિદુર - દેવક રાજાની પુત્રી કુમુદિની પરણ્યો.
આ તરફ અંધકવૃષ્ણિ રાજા પોતાના મુખ્ય પુત્ર સમુદ્રવિજયને રાજ્ય પર બેસાડી પોતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઇ મોક્ષે ગયા, અશિવનો નાશ કરનારી, શિવા નામે તેમને મુખ્ય પત્ની હતી. પરસ્પર પ્રીતિપરાયણ અને પરસ્પર ધર્મમાં રાગી એવા શિવાદેવી અને સમુદ્રવિજયનું યુગલ સુખથી સમય નિર્ગમન કરતું હતું. • મથુરામાં ઉગ્રસેનને ત્યાં કંસનો જન્મ :
રાજા ભોજવૃષ્ણિએ દીક્ષા લીધા પછી મથુરાના રાજય ઉપર ઉગ્રસેન રાજા થયો. તેને ધારણી નામે સ્ત્રી હતી. એક વખત કોઇ તાપસ પારણાના વિધ્વંસથી ઉગ્રસેનનો વધ કરવાનું નિયાણું બાંધીને મરણ પામ્યો, તે ધારણીની કુક્ષીમાં આવીને અવતર્યો. તેના ગર્ભમાં આવવાથી ધારણીને પોતાના પતિના માંસભોજનનો દોહદ થયો. તેથી તે પુત્રને દુષ્ટ ધારી જન્મતાં જ કાંસાની પેટીમાં મૂકીને તે પેટી યમુનાના પ્રવાહમાં વહેતી મૂકી દીધી. તે પેટી વહેતી - વહેતી શૌર્યપુર પાસે આવી. એટલે તેને કોઇક વણિકે બહાર કાઢી. કાંસાની પેટીમાંથી તેને પુત્ર મળ્યો. તેથી તેનું કંસ એવું નામ પાડ્યું. વણિકને ઘેર મોટો થતો કંસ નિત્ય નાના બાળકોને મારવા લાગ્યો. એ પોતાના કુળને અયોગ્ય જાણીને તે વણિકે તેને સમુદ્રવિજય રાજાને સોંપ્યો. અનુક્રમે તે વસુદેવને વહાલો થઈ પડ્યો.
તે વખતે રાજગૃહ નગરમાં બૃહદ્રથનો પુત્ર જરાસંઘ ત્રિખંડ ભરતક્ષેત્રનો અધિપતિ પ્રતિવાસુદેવ થયો. તેની આજ્ઞાથી કંસને સારથી કરી વસુદેવ તેના શત્રુ સિંહરથ રાજાને પકડી લાવ્યા. બંને કુળનો ક્ષય કરનારી જરાસંઘની પુત્રી જીવયશા તે વખતે વસુદેવે કંસને અપાવી ‘તમે કોઈપણ નગરની માંગણી કરો' એ પ્રમાણે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૧૪