________________
આવી રીતે ભીમસેનને આશ્વાસન આપી તે પુરુષે તેની સાથે આખો દિવસ પસાર કર્યો. બીજે દિવસે પ્રાતઃકાલે મૃદંગનો ધ્વનિ કરતી કેટલીક દેવીઓ વિમાનમાં બેસીને મહોત્સવપૂર્વક ત્યાં આવી. જ્યારે અધિષ્ઠાયક દેવનું મન સંગીતમાં મગ્ન થયું ત્યારે તે દેવના સેવકોની સાથે ભીમસેન તત્કાળ ખાણની બહાર નીકળી ગયો. પછી મંદ મંદ ગતિએ માર્ગનું ઉલ્લંઘન કરતો ભીમસેન કેટલાક દિવસે સિંહલદ્વીપના મુખ્ય નગર ક્ષિતિમંડનપુરમાં આવ્યો. ત્યાં સર્વ સુલભ વસ્તુઓથી સંપૂર્ણ એવી કોઇ વ્યાપારીની વખાર ઉપર સેવક થઇને રહ્યો અને તે વ્યાપારીના ઘરમાંથી પણ ઘણીવાર ચોરી કરી.
એક વખતે કોટવાળોએ જાણ્યું કે, ‘આ ચોર છે.' એટલે તેને અપરાધી ગણી બધે ફેરવીને શૂલીએ ચઢાવવા લઇ ગયા. તેટલામાં ઇશ્વરદત્ત શેઠે તેને જોયો. પોતાનો ઉપકારી જાણી તત્કાળ રાજાને વિનંતી કરી તેને છોડાવ્યો. ત્યાંથી નાવમાં બેસી કેટલેક દિવસે એ મહાપરાક્રમી ભીમસેન પૃથ્વીપુર નગરમાં આવ્યો. વહાણમાંથી ઊતરીને ત્યાં આગળ કોઇ પરદેશીને જોઇ તેણે પોતાનો વૃત્તાંત જણાવ્યો. તેનો વૃત્તાંત સાંભળી, ‘તું ખેદ કરીશ નહીં’ એમ કહેતો તે પરદેશી ભીમસેનને સાથે લઇ રોહણાચળ તરફ ચાલ્યો. ઉતાવળે ચાલતા માર્ગમાં એક તાપસનો આશ્રમ તેમના જોવામાં આવ્યો. તેમાં એક જટિલ નામના વૃદ્ધ મુનિ હતા. તેમને તેઓએ નમસ્કાર કર્યા. એ વખતે મંગલ નામનો તેમનો એક શિષ્ય આકાશમાર્ગે આવ્યો. તેણે વિનયથી ગુરુને પ્રણામ કર્યા.
મંગલ તાપસે ગુરુ પાસે વર્ણવેલું રૈવતાચલનું માહાત્મ્ય :
નિર્મળ આશયવાળા જટિલે પોતાના શિષ્ય મંગળને પૂછ્યું, ‘વત્સ ! હમણાં તું ક્યાંથી આવ્યો ?' મંગલ બોલ્યો, ‘સ્વામી, હું સુરાષ્ટ્ર દેશમાં ગયો હતો. ત્યાં શત્રુંજય અને ગિરનાર ઉપર જિનપૂજન કરીને અહીં આવ્યો છું. એ બંને તીર્થનો મહિમા અદ્ભૂત છે. તેમાંથી જેની ઉપાસના કરવાથી લોકોને આ લોક અને પરલોકનું સુખ પ્રાપ્ત થાય છે, એવા ઉજ્જયંત (ગિરનાર) ગિરિનો મહિમા હું કહું છું, તે સાંભળો. જેના આરાધનથી અશોકચંદ્રની જેમ પ્રાણી, કાંતિ, કલા, લક્ષ્મી અને ઇન્દ્ર તથા ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત કરે છે. તે અશોકચંદ્રની કથા આ પ્રમાણે છે.
અશોકચંદ્ર ક્ષત્રિયની કથા ઃ
‘ચંપાનગરીમાં અશોકચંદ્ર નામે એક પરોપજીવી અને દરિદ્રી ક્ષત્રિય હતો. નિર્ધનપણાને લીધે, તે સંસારથી વિરક્ત હતો. એક વખત દયાળુ જૈન મુનિઓને જોઇ તેણે પોતાનું દુર્ભાગ્ય દૂર કરવાનો ઉપાય પૂછ્યો. તપસ્વી મુનિઓ બોલ્યા, ‘વત્સ ! આ સંસારમાં જીવ કર્મના બળથી ભમ્યા કરે છે. જીવ તે કર્મના વિપાકને ભોગવ્યા વિના કે રૈવતગિરિની શુભભાવે સેવા કર્યા વિના એ કર્મના પાંજરામાંથી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૯૩