________________
પર જીર્ણ વસ્ત્ર ધરતો, હાથમાં ફૂટેલું ઠીકરું રાખતો અને દેવનિર્માલ્યને ધારણ કરતો વીરકુવિંદ ઘેર ઘેર ફરવા લાગ્યો. “હે પ્રિયા વનમાળા ! હે કૃશોદરિ ! હે સુલોચના ! મને મૂકીને તું ક્યાં ગઈ છો ? મને પ્રત્યુત્તર આપ.' આ રીતે બૂમો પાડતો. શેરીએ શેરીએ ભટકવા લાગ્યો
કર્ણને અપ્રિય એવો તે પોકાર એક વખત રાજાએ સાંભળ્યો. તેથી રાજા વનમાળાની સાથે રાજકુળનાં આંગણામાં આવ્યો અને ગાંડા થયેલા વીરવિંદને જોઈ રાજા-રાણી વિચારમાં પડ્યાં. છેવટે તેને ઓળખવાથી તેઓ બોલ્યાં કે, “અહો ! આપણે દુઃશીલ થઇને આ મહાનિર્દય કાર્ય કર્યું છે અને આ વિશ્વાસી ગરીબ પુરુષને છેતર્યો છે. અરે આપણી વિષયલંપટતાને ધિક્કાર છે. આવા આચરણથી આપણા જેવા પાપીજનોને નરકમાં પણ સ્થાન મળવું દુર્લભ છે. જેઓ અહોરાત્ર જિનધર્મને સાંભળે છે, આચરે છે અને પોતાના વિવેક વડે વિશ્વનો ઉપકાર કરે છે તેઓ સર્વદા વંદનીય છે.”
આવી રીતે પોતાને નિંદતા અને ધર્મીજનને અભિનંદતા તે સુમુખ રાજા અને વનમાળાની ઉપર તે જ વખતે અકસ્માતુ આકાશમાંથી વીજળી પડી. તેથી તે બંને મૃત્યુ પામ્યા. પરસ્પર સ્નેહના પરિણામથી અને શુભધ્યાનથી મૃત્યુ પામીને તેઓ બંને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીઆપણે ઉત્પન્ન થયા. માતા-પિતાએ હરિ અને હરિણી એવા તેમના નામ પાડ્યાં. પૂર્વજન્મની જેમ તેઓ અવિયોગી દંપતી થયાં. દશ પ્રકારના કલ્પવૃક્ષો દ્વારા ઇચ્છિત મેળવતા તેઓ દેવની જેમ સુખે વિલાસ કરતાં રહેવા લાગ્યાં. • કિલ્બિષિક દેવ દ્વારા યુગલિકોનું અપહરણ :
સુમુખ રાજા અને વનમાળા વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા. તે જોઇ વીરકુર્વિદ સ્વસ્થ થઈ ગયો. તેનું ગાંડપણ ચાલ્યું ગયું અને તેણે દુરૂપ બાલતપશ્ચર્યા કરવાનો આરંભ કર્યો. પ્રાંતે મૃત્યુ પામીને તે સૌધર્મકલ્પમાં કિલ્બિષિક દેવ થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વજન્મ જોયો એટલે તત્કાળ પેલા હરિ અને હરિણી તેના જોવામાં આવ્યાં. તે જ વખતે ઉગ્રરોષથી રાતાં નેત્ર કરી ભૃકુટી વડે ભયંકર થઇને તે શીધ્ર હરિવર્ષમાં આવ્યો. તેણે વિચાર કર્યો કે, “આ બંને યુગલીઆનો અહીં વધ કરવો ઠીક નથી. કેમ કે જો અહીં મૃત્યુ પામે તો આ ક્ષેત્રના પ્રભાવથી તેઓ અવશ્ય સ્વર્ગમાં જશે. માટે એ મારા કટ્ટા શત્રુઓને દુર્ગતિમાં લઈ જનારા અને અકાળે મૃત્યુ આપનારા કોઈ બીજા સ્થાનમાં હું લઈ જાઉં.' આવો નિશ્ચય કરી તે દેવ કલ્પવૃક્ષો સહિત તે યુગલિકને આ ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં લાવ્યો.
પ્રથમ શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર બાહુબલિને સોમયશા નામે પુત્ર થયો હતો. તેના વંશમાં જે રાજાઓ થયા, તે સર્વ ચંદ્રવંશી અને ઇક્વાકુ કુળના કહેવાયા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૯૯