________________
પવનકુમારે લંકાસુંદરીને પણ જીતી ગાંધર્વવિધિ વડે તેની સાથે લગ્ન કર્યું અને તે રાત્રિ તેની સાથે આનંદમાં નિર્ગમન કરી પ્રાતઃકાળે તે વિભીષણને ઘેર આવ્યો. હનુમાનના વચનથી વિભીષણ રાવણને સમજાવવા ગયો અને હનુમાન ત્યાંથી આકાશમાર્ગે ઉડીને જયાં સીતા રહેલાં છે, તે વનમાં આવ્યો.
ત્યાં રાક્ષસીઓથી પરિવરેલી, મલિન વસ્ત્રને ધરનારી, સુધાથી ક્ષીણ થયેલી, ગ્લાનિ પામેલી સીતાને રામના નામનું રટણ કરતી તેણે જોઈ. તે જોઇને હનુમાને વિચાર્યું કે, ખરેખર વિશ્વને પવિત્ર કરનારી આ સીતા સતી છે. આવી રૂપ સંપત્તિવાળી સીતાને માટે રામ ખેદ કરે છે તે ઉચિત છે. પછી કપિરાજે ગુપ્ત રીતે રામની આપેલી મુદ્રા સીતાના ઉત્સંગમાં નાખી. તે મુદ્રિકા જોઈને સીતા હર્ષથી ઉચ્છવાસ પામ્યા. સીતાને હર્ષિત થયેલા જોઇ ત્રિજટા રાક્ષસીએ રાવણ પાસે જઈને વાત કહી; એટલે રાવણે દૂતકાર્યમાં પંડિત એવી પોતાની સ્ત્રી મંદોદરીને સીતા પાસે મોકલી. સીતાએ તેનો તિરસ્કાર કર્યો. તે જોઇ પવનકુમાર શિશપા (શીશમ)ના વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, સીતા પાસે આવી, પ્રણામ કરીને બોલ્યા, માતા ! તમારા સ્વામી રામ અને લક્ષ્મણ કુશળ છે. હું પવનંજય તથા અંજનાનો પુત્ર હનુમાન નામે તેમનો દૂત છું. તેઓ દંડકારણ્યમાં રહ્યા છે. તેમની આજ્ઞાથી હું અહીં આવ્યો છું.
તે સાંભળતાં જ સીતા ઘણાં ખુશ થયા. હનુમાનના આગ્રહથી અને રામના સમાચાર સાંભળવાના હર્ષથી એકવીશ દિવસે સીતાએ પારણું કર્યું. પછી સીતા પાસેથી મુકુટનું ચિહ્ન લઈ હનુમાન ત્યાંથી ચાલ્યો અને દેવરમણ ઉદ્યાનનાં વૃક્ષો તેણે ભાંગી નાંખ્યાં. તે સિવાય વનપાલકોને હણી રાવણના પુત્ર દક્ષકુમારને પણ મારી નાખ્યો. ત્યારે રાવણના મુખ્ય પુત્ર ઈન્દ્રજિતે ત્યાં આવી, નાગપાશ વડે હનુમાનને બાંધ્યો અને રાવણ પાસે લઈ ગયો. ત્યાં રાવણના દુષ્ટ વાક્યથી હનુમાને ક્રોધ કરી નાગપાશ તોડી રાવણના મુગટને ચરણના આઘાતથી ભાંગી નાંખ્યો. પછી લંકાનગરીને ભાંગી, ત્યાંથી આકાશમાં ઉડીને રામ પાસે આવ્યો અને રામને નમસ્કાર કરી સીતાનો ચૂડામણિ અર્પણ કર્યો. જાણે સાક્ષાત્ સીતા આવ્યા હોય તેમ ધારી ચૂડામણિ લઈને રામે પ્રેમથી પવનકુમારની કુશળતા પૂછી. • રામ - રાવણનું યુદ્ધ :
ત્યારપછી રામની આજ્ઞાથી સુગ્રીવ વગેરે સર્વ વાનરવીરોએ યુદ્ધપ્રયાણના વાજીંત્રો વગડાવ્યા. આગળ જતાં રાવણના “સેતુ અને સુભદ્ર' નામે બે સુભટો લડવા આવ્યા. તેમને રામે શરૂઆતમાં જ સમુદ્રનાં આંગણાંમાં બાંધી લીધા. પછી સુવેલ પર્વત પરના “સુવેલ” રાજાને જીત્યો. પછી લંકાની નજીકમાં રહેલી ઉપલંકા તથા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૮૪