________________
નામ પ્રખ્યાત થયું. ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુના સ્નાત્રજળ વડે નિર્મળ એવી નર્મદા નામે નદી છે. જે દીનજનોને અદીન કરે છે.
સમેતશિખર પર શ્રી મુનિસુવ્રતસ્વામીનું નિર્વાણ :
સુર-અસુરોને પૂજેલા શ્રી મુનિસુવ્રત સ્વામી ભરૂચથી વિમલાચલ તીર્થે સમવસર્યા. ત્યાં પોતાના ચરણન્યાસથી સર્વ શિખરોને તીર્થ રૂપ કરી ત્યાંથી પાછા ભરૂચનગરે આવ્યા. ત્યાંથી સૌરીપુરી, ચંપાનગરી, પ્રતિષ્ઠાનપુર, સિદ્ધપુર, હસ્તીનાપુર અને બીજા પણ અનેક નગરોમાં વિહાર કરી, ભવ્યજનોનો ઉદ્ધાર કરી, પ્રાંતે એક હજાર મુનિઓની સાથે સમેતશિખરજી ગિરિ પર આવ્યા. ત્યાં એક મહિનાનું અનશન કરી, જેઠ માસની કૃષ્ણ નવમીએ, હજાર મુનિઓની સાથે મુક્તિ પામ્યા.
કુમા૨વય અને દીક્ષા બંનેમાં સાડાસાત હજાર વર્ષ અને રાજ્યમાં પંદરહજાર વર્ષ, સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીનું અને ભૃગુકચ્છ તીર્થનું આ ચરિત્ર ભવ્યપ્રાણીઓને શાંતિને માટે થાઓ. તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી પછી સુવ્રત નામે રાજા થયા અને ત્યારપછી તે વંશમાં બીજા ઘણા રાજાઓ થયા. ત્યારપછી શ્રી મુનિસુવ્રત સ્વામીના હરિવંશમાં યાદવ રાજાઓ થયા. તેમાં શ્રી નેમનાથ ભગવાન બાવીશમા તીર્થંકર થયા. તેમનું ચરિત્ર કહેવાય છે.
***
શત્રુંજય તીર્થ સ્પર્શનાનું ફળ
• નંદીશ્વરદ્વીપની જાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી બે ગણું પુણ્ય કુંડલગિરિની યાત્રા કરવાથી થાય.
• તેનાથી ત્રણ ગણું પુણ્ય રૂચકગિરિની યાત્રા કરવાથી થાય.
• તેનાથી ચાર ગણું પુણ્ય ગજદંતગિરિની યાત્રાથી થાય. • તેનાથી બે ગણું પુણ્ય જંબુવૃક્ષ ઉપર આવેલા ચૈત્યોથી થાય. • તેનાથી છ ગણું પુણ્ય ઘાતકી વૃક્ષ ઉપર રહેલા ચૈત્યોથી થાય. • તેનાથી બાર ગણું પુણ્ય પુષ્કરવર દ્વીપના ચૈત્યોથી થાય. • તેનાથી સો ગણું પુણ્ય મેરુપર્વતની ચૂલિકા ઉપરના ચૈત્યોથી થાય. • તેનાથી હજાર ગણું પુણ્ય સમેતશિખરની યાત્રાથી થાય.
• તેનાથી દશ હજાર ગણું પુણ્ય અંજનગિરિની યાત્રાથી થાય.
• તેનાથી લાખ ગણું પુણ્ય રૈવતગિરિની યાત્રાથી થાય.
•
તેનાથી ક્રોડ ગણું પુણ્ય શત્રુંજયની સ્પર્શના કરવાથી થાય.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૩
(ઉપદેશ પ્રસાદ)