________________
સમય જતાં જેઠ મહિનાની કૃષ્ણાષ્ટમીએ કાચબાના લાંછનવાળા અને તમાલ જેવી શ્યામ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપ્યો. દિકુમારીઓએ આવીને ભક્તિથી સૂતિકર્મ કર્યું. પછી ઇન્દ્ર વીશમા તીર્થંકરને મેડ્રિગિર પર લઇ ગયા. ત્યાં સૌધર્મેન્દ્રના ઉત્સંગમાં રહેલા જગદ્ગુરુને ત્રેસઠ ઇન્દ્રોએ પવિત્ર તીર્થોદક વડે જન્માભિષેક કર્યો. આ પ્રમાણે સર્વ દેવો અને ઇન્દ્રોએ ભક્તિથી પૂજા અને સ્તુતિ કરી, પ્રભુને માતાની પાસે મૂકી નંદીશ્વરદ્વીપે ગયા. ત્યાં અઠ્ઠાઇ મહોત્સવ કરીને પોતપોતાના સ્થાનકે ગયા. પ્રાતઃકાળે સુમિત્ર રાજાએ પુત્રનો જન્મોત્સવ કર્યો અને લોકોને સત્કારાદિ વડે પ્રસન્ન કરી મુનિસુવ્રત એવું નામ પાડ્યું.
ત્રણ જ્ઞાન ધારણ કરનારા પ્રભુ બાલ્યવયનું ઉલ્લંઘન કરીને યૌવનવયમાં વીશ ધનુષ્યની કાયાવાળા થયા. પછી શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વીપુરના રાજા પ્રભાકરની પુત્રી પ્રભાવતીને સ્વયંવર દ્વારા પરણ્યા. કેટલાક સમયે મુનિસુવ્રતસ્વામીને પ્રભાવતીદેવીથી સુકૃત નામે પુત્ર થયો. ભગવંતે થોડા વર્ષો રાજ્ય સંભાળી ફાગણ સુદ દશમીએ એક હજાર રાજાઓની સાથે દીક્ષી લીધી અને ફાગણ સુદ બારસે પ્રભુને ઘાતી કર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇન્દ્ર મહારાજાએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. વિશ્વને દેશનાના કિરણોથી જાગૃત કરતા ભગવંત એક વખત પ્રતિષ્ઠાન નામે નગરમાં પધાર્યા. ત્યાંથી જ્ઞાન દ્વારા ભૃગુકચ્છ નગ૨માં પોતાનો પૂર્વભવનો મિત્ર એક અશ્વ, અશ્વમેધયજ્ઞમાં હોમાતો જાણીને પ્રભુ રાત્રિમાં જ સાઇઠ યોજનનો વિહાર કરી, પ્રાતઃકાળે ભૃગુકચ્છ (ભરૂચ) નગરે પહોંચ્યાં. માર્ગમાં સિદ્ધપુરમાં મધ્યરાત્રે ક્ષણવાર વિશ્રામ લીધેલો હોવાથી ત્યાં વજ્રધર રાજાએ તેમનું ચૈત્ય કરાવ્યું.
ભરૂચના કોરંટક ઉદ્યાનમાં પ્રાતઃકાળે દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુને સમવસરેલા જાણીને તે જ અશ્વ ઉપર બેસી નગરનો સ્વામી જિતશત્રુ રાજા ત્યાં આવ્યો. ત્યાં પ્રભુના દર્શન કરી તે અર્થે પણ ઉંચા કાન કરીને સર્વ લોકોને તૃપ્ત કરનારી દેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી રાજાએ પ્રભુને પૂછ્યું, ‘ભગવન્ ! આપની
આ દેશનાથી અહીં કોણ કોણ ધર્મ પામ્યું ? પ્રભુએ કહ્યું, ‘આ તમારા અશ્વ સિવાય બીજા કોઇને અત્યારે ધર્મ પ્રાપ્ત થયો નથી.' ફરીથી રાજાએ પૂછ્યું, ‘હે વિભુ ! આ અશ્વ કોણ છે ?' પ્રભુ બોલ્યા, ‘હે રાજા ! એનાં પૂર્વ ભવોને સાંભળો.'
અશ્વનાં પૂર્વભવો ઃ
પૂર્વે ચંપાનગરીમાં હું સુર નામે ધનાઢ્ય શ્રેષ્ઠી હતો. તે વખતે આ અશ્વ મતિસાગર નામે મંત્રી હતો ને તે મારો મિત્ર હતો. તે માયા, કપટ અને મિથ્યાત્વથી ભરપૂર હતો. ત્યાંથી મૃત્યુ પામી કેટલાક ભવમાં ભમીને તે પદ્મીનીખંડ નામના શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૧