________________
આખું ધ્વજાઓથી શોભિત અને કપૂર તથા અગરુના સુગંધથી સુવાસિત કરી દીધું. આ પ્રમાણે મહોત્સવસહિત રાજાએ તે પ્રતિમાના સંપુટને પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રમણીય સિંહાસન ઉપર તે પ્રતિમાનો સંપુટ મુકી રાજાએ પોતે ભક્તિથી તેની પૂજા કરીને તે ઉઘાડ્યો. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા જોઇ. તેમને જોતાં જ પંચાંગપ્રણિપાત કર્યો. તે જ વખતે અજયપાળ રાજાના શરીરમાંથી બધા રોગ દૂર થઈ ગયા.
પછી ભક્તિથી તે પ્રતિમાનું અર્ચન કરીને પ્રીતિયુક્ત રાજાએ ઉત્સવપૂર્વક રત્નસારની સાથે ભોજન કર્યું. તે રાત્રિએ અજય રાજા સ્વેચ્છાએ સૂતો હતો, તે વખતે સર્વ રોગો સ્વપ્નામાં આવી તેને કહેવા લાગ્યા, “હે રાજા ! તમે પૂર્વભવમાં મુનિને દુભાવ્યા હતા, તેનું ફળ આપવા અમે તમને ઘણી પીડા કરી છે, તે ક્ષમા કરજો . શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી હવે તમારા અંગથી અમે દૂર થયા છીએ, પણ હજી પણ છ માસ સુધી તમારે તે કર્મ કાંઇક ભોગવવાનું બાકી રહેલું છે. માટે આ શહેરના પરામાં સૂર નામે એક પશુપાલક રહે છે. તેને છાતી, પૂંછ અને મુખના ભાગમાં શ્વેતવર્ણવાળી એક બકરી છે, તેના શરીરમાં અમે પૂર્વકર્મથી બંધાઇને તેટલા કાલ સુધી રહીશું, તેથી ત્યાં સુધી એ બકરીને તમે ચારો આપજો . તેમજ ચંદનમિશ્રિત તમારા દેહનું જલમિશ્રિત ધોવણ પણ તેને પીવા આપજો . તેથી અમે ઘણાં પ્રસન્ન થઇશું. છ માસ પછી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી સુવર્ણ જેવી કાંતિવાળા થઇને તમે બહુકાળ સુધી તમારા રાજયનું રક્ષણ કરશો.' એમ કહીને તે વ્યાધિઓ અંતર્ધાન થઈ ગયા.
રાજાએ જાગીને જોયું તો પોતાનો દેહ નિરોગી થઇ ગયો હતો. પોતાનો રોગ શાંત થવાથી રાજાએ નગરમાં મોટો ઉત્સવ કર્યો. પછી પોતાના અજય નામથી ઉત્તમનગર વસાવ્યું. ત્યાં પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો. તેના નિર્વાહ માટે દશ ગામ સહિત તે નગર આપ્યું અને તેને માટે પૂજારીઓની ગોઠવણ કરી. રાજા પોતે ત્યાં જઇ શ્રી પાર્શ્વનાથ પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. જેથી તેના ઘરમાં પ્રતિદિન કલ્યાણવૃદ્ધિ થવા લાગી. રોગોએ બતાવેલી બકરીને રાજા પોતાને ત્યાં લાવ્યો અને તેમણે કહેલ વિધિપૂર્વક તેટલા કાળ સુધી અન્નપાન આપવા દ્વારા તેનું પાલન કર્યું.
તે સમય સૌરાષ્ટ્ર દેશના રાજકુલમાં થયેલો વજપાણિ નામે રાજા ગિરિદુર્ગ નગરથી આવીને પોતાના ગોત્રી અજય રાજાને મળ્યો. બંને તીર્થમાં ધર્મશાસન ચલાવનાર એ રાજાને ઘણા દેશ વગેરે આપીને અજય રાજાએ તેનું સન્માન કર્યું. વજપાણિ રાજાના આગ્રહથી અને અતિ ભક્તિથી પ્રેરાયેલા રઘુના પુત્ર અજયપાળે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૬૮