________________
તપ્યા અને શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરવા લાગ્યો. એક વખત કોઇ સંઘ ત્યાં યાત્રા કરવા આવ્યો. તેમાં સંઘપતિ ભીમસેનનો અનુજબંધુ હતો. સંઘ અને અમાત્યની સાથે શ્રી જિનાલયમાં પ્રભુની આરતી ઉતારતાં ન્હાના ભાઇએ ભીમસેનને જોયો. આરતી ઉતાર્યા પછી તરત તેણે ભીમસેનને આલિંગન કરી નમસ્કાર કર્યા. ભીમસેન પણ પ્રીતિરૂપી વેલને વધારવા માટે અશ્રુજળથી સિંચતો હર્ષથી વારંવાર આલિંગન કરી કરીને પોતાના લઘુબંધુના મસ્તક પર ચુંબન કરવા લાગ્યો. અનુજબંધુ ભક્તિથી બોલ્યો, “ભાઈ ભીમસેન ! એવું કોઈ સ્થાન બાકી રહ્યું નથી કે જયાં મેં તમને શોધ્યા ન હોય. પ્રિય ભાઈ ! આટલા વર્ષ સુધી મારા વિના તમે ક્યાં રહ્યા હતા ? મેં તમારું રાજય થાપણની જેમ આજ સુધી જાળવ્યું છે. હવે તમે એનો સ્વીકાર કરો.
આવા અતિવિનયવાળા વચનથી મનમાં હર્ષ પામેલા અને સારગ્રાહી બુદ્ધિવાળા ભીમસેને મંત્રીઓની સાથે પોતાનું રાજય પાછું ગ્રહણ કર્યું. પછી નિર્મળજળથી પોતે સ્નાન કરી, પ્રભુને સ્નાન કરાવી, પૂજન કરીને શુભ ભાવનાવાળા ભીમસેને વિધિપૂર્વક આરતી ઉતારી અને પ્રતિદિન નવીન મહોત્સવપૂર્વક અઠ્ઠાઈ ઉત્સવ કરી અનુજબંધુની સાથે તેણે શ્રી નેમિનાથ પ્રભુની પૂજા કરી. પછી જિનેશ્વરને નમી ભીમસેન પોતાના દેશ તરફ ચાલ્યો.
માર્ગમાં અનેક રાજાઓએ પૂજેલો ભીમસેન મોટા ઉત્સવથી પોતાની નગરીમાં આવી પહોંચ્યો. પોતાના સુલક્ષણયુક્ત રાજાને જોઈ ઉત્સાહવાન થયેલા નગરજનોએ નૃત્યાદિ વિવિધ ઉત્સવોપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો. સૌના આશીર્વાદપૂર્વક રાજા પોતાના મહેલ પાસે આવ્યો. વસ્ત્ર, દ્રવ્ય, તાંબુલ, અશ્વ, વાણી અને દૃષ્ટિથી સર્વ લોકોનું યથાયોગ્ય સન્માન કરી, સર્વને વિદાય કરીને પછી પોતે રાજમંદિરમાં પ્રવેશ્યો.
રાજમહેલમાં પ્રથમ કુળદેવતાને નમસ્કાર કરી પોતાના બંધુની સાથે ભોજન લઈ ક્ષણવાર વિશ્રામ લઇને તે સભામાં આવ્યો અને ખૂબ વાત્સલ્યથી રાજયધુરા સંભાળી. વળી પ્રથમ પોતે ક્રોધના આવેશમાં પોતાનાં માતા-પિતાને મારી નાખ્યા હતાં, તેમનો શોક કરતાં ભીમસેને માતા-પિતાને ઉદ્દેશીને આખી પૃથ્વી જિનપ્રાસાદોથી મંડિત કરી દીધી. આ રીતે દેવ-ગુરુ પર ભક્તિ ધારણ કરતા ભીમસેન રાજાએ સુખે રાજ્ય ચલાવવા માંડ્યું. ભીમસેને પોતાના અનુજબંધુને યુવરાજપદ આપ્યું અને વિદેશી મિત્રને કોષાધ્યક્ષ ક્ય. • ભીમસેનનું શત્રુંજય તેમજ ફરીથી રૈવતાચલ તીર્થયાત્રા માટે પ્રયાણ :
એક વખતે જિનપૂજન કરવામાં ઉદ્યમી ભીમસેન બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિદ્યાધરને જોઇ તેણે પૂછ્યું કે, “તમે ક્યાંથી આવો છો ? વિદ્યાધર બોલ્યો,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૯૬