________________
આ પવિત્ર પર્વત ઉપર બિલાડી અને ઉંદર, સિંહ અને હાથી, સર્પ અને મયુર; પરસ્પરના જાતિવૈરને શાંત કરીને રહેલા છે. અહીં વસંતાદિ છએ ઋતુઓ શ્રી નેમિનાથ પ્રભુને નમવાને માટે સદૈવ પ્રવર્તે છે. અહીં ઉલ્લાસતી નદીઓ શોભે છે. આની ચોતરફ પર્વતો શોભી રહ્યા છે; આની ચારે દિશાઓમાં ચાર મહાનદીઓ રહેલી છે; અહીં હાથીપગલાં (ગજપદ) વગેરે પવિત્ર કુંડો પરિપૂર્ણ જલભરેલા શોભે છે. શ્રીમાન્ નેમિનાથ પ્રભુ બીજા પર્વતોને છોડી, જેનો સર્વદા આશ્રય કરીને રહેલા છે, તે આ રૈવતગિરિના મહિમાનું વર્ણન કરવું અશક્ય છે. જેવી રીતે શત્રુંજય પર દાન આપવાથી અને તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. તેવી રીતે અહીં પણ તે કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. હે ઇન્દ્ર ! સર્વ પર્વતોના રાજા આ રૈવતગિરિનો પવિત્ર મહિમા તું સાંભળ !
પૂર્વે મહેન્દ્ર કલ્પના માહેન્દ્ર નામે ઇન્દ્ર, દેવોના સમૂહથી પરિવરેલા ચૈત્રી પૂર્ણિમાએ સિદ્ધાચલની યાત્રા કરવા આવ્યા હતા. ત્યાં યાત્રા કરીને વૈશાખી પૂર્ણિમાએ આદરથી શ્રી નેમિનાથ પ્રભુને નમવા રૈવતગિરિ પર આવ્યા. કુંડો, નદીઓ અને સરોવરમાંથી જલ લઈ પ્રભુનો સ્નાત્ર કરી, પૂજા કરીને પ્રાસાદની બહાર નીકળ્યા.
તે અવસરે કોઈ દવે આવી મહેન્દ્રને કહ્યું કે, “સ્વામી ! જ્ઞાનશિલા ઉપર કોઈ મુનિ બિરાજેલા છે અને ઉગ્ર તપ કરે છે. તે સાંભળતાં જ માહેન્દ્ર ઊભા થઈ શ્રી જિનેશ્વરને નમી તે જ્ઞાનશિલા પાસે આવ્યા અને મુનિને નમસ્કાર કરીને તેમની આગળબેઠા. તે વખતે સર્વ દેવોએ ત્યાં બેઠેલા ઇન્દ્રને પૂછ્યું; હે સ્વામી ! આ મુનિ કોણ છે ? અને આવો ઉગ્ર તપ કેમ કરે છે? ત્યારે મહેન્દ્ર અવધિજ્ઞાનથી મુનિનો સર્વ વૃત્તાંત જાણી કહ્યું કે, “હે દેવો ! આ મહાશયનું અદૂભૂત ચરિત્ર તમે સાંભળો. • માહેન્દ્ર વર્ણવેલો મુનિવરનો વૃત્તાંત ઃ
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે શ્રેષ્ઠ નગરી છે. ત્યાં વસેન નામે ભૂપતિ હતો. એ રાજા હંમેશાં જિનાર્ચનમાં તત્પર હતો. તેને સુભદ્રા નામે રાણીથી આ ભીમસેન નામે પુત્ર થયો. તે ઘણો ભયંકર અને જુગાર આદિ કુવ્યસનમાં તત્પર થયો. એ કુલક્ષણી કુમાર હંમેશાં ગુરુ, દેવ અને પિતા વગેરે વડીલોનો દ્વેષ કરતો હતો. અનુક્રમે પિતા વજસેને મોહથી તેવા અપલક્ષણવાળા ભીમસેનને યુવરાજપદ આપ્યું. યુવરાજપણાની પ્રાપ્તિથી તે કુમારે પરસ્ત્રી અને પરદ્રવ્ય હરણ કરી પ્રજાને પીડવા માંડી.
એક વખત ભીમસેનની દુર્તીતિથી દુઃખી થઈને પ્રજાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રજા પાળ ! સર્વ પ્રજા રાજકુમારના અન્યાયથી કંઠ સુધી દુઃખમાં ડૂબી ગયેલી છે. માટે તેનો વિચાર કરીને જેમ યોગ્ય લાગે તેમ કરો.” તે સાંભળી રાજાએ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮૯