________________
મુક્ત થઈ શકતો નથી.' આ પ્રમાણે કહીને તેઓ વિરામ પામ્યા. એટલે અશોકચંદ્ર ત્યાંથી રેવતગિરિ પર આવ્યો અને ત્યાં સ્થિર થઇને તપશ્ચર્યા કરવા લાગ્યો. કેટલાક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબાદેવીએ પ્રીતિ સહિત તેની પાસે આવી એક પારસમણિ તેને આપ્યો. તે લઈ પોતાના નગરે જઈ ઘણા માણસો રાખી, દ્રવ્યના બળથી રાજય મેળવી અશોકચંદ્ર સર્વ સુખ ભોગવવા લાગ્યો.
એક વખત અશોકચંદ્ર મનમાં વિચારે છે કે, “જે અંબિકાના પ્રસાદથી મેં આ સર્વ ઉપાર્જન કર્યું, તે અંબિકાનું તો હું પાપી સ્મરણ પણ કરતો નથી કે ત્યાં જઈને તેને નમતો પણ નથી.” આવો વિચાર કરી અશોકચંદ્ર સંઘની સામગ્રી એકત્ર કરી સર્વને દાન આપતો સ્વજનોની સાથે ત્યાંથી ચાલ્યો. કેટલાક દિવસે તે શત્રુંજય તીર્થ ઉપર આવ્યો. ત્યાં વિધિ વડે પ્રભુની પૂજા કરીને ત્યાંથી રેવતાચલ તીર્થ પર આવી પહોંચ્યો. ત્યાં ગજેન્દ્રપદ વગેરે કુંડોના જળથી પોતે સ્નાન કરી નેમિનાથ પ્રભુનો અભિષેક કરી વિવિધ પુષ્પોથી પૂજા કરી, જગન્માતા અંબિકાની ભક્તિથી પૂજા કરી. પછી વૈરાગ્યભાવથી પુત્રને રાજય પર બેસાડી, પોતે દીક્ષા લઇ, અંતે શુભ ધ્યાન વડે કર્મ ખપાવી મુક્તિ પામ્યા.
હે ભગવન્! આ સર્વ મેં પ્રત્યક્ષ જોયું છે. તેથી હું જાણું છું કે આ રૈવતાચલ મોટું તીર્થ છે. તેના જેવું બીજું કોઇ તીર્થ નથી. જે તીર્થની સેવાથી પુરુષો આલોકમાં સર્વ સંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે. • ભીમસેનનું રેવતાચલગિરિ તરફ પ્રયાણ :
આ પ્રમાણે મંગલના મુખથી રૈવતગિરિનો મહિમા સાંભળી ત્યાં રહેલા સર્વ તપસ્વીઓ પરમ હર્ષ પામ્યા. પેલો વૈદેશિક અને ભીમસેને પણ તે મહિમા સાંભળી પ્રથમ રોહણાચલ પર જઈ ગિરનાર તીર્થે જવાનો નિશ્ચય કર્યો. અનુક્રમે તે બંને રોહણાચલ પર્વત પાસે આવ્યા. ત્યાં પછી “હા દેવ' એમ બોલી તેમણે ખાણમાં પ્રહાર કર્યો. એટલે ભીમસેનને તેમાંથી બે અમૂલ્ય રત્નો મળ્યાં. તેમાંથી એક મહાતેજસ્વી રત્ન રાજદાણ તરીકે રાજકુલમાં આપી બીજુ રત્ન સાથે લઈને તે ત્યાંથી ચાલ્યો. વહાણમાં બેસી સમુદ્રમાં ચાલતા એક વખત રાત્રિએ પૂર્ણિમાના ચંદ્રને જોઈ વહાણના કાંઠા પર બેસી હાથમાં રત્ન લઇને ચંદ્ર અને રત્નના તેજની તે ભીમેસન તુલના કરવા લાગ્યો. તેટલામાં કષ્ટથી પ્રાપ્ત થયેલા રત્નને વારંવાર જોતા ભીમસેનના હાથમાંથી અભાગ્યયોગે તે રત્ન સમુદ્રમાં પડી ગયું. તેથી તત્કાળ તે મૂચ્છ પામી ગયો. પછી થોડીવારે સચેત થઈ તે પોકાર કરવા લાગ્યો કે, “હા દેવ ! તે આ શું કર્યું? રત્નનું હરણ કરતાં મારું જીવિત કેમ ન હર્યું ? મારા જીવિતને, જન્મને, વૈભવ વિનાના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૯૪